________________
૨૮
સમયકશી આચાર્ય બધાને શાંત રાખતા રહ્યા. તેઓ સમજતા હતા કે આવી ગંદકી ઉછાળવામાં વ્યક્તિને જે કંઈ નુકસાન થવાનું, તે ઉપરાંત ખુદ શાસનને જ ભયંકર હાનિ પહોંચવાની.
આ ચતુર્માસ દરમ્યાન પણ તેઓ કેળવણુની, સમાજઉકર્ષની અને એકતાની વાત એટલી જ લાગણીપૂર્વક સમાજને સમજાવતા રહ્યા. આથી વિદ્યાલય તથા કૅન્ફરન્સ જેવી સંસ્થાઓને ઘણે લાભ થયો, એમની સેવાપ્રવૃત્તિઓને ઘણું પ્રોત્સાહન મળ્યું અને આચાર્યશ્રીની સમાજના ઉત્કર્ષની ભાવનાને સમાજ સારી રીતે સમજતો થયો અને એમાં સક્રિય અને ઉદાર સહકાર આપતે થયો.
આચાર્યશ્રીની આ માસાની આ બધી ધર્મ પ્રવૃત્તિ ઉપર સુવર્ણ કળશ ચડાવવાનો યશ લીધે કરછના ભાઈએએ. આચાર્ય મહારાજની ઉદાર દષ્ટિને લીધે મુનિ શ્રી સમુદ્રવિજયજી મહારાજ વગેરે કચ્છના વીસા ઓસવાળ મહાજનની વાડીમાં ચર્તુમાસ રહ્યા હતા. ચર્તુમાસ પછી આચાર્ય મહારાજ વાડીમાં પધાર્યા. ત્યાં એમણે “શિક્ષણની જરૂર” ઉપર હૃદયસ્પશી પ્રવચન આપ્યું. એ વાણી મુખમાંથી નહીં પણ સમાજસેવાના ભેખધારી સંતપુરુષના અંતરમાંથી પ્રગટી હતી. એ વાણી હીરજી ભેજરાજ એન્ડ સન્સ નામે પેઢીના કચ્છના માલિકેનાં અંતરને એવી સ્પશી ગઈ કે એ વખતે જ એમણે કચ્છી વીસા ઓસવાળ જૈન બોર્ડિંગ માટે સવા લાખનું દાન આપવાની જાહેરાત કરી ! સૂર્ય જ્યાં જાય ત્યાં પ્રકાશ પાથરે; આચાર્ય મહારાજ જ્યાં જાય ત્યાં સમાજઉત્કર્ષનાં બીજ વાવે !
વિ. સં. ૧૯૯૧માં આચાર્ય મહારાજ ચોથી વાર મુંબઈ પધાર્યા અને એ ચતું માસ મુંબઈમાં જ રહ્યા. માહ સુદિ ૧૦ ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જિનમંદિરની પ્રતિષ્ઠા કરી, અને ચોમાસું પૂરું થતાં સુધી મુંબઈમાં ઠેર ઠેર શિક્ષણપ્રચાર, સંગઠન અને મધ્યમ વર્ગના ઉત્કર્ષને સંદેશો આપતા રહ્યા.
વિ. સં. ૨૦૦૭ નું ચોમાસું આચાર્યશ્રીએ પાલીતાણામાં કર્યું, ત્યારે ત્યાં સંઘમાં–તપગચ્છ સંઘમાં-એકતા કરવા માટે નાનું સરખું મુનિસમેલન અને ખૂબ પ્રયાસ કર્યો. એમાં સફળતા તે ન મળી, પણ આચાર્યશ્રીની એકતાની ભાવનાની સંઘને વિશેષ પ્રતીતિ થઈ. ચોમાસું પૂરું થતાં જાણે સૌરાષ્ટ્ર-ગુજરાતને પિતાને છેલ્લે ધર્મસંદેશ સંભળાવ્યો; અને અત્યારના યુગમાં શિક્ષણપ્રચાર, સંગઠન અને મધ્યમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org