________________
૨૦
સમયઃશી આચાય
જોઇએ કે જેથી મારી સયમયાત્રાને અને સમાજકલ્યાણની ભાવનાને ક્ષતિ પહેાંચે, જગતનું ભલું કરવામાં આપણું પણ ભલુ થાય છે, એટલે છેવટે કાઈનું ભલું આપણાથી કદાચ ન થઈ શકે તાપણું કોઈના ભૂંડાના નિમિત્ત તા ન જ થવું, કારણ કે આપણી ભલી—ખૂરી કરણીનાં ફળ કેવળ આપણે જ નહીં, પણ એક ધર્મગુરુના સગપણે, આખા સંધને ભાગવવાં પડે છે. એક ધર્મગુરુની ભૂલને કારણે આખા સમાજ કે સંઘને સાસાવું પડયું હાય એવા સંખ્યાબંધ દાખલા બધા ધર્મ કે પથેાના ઇતિહાસમાં મળી આવે છે. આચાર્ય મહારાજની એકએક વિચારસરણી અને પ્રવૃત્તિની પાછળ હમેશાં આવી સ્વ-પરકલ્યાણની ભાવના અને જાગૃતિ ધબકતી રહેતી હતી.
મુંબઈની સ્થિરતા દરમ્યાન સને ૧૯પરના જૂન મહિનામાં કૅન્શન્સનુ ૧૯ મું અધિવેશન, સુવર્ણજયંતી અધિવેશન તરીકે, મુબઈમાં શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીના પ્રમુખપદે મળ્યું. એ અધિવેશન પહેલાં, એ અધિવેશન દરમ્યાન અને એ અધિવેશન પછી પણ આચાર્ય મહારાજે મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે જે ધર્મવાણી વહાવી અને સમાજને પ્રેરણા આપી એ અવિસ્મરણીય છે. અને ખાસ તે, આ બાબતમાં માત્ર ઉપદેશ આપીને જ ચૂપ ન રહેતાં તેઓશ્રીએ સંઘને સ્પષ્ટ જણાવ્યુ કે “ આ દિશામાં કંઈક પણ નક્કર પગલાં ભરવામાં આવશે તે જ મારા આત્માને સંતાષ થશે, અને તમે પણ કંઈક કામ કર્યું ગણાશે. મેઢાની વાર્તાથી કઈ કાઈનું પેટ નથી ભરાતું.”
*
આચાર્ય શ્રીના અંતરમાંથી વહેલી આ લાગણીની અસર થઈ. મધ્યમ વંગના ઉત્કર્ષ માટે એક ભડાળ એકત્ર થયું; છતાં એમાં પેાતાને સ ંતાપ થાય એવી પ્રગતિ થતી ન લાગી ત્યારે આ માટે અમુક સમયમાં પાંચ લાખનુ ભડાળ ન થાય તા દૂધના ત્યાગ કરવાની જાહેરાત કરી. આચાર્ય - શ્રીની આવી પ્રતિજ્ઞાથી આ કાર્યમાં વેગ આવ્યા, અને ધારણા મુજબનુ ક્રૂડ પણ એકત્ર થયું.
આમાં ખરી મહત્ત્વની વાત તે એક ધર્મગુરુ પેાતાના ધર્મના અનુયાયીઓના ઉત્કર્ષ માટે આવી લાગણી બતાવે એ છે. કુટુંબની રક્ષામાં જેમ કુટુંબના વડીલનું વડીલપણું ચરતાર્થ થાય, એ જ રીતે આ સધનાયકે સંધરક્ષા માટેની આવી ઉત્કટ ઝંખના અને આવી સક્રિયતા દાખવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org