SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદર્શી આચાય ૮૧ આવી પહોંચી. આવનારાઓએ સાધુ-સાધ્વીસમુદાય સાથે એમાં અમૃતસર આવવા આચાર્યશ્રીને વિનંતિ કરી. પણ તે તે પેાતાના નિશ્ચયમાં દૃઢ હતાઃ પહેલાં મારા સૌંધ અને સમુદાય, છેલ્લા હું! મારા અહીંથી રવાના થવા સાથે જ આપણા સંધની બિનસલામતીનેા પણ અંત આવવા જોઈએ. વિનતિ કરનારા નિરાશ થયા ઃ આમને કેવી રીતે સમાવવા ? કાણુ સમજાવે ? આ અપાર સકટાએ જન્માવેલી વનની અનિશ્ચિતતાની વચ્ચે જાણે આચાર્ય પ્રવરનું તેજ વધારે ખીલી નીકળ્યું, એમના આત્મા સિદ્યોગીની ધીરતા-ગંભીરતા દાખવી રહ્યા. ભાદરવા સુદિ અગિયારસે જગદ્ ગુરુ હીરવિજયસૂ રિજીની જયંતીની ઉજવણી કરી, અને ખીજે જ દિવસે, સૌના છુટકારાના સમય જાણે પાકી ગયેા હાય એમ, અમૃતસરથી એકીસાથે પંદર મેટર લારીઓ આવી પહેાંચી. એની સાથે સ ંધની રક્ષા માટે મિલીટરીના ૩૨ માણસા અને એક કેપ્ટન હતા. સૌના વિદાયની અને પ્રાણપ્યારા ગુરુતીર્થં ગુજરાનવાલાને આખરી સલામ કરવાની વસમી ઘડી આવી પહેાંચી. કુદરતના સક્ત પણ કચારેક કેવા વિચિત્ર હાય છે ! જે ગુજરાનવાલા પ્રત્યે રામરામમાં ધર્મ ભક્તિ ઊભરાતી અને જ્યાંની યાત્રા કરવાને માટે મન થનગની રહેતું એના સદાને માટે ત્યાગ કરવાના વખત આવ્યા ! જિનમંદિરમાંની કેટલીય જિનપ્રતિમા મંદિરના ભોંયરામાં મૂકીને ભોંયરાનું બારણું વાસી દીધું. મદિરમાંનાં ઘરેણાં વગેરે કીમતી ચીન્તે સાથે લઈને બધા શ્રાવકા તથા આચાર્ય મહારાજ, તાકાનીઓની વચ્ચે અઈને, પગે ચાલતાં ગુરુકુળ પહેાંચ્યા. વચમાં દાદાગુરુના સમાધિમંદિરનાં છેલ્લાં દર્શન કર્યાં. બાબાજી, રસ્તામાં શહેરના વૃદ્ધ મુસલમાનએ વિનંતિ કરી : આપને અમે જરા પણુ તકલીફ નહીં આપીએ. આપ રોકાઈ જા ! ” પણ હવે આવી વાત સાંભળવાને વખત જ કયાં હતા ? આખામાં આંસુ અને અંતરમાં અસહ્ય વેદના જાગી એના ઉપર મનનું ઢાંકણુ વાળી દીધા વગર છૂટકા ન હતા. પ્રવરે એ તીર્થધામને અશ્રુએની છેલ્લી અંજલિ આપી. કેવાં ૬ Jain Education International For Private & Personal Use Only ઊઠયાં; પણ આચાર્ય - જાજરમાન www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy