________________
સમયદશી આચાર્ય એટલી આસ્થા હતી કે માથે ઓલિયા જેવા સાધુપુરુષનું શિરછત્ર છે, તો એમના પુણ્ય આપણે જરૂર આ સંકટના મહાસાગરને પાર પામી જઈશું. આમ ધૈર્ય અને હિંમતના અવતાર બનેલા ગુરુ અને ગુરુશ્રદ્ધામાં લીન બનેલા ભક્તો સંકટની સામે જાણે લક્ષમણરેખા દેરીને સારા સમયની રાહ જોઈ રહ્યા.
| ગુજરાનવાલાને મુસલમાને તે આચાર્યશ્રીના ભક્ત હતા. તેઓ એમને એલિયા જેવા પવિત્ર પુરુષ માનતા. એટલે જ્યારે શહેરમાંથી બધા હિંદૂઓ ચાલી નીકળ્યા ત્યારે પણ આચાર્યશ્રી અઢીસો જેટલા શ્રાવકે સાથે ઉપાશ્રયમાં જ રહ્યા. પણ પછી બહારગામના મુસલમાને આવતા ગયા અને લૂટ, આગ અને ખૂનના બનાવો વધતા ગયા. એક દિવસ તે એક જુવાન મુસલમાન મંદિર અને ઉપાશ્રય ઉપર ત્રણ બેંબ પણ નાખ્યા ! લેકેની બેચેની અને બિનસલામતી વધી ગઈ. પેલે બોંબ નાખનાર જુવાન બીજે દિવસે પિતાની જ કામના માણસની ગોળીથી વિંધાઈ ગયો! વૃદ્ધ મુસલમાનોએ કહ્યું: ‘આવા પાક બાબાજીને તકલીફ આપ્યાને આ કેવો ખૂરે અંજામ આવ્યા ! હવે એવી ગુસ્તાખી કઈ ન કરશો!”
એવામાં પર્યુષણ મહાપર્વ આવ્યાં. સને થયું, આવા વખતમાં પર્યુષણ કેવાં અને એનું આરાધન કેવું ! કોઈનું ચિત્ત પર્વારાધનમાં લાગે એવી સ્થિતિ જ ન હતી. પણ આચાર્યશ્રી તે ધર્મમૂતિ હતા. સંકટને તરવાનો ઉપાય એમને ધર્મારાધનમાં જ દેખાય. મનને દઢ કરીને તેઓ શાંત ચિત્તે મહાપર્વની આરાધનામાં લાગી ગયા ! આવા રૂડા આત્મપર્વનું આરાધન કરતાં કદાચ જન જવાનો વખત આવે તે પણ શી ચિંતા ? .
સ્થિતિ તે વધારે ને વધારે ખરાબ થતી જતી હતી. પણ જાણે પિતાના સંતજનો અને ધમ જીવોના રક્ષણની જવાબદારી કુદરતે પિતાના ઉપર લઈ લીધી હતી. અહીં જાણે પેલી કવિપંક્તિઓનું સત્ય સાકાર મતું લાગતું હતું
* મચ્યું છે યુદ્ધ બ્રહ્માંડે દેવદાનવનું સદા,
- હણે છે કે ઈ તો કઈ રક્ષાનું કરનાર છે. પણ આ રક્ષા ક્યારે, કેવી રીતે, કેની મારફત થવાની હતી ? –અને એક દિવસ આ સવાલનો જવાબ મળી ગયો. ભાદરવા સુદ આઠમે અમૃતસરથી ત્રણ મેટર લારીઓ ગુજરાનવાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org