________________
પ
સારાંશ કે—પરદેશમાં દૂર દૂર રહેશે! જે યંત્રવાદ આજસુધી આ દેશની હસ્તાદ્યોગની પ્રાચીન કારીગરીને રુંધતા હતા, તેની સાથે સાથે હવે આ દેશની છાતી ઉપર સ્વદેશીને નામે ચડી બેઠેલે તે યવાદ વધુને વધુ તેને રુધી નાંખશે, તેમાં આશ્ચર્ય શું? તેનું આખરી પરિણામ એ છે કે રડવા ખડવા પણુ પ્રાચીન હસ્તાદ્યોગ જમીનદાસ્ત. જો કે પ્રથમના એ કારીગરા પણ પ્રથમના જેવી ચીજો બનાવી જાણું તેવા હવે તા રહેવા દીધા નથી. તેઓની ક્રાઈ સ્થિતિજ સ્થિર રહી નથી. એટલે તે ન ટકે, એ પણ સ્વાભાવિકજ છે. સાણંદ વિગેરે પ્રદનામાં દેશી કારીગરીને ઉત્તેજન આપવાની વાતા કરી તેવા પ્રદેશના તાલુકાઓમાં પણ વ્યાપક કરીને પછી તેને યંત્રાથી ઉત્પન્ન થયેલા માલેાની જાહેરાતના મસ્ત્યકા બનાવવાની યુક્તિ
છે.
હવે જે વસ્તુ મેાટા કારખાનાથી બનાવી શકાય તેમ ન હોય, તેમાં યંત્રવાદને શી રીતે પ્રવેશ કરાવી શકાય? તેને માટે ગૃહેાદ્યોગની–હસ્તાદ્યોગની, ગ્રામ્યાઘોગની હિલચાલ શરૂ કરવામાં આવી છે.
દાખલા તરીકે—શાક સમારવું હાય, છાશ ઝેરવી હાય, સાપારીના ભૂંકા કરવા હાય, ખીડી સળગાળવી હોય, નખ કાપવા હાય, એવા પ્રસગાં પણુ યંત્રથી જ કામ લેવું. અને તેવા યંત્રા ઉત્પન્ન થઇ ચૂકેલા છે. તેને મોટા પ્રમાણુમાં પ્રચાર કરવા માટે ગૃહેાદ્યોગ અને હસ્તાદ્યોગની ખીલવણીની હિલચાલ છે. અને આ હીલચાલને મેાખરે તા થૈ'ટીયા દાદ્દાજ બેસવાના. સરકારી ઉદ્યોગશાળાઓમાં પણ રેંટીયા દાદાને સરકારો પ્રધાને પણ સ્થાન આપવાનાજ, તેની પ્રતિષ્ઠાની આડ નીચે મેાટા પ્રમાણમાં પરદેશી યંત્રવાદ સ્થાન પામવાના છે. અને રેંટીયા દાદા ખેડા ખેડાં જોકાં ખાધા કરશે, કે એકાદ ખૂણા સભાળીને ખૂણા પાળતા ખેડા હશે, તેનું પૂજન પણ થતું હશે, તેને રંગ ખેર'ગી કદાચ શણગાર પણ પહેરાવવામાં આવ્યા હશે. કારણ કેહવે પછીના યંત્રવાદને પગભર કરનાર એ દાદાના પાતાના ઉપર ઉપકાર છે. એટલું તેનું માન જરૂર એ યંત્રવાદ રાખવાનાજ. આરીતે હવે પરદેશી યત્રવાદને આ દેશમાં મજબૂત સ્થાન આપવા છતાં આ દેશના શુદ્ધ સ્વદેશી વાદી સુધારા આ વાત કબૂલ કરશે નહીં, પરંતુ તેઓ પરદેશી વસ્તુઓના કટ્ટા વિરેાધિ રહેવાના, એ વાત તો સ્પષ્ટજ છે. પરદેશી માલના વિરેાધિ રહેવાના, પણ પરદેશી માલના આત્માના વિરાધિ નહીં જ રહેવાના. પરદેશી માલ કે પરદેશી યંત્રવાદને આત્માઃ તે હાલનું વિજ્ઞાનઃ પરદેશી માલના કે પરદેશી યંત્રવાદના વિરેાધિએ છતાં હાલના વિજ્ઞાનના તે ભક્ત રહેવાનાજ. હાલના વિજ્ઞાનના ભક્ત તે પરદેશી માલના અને પરદેશી યંત્રવાદના મેટામાં મેટા ભક્ત એ વાત જરા સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી જોવાથી તરતજ સમજાઇ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org