________________
૨૨૪
કેળવણ, રેલ્વે, મ્યુનિસીપાલીટીના જમાનામાં તેને ટેકો આપનારા એક વખત હતા. તેજ વર્ગ” આજે ખેતી, ગ્રામોદ્યોગ, ડેરી કંપનીઓ, વિશ્વધર્મ વિગેરે પ્રોગ્રામ માટે પ્રધાન અને દેશનાયકના સ્વરૂપમાં પરદેશીઓને મળી ગયા છે.
લંબાણ ભયથી ખેતી, હસ્તાદ્યોગની ખીલવટ, કેળવણું, ગ્રામ્યોદ્ધાર વિગેરેમાં તે કેવી રીતે મદદગાર છે, તે અત્રે લાગુ પાડી બતાવતા નથી.
સારાંશ કે-શુદ્ધ સ્વદેશી એટલે “મેઈડ ઈન ઈન્ડિયા” ના માલની જાહેરાત માટેનું ઉત્તમોત્તમ સાધન. આ હીસાબે–
૧ મારવાડ વિગેરે પ્રદેશના ખેડુતો હાથે કાંતીને જે ખાદી પહેરે છે, તે શુદ્ધ સ્વદેશી.
૨ વિલાયતી માલ શુદ્ધ પરદેશી. ૩ દેશની મીલને માલ દેઢ શુદ્ધ પરદેશી ૪ અને કોંગ્રેસની ખાદી, તે ડબલ શુદ્ધ પરદેશી
આવો વિચિત્ર અર્થ થાય છે. આ ઘણેજ વિચિત્ર કોયડો છે. ન સમજાય તેવો, ને ધ્યાનમાં આવે તે, ન ગળે ઉતરે તેવો છે, પરંતુ બરાબર સમજાવવામાં આવે, તો સમજાય તેવો છે. અને અર્થશાસ્ત્રના નિયમેથી સમજ્યા પછી માણસ અજબ થઈ જાય તે છે. [આને સ્પષ્ટ સમજાવવા માટે એક સ્વતંત્ર નિબંધ લખો જોઈશે.]
આ શુદ્ધ સ્વદેશી ફેલાવનારા શરૂઆતમાં આપણા દેશના આગેવાને નથી. પણ તેમની સાથે, પરદેશીઓ ભળેલા છે. તેમના મિત્ર તરીકે તેમની સાથે રહ્યા છે, તેમની સાથે આ દેશના ગરીબોના ઉદ્ધારની વાત લાગણી પૂર્વક કરી છે. અને છેવટે તેમને “રેટી એજ પ્રજાની સ્વતંત્રતાનું હથિયાર” ઠસાવ્યું છે. અને દેશ નાયકના ધ્યાનમાં એ વાત ઉતર્યા પછી-ઠસ્યા પછી તેઓ સાહેબ બીજા કામમાં પડ્યા છે. પછી ગતિ મળી ગઈ. ભારતમાં યંત્રવાદનો વિશેષ પ્રવેશ કરાવવા માટે આજના વિના તત્કાળસ્થિતિ તેઓની સામે તે વખતે બીજે ઉપાય નહતો. તે સમજીને જ એવી ભાઈબંધીઓ વધારવામાં આવી હતી, તે હવે સમજાશે. આ ભાઇબંધીમાં અને લાગણીભરી હિલચાલમાં દીનબંધુ એઝ, મી. પલક વિગેરે-પોતાના દેશના ભલા માટે અસાધારણ પ્રયત્ન કરનારા અને એ દેશના બાહેશ સેવકોના નામ લઈ શકાય તેમ છે.
આ ચર્ચા આટલે રહેવાઈ હવે મૂળ વિષય ઉપર આવીશું –
સ્વદેશી એટલે આ દેશમાં યંત્રથી ઉત્પન્ન થયેલ માલનો વપરાશ. એ સિદ્ધાંત સ્થિર થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org