________________
૨૬
પરદેશી વિજ્ઞાનના ભક્ત તેના ગુણ ગાવાનાજ. એ ગુણુગાવામાંજ પર દેશી માલ અને પરદેશી યંત્રવાદની અજબ જાહેરાત પડી છે. માલની જાહેરાત કરતાં પણ એ સીધી વધારે સજ્જડ આડકતરી જાહેરાત છે.
“હાલનું વિજ્ઞાન સુંદર છે, સરસ છે, ઉત્તમ છે, ઉપકારક છે.” આ ભાવના ના એ અર્થ થાય છે કે-તે ખીલવું જોઈએ. તે યારે વધે ? તેના જોર ઉપર ઉત્પન્ન થતા માલ વધુ પ્રમાણમાં ખપે. તેમાંથી નફા મળે, મૂડી વધે અને તે મૂડીવિજ્ઞાનની વધુ ખીલવટમાં રોકાય, તેાજ વિજ્ઞાન આગળ ખીલે તે ? એમને એમ તા ખીલી શકે નહીં. આ રીતે હાલના વિજ્ઞાનની જાહેરાત કરનારા પરદેશી સંસ્કૃતિ, માલ, અને કારીગિરીના ઉસ્તાદી પૂર્વક જાહેરાત કરનારા છે. આ દેશમાં આવા વ પેાતાને માટે ઉત્પન્ન કરી લેવાનું માન તા એ કુશળ પરદેશીઓનેજ આપવું જોઇએ. એવા માણસા જાહેર સભાઓમાં, છાપાઓમાં, મ્યુનિસીપાલીટીએમાં અને અનેક ઠેકાણે માન પામે, એ પણ એટલુંજ સ્વાભાવિક છે. આ ઉપરથી દેશનાયકા, સુધારકા, અને હાલનું વિજ્ઞાન, એટલે શું ? “મેઇડ ઈન ઈન્ડિયા’’ એટલે શું ? તે બરાબર વાચકેાના સમજવામાં આવ્યું હશે. એક ડાકટર થાય એટલે ત્યાંના દવાના કારખાનાને રાજના વાર્ષિક પાંચપંદરહારના વકરા, એક મ્યુનિસીપાલીટી એટલે નળ, ગટરા, ઇલેકટ્રીકના સામાનના લાખાને વકરા, પછી પગારા માનપાન આપવા કેમ ભારે પડે ?
તમારા પ્રશ્નના જવાબ એ છે કે-સુધારક ગણાતા વગેર –આ દેશની કારીગિરીને મેટા દગા દીધા છે. એ વ કાયમ પ્રજાની વસ્તુ સ્થિતિથી અજાણુ રહ્યો છે. અને છાપાંઓના વલણ ઉપર દેારાયે ગયા છે. કેમકે તેઓએ શિક્ષણ એવું લીધું છે, અને બહારના સંજોગા પશુ તેને તેવાજ આખે રાખવામાં આવેલા છે. દેશનાયક તરીકે ગણાતા વ પણુ વિદેશી કેળવણી પામેલેાજ વર્ગ છે. તેને દેશના જ્ઞાન-વિજ્ઞાન, સાચા અર્થ શાસ્ત્ર, સાચા સમાજ શાસ્ત્ર, સાચા ઇતિહાસ, સાચી ભૂંગાળનું જ્ઞાનજ મળ્યું નથી. એટલે એ બાજુજ તેઓને માટે તદ્દન અજાણી છે.
આજે પણ તે લેાકેામાંના બુદ્ધિમાન માસા જૈન–બૌદ્ધ અને વૈદિક સાહિત્યમાં પ્રવેશ કરે, તેના સંપૂર્ણ અભ્યાસ કરે, અને દેશમાં વારસા રૂપે પણ જે છુટુ છવાયું વેરાયેલું પડયું છે, તેનેાયે સંગ્રહ કરે. ઘણી મિલ્કત તેમાં રાકવામાં આવે, તા આધુનિક વિજ્ઞાન કરતાં લાખેાગણી મિલ્કત મેળવી શકે તેમ છે. પરંતુ આ તરફ કાઇનું ધ્યાન જાય તેમ નથી. જાય તેા તેને માટે પૈસા મળે તેમ નથી. કેમકે–રાજા મહારાજાઓની મૂડી પશુ પરદેશી યંત્રવાદ અને કારીગિરીના ઉપયાગમાં અને હાલના વિજ્ઞાનની ખીલવટમાં ગોઠવાઈ ગઈ છે. શિખવા-શીખવવાના સ્થાને પણ નથી. જે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org