________________
૨૧૬
અનેક હેય, તે કાંઈ વૈજ્ઞાનિક સિદ્ધાન્ત ગણાતા નથી. એલ્યુમેન્યુમને, કેલસાને, વીજળીને હજાર હજાર રીતે ઉપયોગઃ એતે કારીગરની કરામત છે. ધન સંપત્તિ અનુકુળ સાધનો થી કારીગરો જેવી ધારે તેવી કરામતો બનાવી શકે છે. એમાં વૈજ્ઞાનિક આવિષ્કાર શો? છાપાંમાં રોજ નવા નવા અખતરાઃ પ્રયોગ ચમત્કારિક વર્ણને વાંચવા છતાં અમારા દિલ ઉપર તેથી લેશ માત્ર પણ આશ્ચર્ય થતું નથી. પરંતુ એ જ વાતને જ્યારે જ્ઞાતિઓના વચમાં ભવ્ય સ્વરૂપે જોઈએ છીએ, ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે, અને તેવા મહાજ્ઞાનિઓ તરફ પૂજ્ય ભાવ પણ જરૂર થાય છે. કેટલાક લોકે જૈન ભૌગોલિક પદાર્થો: પ્રાણીઓના આયુષ્યો અને ઉંચાઈઓઃ ઉપરથી જૈન તત્વજ્ઞાનને ઉપહાસ કરે છે. પરંતુ તે ઉપહાસ કરનારા સમજુ લોકોની દૃષ્ટિમાં સવિશેષ ઉપહાસનીય છે, યા તો દયાપાત્ર છે.
કેમકે–વિશ્વરચના કેવા પ્રકારની છે ? પ્રાણુ જ સૃષ્ટિ કયારની છે ? વિશ્વરચનાના એક ભાગ રૂ૫ ભૂરચના કેવા પ્રકારની ભૂતકાળમાં હતી? હાલ કેવી છે? હાથી કરતાં દેઢા બમણું ગેંડાની જાતના પ્રાણીઓના હાડકાની શેધ ઉપરથી મોટામાં મોટું પ્રાણી કેવડું હોઈ શકે ? દક્ષિણ અમેરિકાથી માંડીને મધ્ય હિંદ સુધિના અર્ધ ચન્દ્રકારના સમુદ્રમાં દબાઈ ગયેલા દેશની શોધઃ વિગેરે ઉપરથી કઈ પણ બાબતમાં હાલનું વિજ્ઞાન કોઈ પણ ચેકસ ધારણ ઉપર જ નથી. જ્યાં સુધી તે કોઈ પણ ચોક્કસ ધોરણ ઉપર ન આવી શકે, ત્યાં સુધી શાસ્ત્રીય પદ્ધતિસર વર્ણવાયેલા જૈન શાસ્ત્રના વિંધાને કયા આધારથી કયા માપથી ખોટા ઠરાવવા? વિજ્ઞાન વિષે પ્રસિદ્ધ થતા જુદા જુદા લેખ વાંચતાં તે કેટલીક એટલી બધી વિચિત્ર વાત આવે છે કે શાસ્ત્રની વાત માનવાને કાંઈ પણ આનાકાની કરવાની રહેતી જ નથી. એક તારાનું અમુક વર્ષે તેજ અહીં આવે છે, એક તારો અમુક કરોડ વર્ષે અમુક પ્રમાણમાં આપઘાત કરતો જાય છે. એક પરમાણુ એક રજકણનો અમુક કરેડમે ભાગ છે. વિગેરે. '
સારાંશ કે–ત્યાં પણ કરોડ, અબજો અને સંખ્યાત-અસંખ્યાત તથા અનંતથી વાતો કરવી પડે છે.
હાલના વૈજ્ઞાનિક વિષે પણ ઉપર ચોટીયું સમજનારાઓને અહીંના શાસ્ત્રમાંના વિશાળતા પ્રતિપાદક ખરા વર્ણને વાંચીને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. પરંતુ જેને બન્નેયને અને બન્નેયની ખુબીયોનો ખ્યાલ હેય, તેઓને બેમાંથી એકેયમાં આશ્ચર્ય થાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org