________________
૨૧૫
આ દરેક વિષે એટલા બધા વિગતવાર શાસ્ત્રીય વર્ણને છે કે-જેમાં કાંઈ પણ બાકી રહેવા પામતું નથી.
પરમાણુઓ ભેગા કેમ થાય છે? છુટા કેમ પડે છે? એક પરમાણુમાં અનંત શક્તિઓ કેવી રીતે છે? તેનું વર્ણન ૨૮ વર્ગ વર્ગણાઓઃ ગ્રાહ્ય-અગ્રાહ્ય વર્ગણાઓઃ અચિત્ત માસ્કઃ પરિણામે તેની જુદી જુદી અનંત અસરોઃ ચેતન સાથેના સંબંધોથી પુગલો ઉપર થતા નવા નવા પરિણામે આ બધાનું શાસ્ત્રીય વર્ણન એટલું બધું વિસ્તાર પૂર્વક પદ્ધતિસરઃ સૂક્ષ્મ વિચારથી ભરેલું જૈનશાસ્ત્રોમાં છે કે-જે જગતુના કોઈ પણ ગ્રંથમાં નથી. કોઈ પણ વૈજ્ઞાનિક શોધી શકે તેમ નથી. તેમાં આજની ઈલેકટી, રેડીયમ, ટેલીવીઝમ, ફેનોગ્રાફ વિગેરેના તનો કયાંયને ક્યાંય સમાવેશ થઈ જાય છે. કોઈ બાબતમાં સંજ્ઞાભેદઃ નામભેદઃ વ્યાખ્યાલેદક ઉપગભેદઃ જણાય, તેટલા ઉપરથી તેની શાસ્ત્રીય વ્યવસ્થાને ક્ષતિ આવતી નથી. વખત જતાં હાલનું વિજ્ઞાન પણ એવા ઘણુ ભેદમાંથી પર થઈ ઘણું બાબતમાં એકમત થતું જાય છે.
પ્રાચીન ગ્રંથોમાં મોટા મોટા સિદ્ધાંત-વૈજ્ઞાનિક નિર્ણ, ઘણું જ ટૂંકાણમાં અને સૂત્રાત્મક રીતે લખેલા હોય છે. ત્યારે હાલના પુસ્તકોમાં એક સૂત્ર જેટલી વાતને માટે મેટું ચાલીશ પચ્ચાસ રૂપિયાનું વોલ્યુમ હોય છે. એવા સૂત્રાત્મક વાકયેના પણ જ્યાં સંખ્યાબંધ ફકરાઓથી વસ્તુઓનું વર્ણન કરેલું છે, તેમાં કેટલી બધી બાબતે સમાતી હશે ? જરૂરી નકશા જરૂરી ચિત્ર જરૂરી સમજનાં દૃષ્ટાંન્તઃ પણ તેમાં સંખ્યાબંધ હોય છે. વાંચ્યા વિના, વિચાર્યા વિના, તુલના કર્યા વિના, સમજ્યા વિના, “આવું કંઈ છે જ નહીં.” એવું બેલતા, માત્ર હાલના વિજ્ઞાન પર ફિદા થતા આ દેશના યુવાનોને જોઈને બહુ જ ગ્લાનિ થઈ આવે છે કે “અરે આ બિચારા પિતાના ઘરની વસ્તુ સમજ્યા વિના બીજી તુચ્છ વસ્તુ ઉપર કેવા મુગ્ધ બની ગયા છે ?” બાળક, જેમઃ માત્ર–ચળકતા રમકડા ઉપર રાજી રાજી થાય, અને ઊંચું નીચું થાય, તેમાં ઉમર લાયકને માત્ર હાસ્યવિનોદ શિવાય કંઈ પણું ન જણાય. અહીં તે હાસ્યવિનોદનો પણ અવકાશ નથી. કારણ કે પિતાના બંધુઓને બુદ્ધિભ્રંશ થવાથી તેઓ અવળે માર્ગે દોરાઈ જઈ પિતાનું હિત બગાડે છે, તેની ગ્લાનિ થાય છે.
ભારતના જેનઃ બૌદ્ધઃ વૈદિક તથા બીજા છુટક સાહિત્યમાં વર્ણ વાયેલ વિજ્ઞાનનો જ બરાબર ખ્યાલ કરી લે, તેને પછી આધુનિક વિજ્ઞાન તરફ જરા પણ આશ્ચર્ય રહેતું જ નથી. બાકી તે કારીગરોની કરામતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org