________________
૪૮
પ્રસ્તાવના
૨. ડૉ. વાઘેર શુબિંગ દ્વારા સંપાદિત અને લાદ. વિદ્યામંદિર-અમદાવાદ દ્વારા સન ૧૯૭૪માં પ્રકાશિત, આ પ્રકાશન, સન ૧૯૪૨માં પ્રકાશિત થયેલ જર્મન આવૃત્તિનું નાગરી લિપિમાં રૂપાંતરિત આવૃત્તિરૂપે છે અને ૩. ૫૦ મુનિશ્રી મનોહરમુનિજી મહારાજ “શાસ્ત્રી' “સાહિત્યરત્ન” દ્વારા સંપાદિત અને સુધર્માજ્ઞાનમંદિર-મુંબઈ તરફથી સન ૧૯૬૩માં પ્રકાશિત. આમાં પ્રથમ પ્રકાશન તો કેવળ તદ્યોગ્ય અભ્યાસીઓના ઉપયોગ માટે થયેલું જણાય છે, આથી તેમાં પ્રત્યંતરના પાઠભેદો કે વિશેષ માહિતી મળે તેવી સામગ્રી નથી, અર્થાત્ હસ્તલિખિત પ્રતિની તુલનામાં વિશેષ અનુકૂળ રહે તેવું આ પ્રકાશન છે. બીજું પ્રકાશન, જૈન-આગમ સૂત્રોના સંશોધનના વિષયમાં મર્મજ્ઞ સુખ્યાત વિદ્વાન ડૉ. વાઘેર શુદ્ધિગ દ્વારા સુસંપાદિત આવૃત્તિરૂપે છે, આમાં ઋષિભાષિતસૂત્રના પાઠભેદો આપ્યા છે અને સમગ્ર સૂત્ર ઉપર અંગ્રેજી (મૂળ જર્મન ભાષાના અનુવાદરૂ૫) તથા સંક્તમાં અર્થદર્શક નોંધ આપી છે. પંમનોહરમુનિજી દ્વારા સંપાદિત ત્રીજા પ્રકાશનમાં, કેવળ પૂર્વ પ્રકાશિત આવૃત્તિઓનું અનુસરણ ન કરતાં, સ્વતંત્રરૂપે સિમણિયારુંસૂત્રની પ્રાચીન હસ્તલિખિત પ્રતિ મેળવીને સમગ્ર ગ્રંથનું આગવી પદ્ધતિએ અતિ શ્રમ લઈને સંપાદન કર્યું છે. આ આવૃત્તિમાં મૂળપાઠ, હિંદી અનુવાદ, ગુજરાતી અનુવાદ, સંસ્કૃત ટીકા અને કોઈક સ્થળે ટીકાનો પણ અનુવાદ આપ્યો છે. આ ઉપરાંત ગ્રંથના પ્રારંભમાં “સિમાલિયાદુંવ્ત્રપરિત્રય” આપ્યો છે. આમાં ૫૦ મનહરમુનિજીએ અન્યાન્ય જૈન-અજૈન ગ્રંથોનાં અવતરણો આપીને ઉપયોગી અને માહિતીસભર સામગ્રી આપી છે.
પ્રસ્તુત પ્રકીર્ણકના સંપાદનમાં મને ડૉ. વાઘેર શુબિંગની આવૃત્તિ વિશેષ સહાયરૂપ થઈ છે. આમ છતાં મારા અને ચિકિત્સક વિદ્વાનોના માનનીય વિદ્યાપુરષ ડૉ. વાઘેર શુબિંગની વાચનાથી ભિન્ન પાઠ, મારી વાચનામાં મારી સમજ પ્રમાણે અને સાધાર, કોઈક સ્થળે મૂલવાચનામાં બદલ્યો છે. એમાંય કોઈક પાઠ તો કેવળ વર્ણવિકલ્પનો હશે, જે મેં ઉપયોગમાં લીધેલી પ્રતિને અનુસરીને સ્વીકાર્યો છે. જ્યાં ટિપણુમાં શુ સંજ્ઞક પ્રતિનો પાઠ હોય ત્યાં મૂલમાં મેં સ્વીકારેલ પાઠ છે, આ વસ્તુ અભ્યાસીઓ સહજભાવે જાણી શકશે. અહીં ઉદાહરણ પૂરતું એક સ્થાન નોંધું છું—બીજા વઝિયપુર અધ્યયનની ચોથી ગાથાના ત્રીજા ચરણમાં મેં વીજુ રંગુનનાગ્નિ (પૃ. ૧૮૨) પાઠને મૌલિક માન્યો છે, જ્યારે ડો. શુબિંગની આવૃત્તિમાં વીણ સંયુક્સમાગ્નિ પાઠને મૂળમાં સ્વીકાર્યો છે. અલબત, આ બન્ને પાઠ જુદી જુદી હસ્તલિખિત પ્રતિઓમાં મળે છે. અહીં “બીજને જે સારી રીતે યોર્યું હોય અર્થાત કોઈ પણ આપત્તિ ન આવે તે સર્વ પ્રકારથી (આમાં બીજરક્ષા–વૃદ્ધિનાં સર્વ નિમિત્તોમાં સિંચન પણ સમાવિષ્ટ હોય જ) બીજને રોપ્યું હોય તો તે બીજમાંથી અંકુરની ઉત્પત્તિ થાય છે.” આ આશયથી મેં પ્રાચીન પ્રતિઓના આધારે સંgઝમાળfષ્ણ પાઠને મૂલમાં સ્વીકાર્યો છે,
જ્યારે વુિ શમાાશ્મિ પાઠ પ્રમાણે “બીજને સારી રીતે સિંચવામાં આવે તો તેમાંથી અંકરની ઉત્પત્તિ થાય છે” આવો અર્થ થાય. અહીં “બીજને સિંચવામાં આવે, પણ બીજ જે સુગુપ્ત ન હોય તો તેને પક્ષી પણ લઈ જાય તથા અન્ય તદ્યોગ વ્યાઘાતનો સંભવ રહે. જે બીજને, તેનું સારી રીતે રક્ષણ થાય તે રીતે વાવ્યું હોય તો તેમાંથી અંકુરની ઉત્પત્તિ અચૂક થવાની જ. સુરક્ષણમાં જલસિંચન વગેરે બીજપોષક બાબતોનો સમાવેશ હોય જ.” આ અર્થને અનુસરીને મેં રંગુનનાળગ્નિ પાઠ સ્વીકાર્યો છે. પં. શ્રી મનોહરમુનિજીની આવૃત્તિમાં અહીં ડૉ. શુદ્ધિગની વાચના પ્રમાણે પાઠ છે. આમ છતાં પંશ્રી મનોહરમુનિજીએ ઉપયોગમાં લીધેલી ત્રણ હસ્તલિખિત પ્રતિઓમાંની બે પ્રતિઓના પ્રથમ પત્રની તેમણે પ્રતિકૃતિ છાપી છે તેમાંની એક પ્રતિમાં રંગુનનાશ્મિ પાઠ છે, જુઓ તેમની આવૃત્તિમાં અનુમાનથી સં. ૧૪૧૩ વાળી પ્રતિકૃતિના પત્રની ઉપરથી દસમી પંક્તિનો મધ્યભાગ.
જ્યારે અનુમાનથી સં. ૧૩૪૫ વાળી પ્રતિની પ્રતિકૃતિમાં ત્રીજુ જૂનુનાગ્નિ પાઠ છે. આ પાઠમાં “સ” ના બદલે લિપિદોષથી લખાયેલો “સૂવર્ણ ખોટો છે, અર્થાત અહીં ગુનાગ્નિ પાઠ તો છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org