________________
પ્રસ્તાવના
જણાવેલ સમવાયાંગસૂત્રની અભયદેવીયાવૃત્તિનો જે પાઠ છે તેના પછી વધારાનો પાઠ આ પ્રમાણે આપ્યો છે—“જયારે પ્રત્યે પુચ અવસ્થા યાશ્ચિત્ તેયાતવર વરવારિાતોsઘધ્યયનનાં વિવક્ષયા નતયાડત્ર -નન્સીસૂત્ર ૪૪ | અહીં સ્થળ નિર્દેશમાં “નીસૂત્ર ૪૪ જણાવ્યાથી ૫૦ શ્રી મનોહરમુનિએ આધારરૂપે આપેલ આ ટીકાપાઠ નંદિસૂત્રટીકાનો હોય એવી બ્રાતિ સહજભાવે થાય છે. જ્યારે પં. શ્રી મનોહરમુનિજી સમવાયાંગસૂત્રનાં ૪૫ અધ્યયનોની સંખ્યાસંગતિ માટે ટીકાપાઠનું અવતરણ આપે ત્યારે તેઓશ્રોને અભીષ્ટ ટીકાપાઠ, તે સમવાયાંગસૂત્રની ટીકાનો હોવો જોઈએ, એમ વાચક સમજે તે સ્વાભાવિક છે. અસ્તુ અહીં મારે એટલું જ જણાવવું છે કે, સમવાયાંગસૂત્રની વૃત્તિ-ટીકામાં પ્રસ્તુત સૂત્રની વ્યાખ્યારૂપે જે પ્રામાણિક પાઠ છે તે, મેં અભયદેવીયા વૃત્તિનો પાઠ આપ્યો છે તે અને તેટલો જ છે. “કદાચ આગમોદયસમિતિ દ્વારા પ્રકાશિત સમવાયાંગસૂત્રની મુદ્રિત વૃત્તિમાં, પં. શ્રી મનોહરમુનિજીએ જણાવેલ પાઠ રહી ગયો હોય” આ આશંકાથી મેં સમવાયાંગસૂત્રની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં જોયું. મેં જોયેલી સમગ્ર પ્રાચીન પ્રતિઓમાં પણ મેં જણાવેલ પાઠથી અતિરિક્ત એક પણ શબ્દ નથી. અર્થાત ૫૦ શ્રી મનહરમુનિઓએ જણાવેલ વધારાનો ટીકાપાઠ સમવાયાંગસૂત્રની ટીકાનો નથી, એ એક હકીકત છે. હવે પં. શ્રી મનોહરમુનિજીએ આપેલ સૂચિત ટીકાપાઠના સ્થળનિર્દેશમાં “વીસૂત્ર ૪૪” જણાવેલ છે તે મુજબ મેં નંદીસૂત્રની ચૂર્ણિ, હરિભકીયા વૃત્તિ તથા મલયગિરીયા વૃત્તિ પણ જોઈ નંદીસૂત્રના આ ત્રણેય વ્યાખ્યાગ્રંથોમાં મૂલવાચનાના સિમાલિયાણું પાઠની વ્યાખ્યા જ કરી નથી. અહીં તાત્પર્ય એ છે કે, પંશ્રી મનોહરમુનિએ “સમવાયાંગસૂત્રના સંકલન સમયે પણ રૂરિમાણિયારુંસૂત્રનાં ૪૫ અધ્યયન હોવાં જોઈએ” એવું જે વિધાન ટીકાપાઠના આધારે કર્યું છે, આવો કોઈ ટીકાપાઠ મને મળ્યો નથી, આથી તેઓશ્રીનું વિધાન કેટલું સંગત છે? તે એક વિચારણીય પ્રશ્ન રહી જાય છે.
સિમાવિયાડ્યું સૂત્રની જે કોઈ પ્રાચીન–પ્રાચીનતમ હસ્તલિખિત પ્રતિઓ વિદ્યમાન છે તેમાં અધ્યયનોની સંખ્યા ૪૫ જ છે. આમાં વીસમા અધ્યયનના પ્રરૂપક ઋષિના નામનો ઉલ્લેખ નથી, અર્થાત ઋષિભાષિતસૂત્રનાં અધ્યયનોના પ્રરૂપક ઋષિઓનાં નામની સંખ્યા ૪જ મળે છે. આ વસ્તુ, સમવાયાંગસૂત્રના પાઠની સંગતિ માટે સૂચક ગણવી જોઈએ, એમ મારું અનુમાન છે.
સ્થાનાંગસૂત્રના દસમા સ્થાનમાં, જે શાસ્ત્રોમાં દસ અધિકાર-અધ્યયન વર્ણવેલ છે તેવાં દસ શાસ્ત્રોનાં નામ જણાવ્યાં છે. આમાંના છઠ્ઠા પટ્ટાવાળાયો– પ્રશ્નવ્યાકરણદશાસૂત્રનાં દસ અધ્યયનનાં નામ છે તેમાં ત્રીજું અધ્યયન વિમાસિયારું છે. સ્થાનાંગસૂત્રમાં જણાવેલ પ્રશ્નવ્યાકરણદશાસૂત્ર પ્રાચીન સમયથી નષ્ટ છે. વર્તમાનમાં જે પ્રશ્નવ્યાકરણદશાસૂત્ર મળે છે અને જેના ઉપર આચાર્ય અભ્યદેવસૂરિજીએ વિક્રમના બારમા શતકમાં વૃત્તિ રચી છે, તે સ્થાનાંગસૂત્રમાં નિદિષ્ટ પ્રશ્નવ્યાકરણદશાસૂત્રથી તેમજ નંદિસૂત્રમાં જેનો પરિચય આપ્યો છે તે પ્રશ્નવ્યાકરણદશાસૂત્રથી ભિન્ન છે. “સ્થાનાંગસૂત્રમાં નિર્દિષ્ટ પ્રશ્નવ્યાકરણુસૂત્રનું ત્રીજું સિમાસિયારું અધ્યયન, પ્રસ્તુત સિમાચિયારું સૂત્રથી અભિન્ન હશે કે ભિન્ન ?” આનો નિશ્ચિત નિર્ણય થવો મુશ્કેલ છે.
ઉપર જણાવેલી માહિતી ઉપરથી એટલું તો ફલિત થાય જ છે કે વિમાસિયારું સૂત્ર પ્રાચીન છે.
ચાર પ્રકારના અનુયોગો પૈકીના ધર્માનુયોગમાં પ્રસ્તુત ઋષિભાષિતસૂત્રની ગણના છે, જુઓ નિશીથસૂત્રચૂણિ વિભાગ ૪, પૃ. ૨૫૩.
રિમણિયા સૂત્રની મુદ્રિત આવૃત્તિઓ–આ સૂત્રના અમારા પ્રકાશન પૂર્વે આ સૂત્રની ત્રણ આવૃત્તિઓ પ્રકાશિત થયેલી છે–૧. ઋષભદેવજી કેશરીમલજી-રતલામ દ્વારા પ્રકાશિત,
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org