SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના - ૪૯ પં. શ્રી મનોહરમુનિજીએ ઉપયોગમાં લીધેલી ત્રીજી પ્રતિમાં વીણ સંક્ષનાગAિ પાઠ છે, અહીં પણ લિપિદોષથી મૂલના “ઝના બદલે “જ્જ થયેલો છે. ટૂંકમાં મેં સ્વીકારેલ રંગુન્નાગનિ પાઠ મારી જોયેલી ચારેય પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં છે–એમ કહી શકાય, અર્થાત ડૉ૦ શુબિંગ અને તદનુસાર પં. શ્રી મનોહરમુનિજીએ સ્વીકારેલ સંયુક્સમામિ પાઠ મને મળ્યો નથી. અહીં પં. શ્રી મનોહરમુનિજીએ જે બે પ્રતિઓના પ્રથમ પત્રની પ્રતિકૃતિની નીચે સંવતનો અંક જણાવ્યો છે તે નિરાધાર કલ્પનામાત્ર છે. સંવતના શતક કે અર્ધશતકના અનુમાનથી ઉપરવટ જઈને સંવતના અંકનું, નિશ્ચયાત્મક અનુમાન કરવું તે બરાબર નથી. એમાંય તેમણે જે પ્રતિને અનુમાનથી ૧૩૪૫ વાળી જણાવી છે તે કોઈ રીતે સંભવિત નથી. આ પ્રતિ વિક્રમના પંદરમા શતકની પહેલાં લખાયેલી ન જ હોય, તે તેની લિપિ વગેરેના આધારે સ્પષ્ટ છે. અમારા પ્રસ્તુત પ્રકાશનમાં, પંદરમાં મધુરાવળજ્ઞ અધ્યયનની ચોવીસમી ગાથા (પૃ. ૨૦૩)ના ઉત્તરાર્ધમાં નિજારો ક સ ષ સqત્તિ વિગતિ પાઠ છે. આ પાઠ સમગ્ર હસ્તલિખિત પ્રતિઓનો છે. તદનુસાર ડૉ. બિંગની આવૃત્તિમાં પણ પાઠ તો આ જ છે, પણ મારું માનવું છે કે અહીં ડૉ. શુબિંગનું અર્થસંગતિ ઘટાવવામાં અનવધાન થયું છે. ડૉ. શબ્રિગે અહીં કિનારો કરે gg પાઠ સ્વીકારીને કારં શબ્દનો અર્થ “કવર–ખારવાળી—ખેતી માટે અયોગ્ય ભૂમિ” કર્યો છે તથા ચોથા ચરણમાં આવેલ વધ્વત્તિનો અર્થ સર૩રવર્તિ–“સરોવરની ઉત્પત્તિ કર્યો છે. અહીં ડૉ. શુબ્રિગે માનેલી અર્થસંગતિ બરાબર નથી. વાસ્તવમાં અહીં ૩ સંસ્કૃત તુના અર્થમાં છે. પ્રાત ગ્રંથોમાં અનેક સ્થળે હસ્વ સ્વરનું દીર્ધત્વ આવે છે, અને તેની સિદ્ધિ માટે પ્રાચીન ચૂણિમાં પરંપરાપ્રાપ્ત એક ગાથા? પણ મળે છે. આના આધારે પુકારનો કેકાર થયેલો છે. આ ઉત્તરાર્ધનો મૃ સારે કાચ ત્વત્તિ વિષયતિ–સિંહને જે બાણ વાગે તો સિંહ, તે બાણું ક્યાંથી આવ્યું તે શોધે છે, અર્થાત્ પ્રહાર કરનાર બાણની ઉપેક્ષા કરીને બાણ મારનારને શોધે છે.” આ અર્થ જ સંગત છે. આ સ્થાનમાં ૫૦ શ્રી મનોહરમુનિજીની આવૃત્તિમાં મૌલિક પાઠ છે. આ ઉપરાંત ડૉ. શુબિંગની આવૃત્તિથી ભિન્ન પાઠ અમારા પ્રકાશનમાં છે. ત્યાં કોઈક સ્થાનમાં મેં ટિપ્પણી લખીને સ્પષ્ટતા પણ કરી છે, ઉદાહરણ તરીકે જુઓ પૃ૦ ૨૧૫, ટિવ ૮મી તથા ત્યાં મૂલવાચનાનો પાઠ. અહીં મેં ઉપયોગમાં લીધેલી એક હસ્તલિખિત પ્રતિના આધારે, તુ શુબિંગની વાચનાથી ભિન્ન જે પાઠને મૂલવાચનામાં સ્વીકાર્યા છે, તેવા જ પાઠ પં. શ્રી મનોહરમુનિજીએ ઉપયોગમાં લીધેલી કોઈક અપવાદ સિવાય ત્રણેય પાટણના જ્ઞાનભંડારની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓમાં છે. આમ છતાં ૫૦ શ્રી મનહરમુનિજીએ, ડૉ. શુબિંગનું અનુકરણ કરીને, તેમણે આધારરૂપ માનેલી હસ્તલિખિત પ્રતિઓના પાઠની ઉપેક્ષા કરી છે. આવાં ૧૮ સ્થાનની નોંધર આપું છું— ૧. પૃ. ૨૧૫ પાંચમી ગાથામાં અમારી વાચનાના સિગવાયતમારે પાઠના સ્થાનમાં સૂચિત १. नीया लोवमभूया य आणिया दीह बिंदु दुब्भावा । अत्थं गति तं चिय जो तेसिं पुत्वमेवासी ॥ (બૃહત્કલ્પચૂર્ણ –અપ્રકાશિત-- પ્રારંભગત સંદર્ભમાં) ૨. ઋષિભાષિતસૂત્રની મુલવાચનાના સંબંધમાં અહીં વિશેષ નોંધ લખવી ન હતી, પણ યોગાનુ ચોગ મારે તા. ૭-૧૨-૧૯૮૩ ના રોજ પાટણ જવાનું થયું, આથી ત્યાં બે દિવસ વધુ રોકાઈને પાટણના ભંડારની પ્રતિઓ જોઈ. તેથી આ વિશેષ નોંધ લખી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy