________________
પ્રસ્તાવના
વીસમા અધ્યયનમાં પાંચ પ્રકારની અસત્ પ્રરૂપણા તથા નાસ્તિવાદ અને તેનું નિરાકરણ જણાવેલ છે.
એકવીસમા અધ્યયનમાં અજ્ઞાનથી હાનિ, જ્ઞાનથી લાભ, અજ્ઞાનના દોષ અને જ્ઞાનનું માહાત્મ જણાવેલ છે.
બાવીસમા અધ્યયનમાં બુદ્ધનું સ્વરૂપ, ધર્મને વિષયમાં પુરુષપ્રાધાન્ય અને સ્ત્રીલાઘવ તથા અધ્યાત્મના ઉપદેશપૂર્વક ધ્યાનનું વિધાન કર્યું છે.
તેવીસમા અધ્યયનમાં મરણના બે ભેદ જણાવીને સુમરણનું નિરૂપણ છે.
ચોવીસમા અધ્યયનમાં ક્ષણિક સુખને ત્યાગ, શાશ્વત સુખપ્રાપ્તિને ઉપદેશ, ધર્મનું માહાસ્ય, સંસારનિર્વેદ, કર્મનું સ્વરૂપ, પાપકર્મનું ફળ અને મોક્ષપ્રાપ્તિનો માર્ગ જણાવેલ છે.
પચીસમા અધ્યયનમાં પાપકર્મના સેવનથી દોષ અને તેના ત્યાગથી ગુણ જણાવેલ છે.
છવ્વીસમા અધ્યયનમાં “બ્રાહ્મણ-શબ્દની વિશિષ્ટ વ્યાખ્યા તથા ફળના નિર્દેશપૂર્વક આધ્યાત્મિક ખેતીનું નિરૂપણ છે.
સત્તાવીસમા અધ્યયનમાં બનેહત્યાગ, ધ્યાન અને અધ્યયન, આ સાધુચર્ચા છે એમ જણાવીને અસાધુનાં આચરણ તથા આત્માર્થની સાધના જણાવેલ છે.
અઠ્ઠાવીસમા અધ્યયનમાં કામભોગના ત્યાગનું અને આત્મશુદ્ધિનું નિરૂપણ છે. ઓગણત્રીસમા અધ્યયનમાં ઈદ્રિયદમનનું અને જિતેંદ્રિયનું માહાસ્ય જણાવેલ છે.
ત્રીસમા અધ્યયનમાં “શુભાશુભ કર્મોના ઉદયપ્રસંગે સાધકે તે કર્મો એવી રીતે વેદવાં જેથી કર્મરહિત થવાય” આ હકીક્તનું નિરૂપણ છે.
એકત્રીસમા અધ્યયનમાં લોક અને ગતિના સંબંધમાં પ્રશ્નોત્તરો, જીવ અને પુદ્ગલનું સ્વરૂપ આદિ, અપુનર્ભવનું સ્વરૂપ વગેરે જણાવેલ છે. એકત્રીસમા અધ્યયનને વાચનાંતરના પાઠમાં પણ છવ, ગતિ, પુદ્ગલ અને અપુનર્ભવ વગેરેનું નિરૂપણ છે.
બત્રીસમા અધ્યયનમાં આધ્યાત્મિક કૃષિ–ખેતીનું નિરૂપણ છે.
તેત્રીસમા અધ્યયનમાં બાલ અને પંડિતની ઓળખ, દુર્ભાષિતના દોષ, સુભાષિતના ગુણ, બાલસંસર્ગનો નિષેધ, પંડિતસંસર્ગકરણ, સદ્ધર્મમાહામ્ય, દુર્મિત્રના દોષ, સુમિત્રના ગુણ તથા સત્સંગ સંબંધી નિરૂપણ છે.
ચોત્રીસમા અધ્યયનમાં પરીસહ-ઉપસર્ગસહનનું તથા પંડિતના કર્તવ્યનું નિરૂપણ આદિ છે.
પાંત્રીસમા અધ્યયનમાં કર્મબંધના હેતુભૂત ચાર કષાયના ત્યાગને જણાવીને આત્માર્થસાધનાનું નિરૂપણ છે.
છત્રીસમા અધ્યયનમાં ક્રોધત્યાગનું નિરૂપણ છે. સાડત્રીસમા અધ્યયનમાં રાત્રી ભોજનના ત્યાગરૂપ ઋષિચર્યા જણાવી છે.
અડત્રીસમા અધ્યયનમાં સુખાનુબંધિ સુખનું પ્રાધાન્ય જણાવીને જ્ઞાનિપુરુષોનો વિવિધ ઉપદેશ નિરૂપેલ છે.
ઓગણચાલીસમા અધ્યયનમાં પાપકર્મત્યાગની પ્રરૂપણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org