________________
રાવતા
સ્વાતિપુત્ર–બુદ્ધ, ૩૯. સંજ્ય, ૪૦. દૈપાયન, ૪૧. ઇદ્રનાગ, ૪૨. સોમ, ૪૩. યમ, ૪૪. વરુણ અને ૪૫. વૈશ્રવણ. આ પિસ્તાલીસ ઋષિઓને “અહંત ઋષિ મુક્ત–મોક્ષપ્રાપ્ત' કહ્યા છે.
આ પ્રકીર્ણકનાં પિસ્તાલીસ અધ્યયનમાં જે નિરૂપણ છે તે ટૂંકમાં આ પ્રમાણે છે–
પ્રથમ અધ્યયનમાં અહિંસા, સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્ય--અપરિગ્રહને લગતું જે કંઈ હોય તે જ શ્રોતવ્ય છે અને તે જ શૌચ છે, તથા અહિંસાદિની આચરણાથી સર્વ દુઃખોથી મુક્તિ મળે છે વગેરે વગેરે જણાવેલ છે.
બીજા અધ્યયનમાં, સર્વ દુઃખોનું મૂળ કર્મો છે–તે જણાવીને મોંના ક્ષયનું અને કર્મક્ષયના ફળનું નિરૂપણ છે.
ત્રીજા અધ્યયનમાં કામ, સંગ, સ્નેહ, ક્રોધ, માન, માયા, લોભ વગેરેના ત્યાગનું નિરૂપણ છે.
ચોથા અધ્યયનમાં પાપકર્મના ત્યાગનું, ધર્માભિમુખ આચરણનું અને અનુકૂળ-પ્રતિકૂલ સંયોગોમાં માધ્યસ્થભાવ આદિનું નિરૂપણ છે.
પાંચમા અધ્યયનમાં માનત્યાગ અને અહિંસા આદિનો ઉપદેશ છે. છા અધ્યયનમાં સ્વદાચરણનિષેધ વગેરેનું નિરૂપણ છે. સાતમા અધ્યયનમાં સમભાવથી દુઃખ સહન કરવા આદિનો ઉપદેશ છે. આઠમાં અધ્યયનમાં બાહ્ય અને આત્યંતર પરિગ્રહના ત્યાગનો ઉપદેશ છે.
નવમા અધ્યયનમાં કર્મોના કારણે દુઃખાનુભવ, કર્મનાશથી સુખાનુભવ, સંવર, નિર્જરા, કર્મબંધનાં કારણ, કર્મોનું સ્વરૂપ, આદિનું પ્રરૂપણ છે.
દસમા અધ્યયનમાં સર્વત્યાગના મહિમાને જણાવતું તેતલિપુત્રનું કથાનક છે. અગિયારમા અધ્યયનમાં કુગુરુ-ગુરુનું સ્વરૂપ તથા સદ્ગુરુના માહાસ્ય આદિનું નિરૂપણ છે. બારમા અધ્યયનમાં લોકેષણના સ્વરૂપનું તથા ગોચરચર્યાના આચારનું નિરૂપણ છે.
તેરમા અધ્યયનમાં પરપીડાને નિષેધ જણાવીને લાભ તથા અલાભના પ્રસંગે ઉદાસીનતા રાખવાના સંબંધમાં નિરૂપણ છે.
ચૌદમાં અધ્યયનમાં આ લોક અને પરલોકની આશંસાના નિષેધનો ઉપદેશ છે.
પિંદરમા અધ્યયનમાં દુઃખોદીરણા, દુઃખવિપાક અને દુઃખના મૂળરૂપ પાપકર્મના ત્યાગ સંબંધી વિસ્તારથી નિરૂપણ છે.
સોળમા અધ્યયનમાં ઉત્તમપુરુષનાં લક્ષણોનું, મનોજ્ઞ અને અમનેશ શબ્દાદિ વિષયો પ્રત્યે રાગ-દ્વેષના નિષેધનું અને ઈદ્રિયદમનનું નિરૂપણ છે.
સત્તરમા અધ્યયનમાં “જે વિદ્યાથી સર્વદુઃખોનો નાશ થાય તે મહાવિદ્યા છે એમ જણાવીને કર્મયના ઉપાય, કર્મક્ષય કરનારનું સ્વરૂપ, સાવઘયોગનો ત્યાગ અને નિરવઘયોગની આચરણું જણાવેલ છે.
અઢારમા અધ્યયનમાં પાપયુક્તને સંસારની અને પાપરહિતને મોક્ષની પ્રાપ્તિ જણાવેલ છે. ઓગણીસમા અધ્યયનમાં અનાર્યકર્મને ત્યાગ અને આર્યકર્મની આચરણ જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org