SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના અને ૨૨. અષાઢભૂતિઆચાર્ય. આ ૨૨ દષ્ટાંતો પ્રાયઃ ઉત્તરાધ્યયનસૂત્રની નેમિચંદ્રીય ટીકામાં છે. માત્ર ૫૦૪થી ૫૦૬માં પરીસહ સહન કરવા માટે ઉપદેશ છે. ગાત્ર ૫૦૭થી ૫૨૪માં ધર્મપાલન કરનાર તિર્યંચોનાં ઉદાહરણે આ પ્રમાણે છે–૧. મત્સ્ય, ૨. વાનરયૂથપતિ, ૩. સિંહ-શ્યન–હસ્તિ, ૪. ગંધહસ્તિ, ૫. સર્પયુગલ અને ૬. ભદ્રકમહિષ. ગાડ પર ૫ થી ૫૫૦માં પાદપોપગમનમરણનું સ્વરૂપ છે. ગાત્ર ૫૫૧-૫રમાં વસતિસ્થિત મુનિને આરાધનાપ્રસંગે અનુકૂળતા દર્શાવી છે. ગારા પપ૩થી ૫૬૯માં ઉપસર્ગ અને મહાભઢ્યના પ્રસંગમાં અનુચિંતનનું નિરૂપણ છે. ગાઢ પ૭૦ થી ૬૪૦માં બાર ભાવનાનું વિસ્તારથી નિરૂપણ છે. ગાઢ ૬૪૧ થી ૬૫૯માં નિર્વેદજનક ઉપદેશપૂર્વક પંડિત મરણનું નિરૂપણ છે. ગા૦ ૬૬૦–૬૧ માં ધર્મધ્યાન અને શુકલધ્યાનનું માહાસ્ય જણાવ્યું છે. ૬. આકરાચવાળ []–અમારા પ્રસ્તુત વરૂovયકુત્તારું ગ્રંથમાં “આતુરપ્રત્યાખ્યાનપ્રકીર્ણક નામવાળાં ત્રણ પ્રકીર્ણસૂત્રો છે. તેમાંનું પહેલું પ્રસ્તુત છઠ્ઠા ક્રમાંકમાં આવેલું છે, બીજું તેરમા ક્રમાંકમાં (પૃ. ૩૦૫) આવેલું છે અને ત્રીજું સોળમાં ક્રમાંકમાં (પૃ. ૩૨૯) આવેલું છે. આમાંના ત્રીજા આતુરપ્રત્યાખ્યાનપ્રકીર્ણકના કર્તા શ્રી વીરભદ્રાચાર્ય છે, તેથી તેને સ્વતંત્રરીતે ઓળખી શકાય છે. આ કારણથી આ ત્રીજા પ્રકીર્ણસૂત્રની ઓળખ માટે “[૩]” આવો અંક આપ્યો નથી. આ ત્રીજા આતુરપ્રત્યાખ્યાન પ્રકીર્ણકના કર્તા વિક્રમના અગિયારમા શતકમાં થયેલા છે–આ હકીકત, આ પ્રસ્તાવનાના પહેલાં જે પૂજ્યપાદ આગમપ્રભાકરજીનું વક્તવ્ય આપ્યું છે તેમાં જણાવી છે. શેષ છઠ્ઠા અને તેમાં ક્રમાંકમાં આવેલ આતુરપ્રત્યાખ્યાનપ્રકીર્ણક પૈકીનું કોઈ એક, નંદિસૂત્ર અને પાકિસૂત્રમાં નિર્દિષ્ટ આતુરપ્રત્યાખ્યાન છે કે કેમ તેનો નિર્ણય કરવા માટે હું બહુશ્રુત પુરુષોને વિનંતિ કરું છું. નંદિસૂત્રની ચૂર્ણિ અને હરિભદ્દીયાવૃત્તિમાં તથા પાક્ષિક સૂત્રવૃત્તિમાં આ પ્રકીર્ણકનો પરિચય આ પ્રમાણે આપ્યો છે—“જેનો વ્યાધિ અસાધ્ય છે તેવા ગ્લાન–બિમારને ગીતાર્થ પુરો પ્રતિદિન ખાદ્ય દ્રવ્યો ઘટાડીને પ્રત્યાખ્યાન કરાવે, છેવટે બિમાર મુનિ આહારના વિષયમાં વૈરાગ્ય પામીને અનાસક્ત થાય ત્યારે તેને ભવચરિમપ્રત્યાખ્યાન કરાવે છે. આ નિરૂપણ જે અધ્યયનમાં છે તે આતુરપ્રત્યાખ્યાન છે.” આ પ્રકીર્ણકની રચના પદ્ય-ગદ્યાત્મક છે. આમા ગા. ૧થી ૫માં અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરીને પાપત્યાગની પ્રતિજ્ઞા છે. ગા૦ ૬ થી ૯માં અરિહંતાદિ સર્વ જીવો પ્રત્યે ક્ષમાપના આદિ છે. દસમા સૂત્રમાં અઢાર પાપસ્થાનકના ત્યાગની પ્રતિજ્ઞા છે. સૂત્ર ૧૧-૧૨માં શરીરાદિના મમત્વત્યાગની પ્રતિજ્ઞા છે. ગાય ૧૩ થી ૨૭માં સાગાર નિરાગાર પ્રત્યાખ્યાન જણાવીને સર્વ જીવોની પ્રત્યે ક્ષમાપના નિરૂપી છે. છેવટે ગા. ૨૮ થી ૩૦માં આત્મશિક્ષા છે. ૭. માપવાઇrgzuથં–મહાપ્રત્યાખ્યાનપ્રકીર્ણકમાં ભવચરિમપ્રત્યાખ્યાનસંબંધમાં વિવિધ પ્રરૂપણ છે. નંદિસૂત્ર તથા પાકિસૂત્રમાં મુદ્દાચવવાનો ઉલ્લેખ છે. નંદિસૂત્રની ચૂણિ અને હરિભદ્રીયવૃત્તિમાં તથા પાક્ષિકસૂત્રવૃત્તિમાં આ પ્રકીર્ણકનો પરિચય આ પ્રમાણે આપ્યો છે– “મહાપ્રયાલ્યાનમ, મચ તત્ પ્રત્યાઘાન થેતિ ન સ gfથ માવાયો—(અહીં સુધીનો પાઠ १. “आउरो-गिलाणो, तं किरियातीतं णातुं गीयत्था पच्चक्खाति, दिणे दिणे दव्वहासं करेंता अंते य सव्वदव्वदातणताए भत्ते वेरग्गं जणेता भत्ते नित्तण्हस्स भवचरिमपञ्चक्खाणं कारेंति, एतं जत्थऽ. ज्झयणे सवित्थरं वणिजइ तमज्झयणं आउरपच्चक्खाणं।" ૨. ભવચરિમપ્રત્યાખ્યાન એટલે જીવનપર્યત આહાર-પાનનો ત્યાગ કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy