________________
Ye
પ્રજાવતા
અહીં સમગ્ર પ્રકીર્ણનો સાર લખવાથી બહુ વિસ્તાર થઈ જાય અને મેં પૂર્વે જણાવેલ કારણથી ભારે પ્રસ્તાવનાની મર્યાદા કરવી પડી છે, આથી આ પ્રકીર્ણકમાં અનેક પ્રકારે આત્મકલ્યાણ. કારક સામગ્રી ભરી પડી છે તેના સંક્ષિપ્તર ઉદાહરણરૂપ ઉપર જણાવ્યું છે. હવે પછી પ્રસ્તુત પ્રકીર્ણકના સંક્ષિપ્ત સારરૂપ હકીકત જણાવીને મારે સંતોષ માનવો પડ્યો છે.
ગા. ૫૩ થી ૫૮માં જ્ઞાન, દર્શન અને ચારિત્રનું માહાત્મ છે. ગા૦ ૫૯થી ૬૭માં દુઃખકર -અશુભ ભાવનાના પાંચ પ્રકાર અને તેનો ત્યાગ કરીને શુભભાવનાની આદયતા જણાવી છે. ગા) ૬૮-૬૯માં સમાધિપ્રાપ્તિનું નિરૂપણ છે. ગાઢ ૭૦ થી ૭૭ માં બાલ (અજ્ઞાની) મરણનું નિરૂપણ છે. ગા૦ ૭૮ થી ૧૨૪માં આલોચના, આત્મશલ્યત્યાગ વગેરેનું વિસ્તારથી નિરૂપણ છે. અહીં મૃત્યુ સમયે આત્મોપકારક ૧૪ અને ૬ સ્થાન, આચાર્ય ભગવંતના ગુણો, આલોચનાવિધિ, શલ્યના ભેદ અને વિસ્તારથી આલોચનાની પ્રરૂપણું વગેરે જણાવેલ છે. ગા૦ ૧૨૭ થી ૧૫૩માં તપના ભેદ, જ્ઞાનચારિત્રના ગુણ અને મહિમા જણાવેલ છે. ગાઢ ૧૫૪ થી ૧૭૫માં આત્મશુદ્ધિવિષયક નિરૂપણ છે. ગા. ૧૭૬ થી ૨૦૯માં બાહ્ય અને આત્યંતર સંલેખનાનું નિરૂપણ છે. ગા. ૨૧૦ થી ૨૫૭માં ક્રિયાતીત બિમારને લક્ષીને પ્રત્યાખ્યાનપૂર્વક આલોચના વગેરેનો વિસ્તારથી ઉપદેશ છે. ગા૦૨૫૮ થી ૨૬૯માં પાંચ મહાવ્રતોની રક્ષા માટે નિરૂપણ છે. ગા૦ ૨૭૦ થી ૨૮૯માં આરાધનાવિષયક ઉપદેશ છે. ગા૦ ૨૯૦ થી ૨૯૬ માં કર્મક્ષય માટે જ્ઞાનનું પ્રાધાન્ય અને ગા૦ ૨૯૭ થી ૩૦૨માં સાવદ્યકર્મના ત્યાગનું નિરૂપણ છે. ગા૦ ૩૦૩ થી ૩૦૭માં આરાધના માટે અરિહંત, સિદ્ધ અને કેવલી, આ ત્રણ પદ મુખ્ય છે, એમ જણાવીને વેદના સહન કરવાનો ઉપદેશ છે. ગા. ૩૦૮ થી ૩૧૭ માં અભ્યદ્યતમરણનું નિરૂપણ તથા આરાધનાપતાકાહરણ આદિનો ઉપદેશ છે. ગા૦ ૩૧૮ થી ૩૨૪માં આરાધનાના ભેદો, પ્રભેદો અને ફળનું નિરૂપણ છે. ગા૦ ૩૨૫ થી ૩૩૪માં આરાધના કરનારનું સ્વરૂપ વગેરે છે. ગા૦ ૩૩૫ થી ૩૬૫ માં પોતે કરેલા કષાય વગેરેની ક્ષમાપના તથા આત્મશલ્યોદ્ધાર વગેરેનું નિરૂપણ છે. ગા૩૬૬ થી ૩૮૫માં વેદના સહન કરવા માટેનો ઉપદેશ છે. ગા૦ ૩૮૬ થી ૪૦૧માં ગર્ભવાસ આદિ દુઃખોના તથા વિવિધ જાતિગત જન્મોનાં દુ:ખોના નિરૂપણપૂર્વક નિર્વેદજનક ઉપદેશ છે. ગા૦ ૪૦૨ થી ૪૦૫માં શરીરમમત્વત્યાગનો ઉપદેશ છે. ગા. ૪૦૬ થી ૪૦૮માં ઉપસર્ગ અને પરીસહને સહન કરવાનો તથા અશુભધ્યાનના ત્યાગનો ઉપદેશ છે. ગાઢ ૪૦૯ થી ૪૧૨માં સનકુમાર ચક્રીન ઉલ્લેખ કરીને રોગાતકો સહન કરવાનો ઉપદેશ છે. ગા૪૧૩ થી ૪૮૫માં વિવિધ ઉપસર્ગો સહન કરવા માટે ઉદાહરણના ઉલ્લેખપૂર્વક ઉપદેશ છે. અહીં જેમનાં ઉદાહરણોનો ઉલ્લેખ છે તેમનાં નામ આ પ્રમાણે છે –રાજાવગ્રહથી નિર્વિગ્ન જિનધર્મ શ્રેણી, મેતાર્યત્રષિ, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ, સાગરચંદ્ર, અતીસુકમલ, ચંદ્રાવતસકનૃપ, દમદાનામહર્ષિ, ખડકમુનિ, ધન્ય-શાલિભદ્ર, પાંચ પાંડવ, દંડ અનગાર, સુકોશલમુનિ, વાર્ષિ, અહંનક, ચાણકય તથા ઈલાપુત્ર. ગા૦ ૪૮૬ થી ૫૦૩માં બાવીસ પરીસહ સહન કરવાના વિષયમાં ઉદાહરણોનો ઉલ્લેખ આ પ્રમાણે છે–૧. હસ્તિમિત્ર, ૨. ધનમિત્ર, ૩. આર્યશ્રી ભદ્રબાહુશિષ્ય મુનિચતુષ્ક, ૪. અહંન્નક, ૫. સુમનભદ્રમુનિ, ૬. આર્યરક્ષિતક્ષમાશ્રમણને પિતા, ૭. જાતિસૂક, ૮. શ્રીસ્થૂલભદમુનિ, ૯. દત્ત, ૧૦. કુરુદત્તસુત, ૧૧. સોમદત્ત–સોમદેવ, ૧૨. માથુરક્ષપક, ૧૩. દકમુનિના પાંચસો શિષ્યો, ૧૪. બલભદ્રજી, ૧૫. ઢઢમુનિ, ૧૬. કાલવૈશ્યિકમુનિ, ૧૭. ભદમુનિ, ૧૮. સુનંદ, ૧૯. ઇંદ્રદત્ત, ૨૦. આર્યકાલક અને તેમના શિષ્ય સાગરચંદ્ર, ૨૧. અશકટપિતા,
૧. વિશિષ્ટ જ્ઞાનથી આયુષ્યની મર્યાદા જાણીનેજે મરણ સ્વીકારવામાં આવે છે તે અત્યુતભરણ
કહેવાય છે. આના ત્રણ પ્રકાર છે. પાદપોપગમન, ૨. ઈગિની અને રૂ. ભક્ત પ્રત્યાખ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org