SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના છ. શકુનબલ~~અહીં દીક્ષાપ્રદાન, સમાધિકરણ, આગમન, સ્વાધ્યાયકરણ, વ્રતોપસ્થાપન, અનશન, સ્થાનગ્રહણુ, મરણ અને હર્ષનું સૂચન કરનાર શત્રુનો તથા સર્વકાર્યમાં વર્જ્ય શત્રુનો જણાવેલ છે. ૮. લગ્નખલ—અહીં દીક્ષાપ્રદાન, તોપસ્થાપન, શ્રુતસ્કંધની અનુજ્ઞા તથા સ્વાધ્યાયકરણ આદિનાં લગ્ન જણાવેલ છે. અહીં, મેષ આદિ ખાર રાશિના ઉદ્દયના અર્થમાં ‘લગ્ન ’ શબ્દ છે. ૩૯ ૯. નિમિત્તખલ—અહીં શુભ-અશુભ નિમિત્તો, ભાષાનિમિત્તોનું ફળ, શિષ્ય—શિષ્યાની દીક્ષાનાં નિમિત્તો, વર્જ્ય નિમિત્તો, નિમિત્તનું પ્રાધાન્ય, દીક્ષાપ્રદાન આદિ કાર્યોમાં સ્વીકાર્ય અને નિષિદ્ધ નિમિત્તો જણાવેલ છે. ૬. મળવિમત્તિર્ાય—મરવિભક્તિનો ઉલ્લેખ નંદિસ્ ત્ર તથા પાક્ષિકસૂત્રમાં છે, નંદિસૂત્રની ણિ અને વૃત્તિમાં મરણવિક્તિનો પરિચય પ્રાયઃ એકસરખો જ આ પ્રમાણે આપ્યો છે—1 “મરણ એટલે પ્રાણત્યાગ. મરણના પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે ભેદ છે. આ એ પ્રકારના મરણનું જેમાં વિસ્તારથી વર્ણન છે તે અધ્યયનને ‘મરણવિભક્તિ' કહેવામાં આવે છે. ” પાક્ષિકસૂત્રની વૃત્તિમાં મરણવિભક્તિનો પરિચય તો ઉપર પ્રમાણે જ આપ્યો છે, તે ઉપરાંત મરણના ૧૭ ભેદ અને તેનું વિવેચન છે, જુઓ પૂર્વનિષ્ટિ પાક્ષિકસૂત્રવૃત્તિ, પત્ર ૬૪-૬૫. આ પ્રકીર્ણક મળસમાધિપાયના નામથી પણ ઓળખાય છે. આનાં કુલ નામ આઠ છે, જુઓ પૃ૦ ૧૫૯ ટિ૦ ૨. આ પ્રકીર્ણકના પાંચ ઉદ્દેશ હોવા જોઈ એ, જુઓ સમાપ્તિમાં (પૃ૦ ૧૫૯). મારી કાર્યશક્તિ મર્યાદિત થઈ છે તેથી આ પાંચ ઉદ્દેશની સ્પષ્ટતાના વિષયમાં શોધ કરવા માટે અભ્યાસી વિદ્વાનો અને પૂજ્ય મુનિભગવંતોને વિનંતિ કરું છું. આ પ્રકીર્ણકની કુલ ૬૬૧ ગાથામાં સમાવિષ્ટ નિરૂપણ આ પ્રમાણે છે— દર્શનારાધના, નાનારાધના અને ચારિત્રારાધના, એમ આરાધનાના ત્રણ ભેદ છે. શ્રદ્દા વિનાના જીવો ભૂતકાળમાં અનંતવાર ખાલમરણથી મૃત્યુ પામ્યા છે, એમ જ્ગાવીને ગા. ૨૨થી૪૪માં પંડિતમરણનું સંક્ષિપ્ત નિરૂપણ કર્યું છે. ગા. ૪૫થી પરમાં પતિમરણનાં ક્તવ્ય વગેરે આ પ્રમાણે જણાવેલ છે.“ સર્વ સુખશીલતાનો ત્યાગ કરીને ચારિત્ર પાળવું, ધૈર્યવાન બનીને પરીસહો સહન કરવા, પાંચ ઇંદ્રિયોના વિયોને જીતવા, અને સમગ્ર કાર્યોનો નાશ કરવો.” આ પ્રમાણે આચરી, ગૌરવનો ત્યાગ કરી તથા રાગ-દ્વેષથી પર થઈ ને આરાધનાની શુદ્ધિ કરવી. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને પ્રત્રજ્યાપર્યાય આદિમાં જે અતિચાર—દોષ લાગ્યા હોય તે સર્વેની આલોચના કરવી. જેમ શરીરના કોઈ પણ ભાગમાં લાગેલા કાંટાને દૂર કરવામાં ન આવે તો તેની પીડા થાય છે અને તેને દૂર કરવાથી તે પીડાથી મુક્ત થવાય છે તેમ માયાપૂર્વક આલોચના કરવાથી દુઃખી થવાય છે અને સંપૂર્ણ શુદ્ધ આલોચના કરવાથી આત્મશાંતિ પ્રાપ્ત થાય છે. અર્થાત્ જે રાગદ્વેષયુક્ત મૂઢ મનુષ્યો મનમાં શલ્ય રાખીને મૃત્યુ પામે છે તે અનેક પ્રકારનાં દુઃખો પામીને સંસારરૂપ અટવીમાં ભમે અને જે અહંકારનો ત્યાગ કરીને દર્શન અને ચારિત્રમાં શલ્યરહિત બનીને મૃત્યુ પામે છે તે સર્વ દુઃખોનો ક્ષય કરે છે. ૧. " मरणं - पाणपरिच्चागो, विभयणं- विभत्ती, पसत्थ-मपसत्याणि सभेदानि मरणाणि जत्थ वण्णिजंति ગાયો સમાયળ મળવિમો ।” (પૂર્વનિર્દિષ્ટ નદિસૂત્રચૂર્ણિ, ૫૦ ૫૮), મળાનિ-પ્રાગટ્યા પક્ષ્ાનિ અનુસમયાવીનિ વર્તતે, થશોત્તમ્ ‘અનુત્તમચં સંતાં ન’ ફાતિ, તેષાં વિમગનું થમ્યાં સા મરવિત્તિ:।” (પૂર્વનિર્દિષ્ટ નંદિસૂત્રની હરિભદ્રીયવૃત્તિ, પૃ૦ ૭૧) tr Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy