________________
પ્રસ્તાવના
નથડાયો વળિ ગ્રંતિ સમાયાં નળિવિજ્ઞા। (પ્રાકૃત ટેસ્ટ્ સોસાયટી દ્વારા પ્રકાશિત ચૂણિસહિત ‘નૈવિદ્યુત્ત’ પૃ૦ ૫૮) અર્થાત્ ગણુ એટલે સખાલ વૃદ્ધ મુનિઓનો સમૂહ, તે જેની આજ્ઞામાં હોય તેને ગણી’ કહેવામાં આવે છે. વિદ્યા એટલે જ્ઞાન. જ્યોતિષ-નિમિત્તવિષયના જ્ઞાનને જાણીને દીક્ષા, સામાયિકનું આરોપણ, તોપસ્થાપન, શ્રુતસંબંધિત ઉદ્દેશ-સમુદ્દેશ-અનુજ્ઞા, ગણનું આરોપણ, દિશાનુના તથા નિર્ગમ અને પ્રવેશ વગેરે કાર્યો જે તિથિ, કરણ, નક્ષત્ર, મુતૅ અને યોગમાં કરવા માટેનો નિર્દેશ જે અધ્યયનમાં છે તેને ‘ગણિવિદ્યા’ કહેવામાં આવે છે.
૩.
"
શ્રી હરિભદ્રસૂ રિત નંદિસૂત્રની વૃત્તિમાં આ પ્રકીર્ણનો પરિચય આ પ્રમાણે છે—— गुणगणोऽस्यास्तीति गणी, स चाऽऽचार्यः, तस्य विद्या-ज्ञानं गणिविद्या । तत्राविशेषेऽप्ययं विशेष:जोतिस - निमित्तणाणं गणिणो पव्त्रावणादिकज्जेसु । उवयुज्जइ तिहि करणादिजाणणऽन्नहा दोसो ॥ " (પ્રા॰ ટે॰ સો॰ પ્રકાશિત વૃત્તિસહિત ‘નયિસૂત્રમ્ ' પૃ૦ ૭૧) અર્થાત્ ગુણુનો સમૂહ જેનામાં છે તે ગણી, ગણીને જ ‘ આચાર્ય’ કહેવામાં આવે છે. આ આચાર્યની વિદ્યાને ‘ગણિવિદ્યા’ કહેવામાં આવે છે. અહીં વિશેષમાં જણાવવાનું કે—પ્રત્રજ્યાદિ કાર્યોમાં તિથિ-કરણ આદિ જાણવા જ્યોતિષનિમિત્તના જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈ એ, અન્યથા દોષ લાગે છે—હાનિ થવાનો સંભવ છે. પાક્ષિકસૂત્રની વૃત્તિમાં આ સંબંધમાં નંદિસૂત્રની હરિન્દ્રીયા વૃત્તિના જેવો જ પાઠ છે.
ગણિવિદ્યાપ્રકીર્ણકમાં નવ વિષયોનું નિરૂપણ છે, તે આ પ્રમાણે—૧. દિવસ, ૨. તિથિ, ૩. નક્ષત્ર, ૪. કર્ણ, ૫. ગ્રહદિવસ, ૬. મુર્તી, ૭. શકુનબલ, ૮. લગ્નખલ અને ૯. નિમિત્તખલ. આનો ટૂંક પરિચય નીચે પ્રમાણે છે———
૧. દિવસ—દિવસને લક્ષીને બલાઅલ વિધિનું નિરૂપણુ,
૨. તિથિ—અહીં પ્રયાણ માટેની; શિષ્યને દીક્ષા આપવાની; અને શિષ્યનો ત્યાગ કરવાની તિથિઓ જણાવી છે.
૩. નક્ષત્ર—અહીં ગમનસિદ્ધ નક્ષત્રો, પ્રસ્થાન-સ્થાનનક્ષત્રો અને તેમનું ફળ, અનશનગ્રહણનાં નક્ષત્રો, દીક્ષાગ્રહણમાં ત્યાજ્ય નક્ષત્રો, વિદ્યારંભનાં નક્ષત્રો, જ્ઞાનવૃદ્ધિકારક નક્ષત્રો, વસ્ત્રને લક્ષીને શુભ નક્ષત્રો, લોચ કરવા માટેનાં નક્ષત્રો, લોચકરણમાં વર્જ્ય નક્ષત્રો, શિષ્યને દીક્ષા આપવાનાં તથા તસ્થાપનાનાં નક્ષત્રો, ગણિ–વાચકને અનુજ્ઞાનાં નક્ષત્રો, ગણુસંગ્રહનાં નક્ષત્રો, ગણધર સ્થાપનાનાં નક્ષત્રો, અવગ્રહ-વસતિ-સ્થાન માટેનાં નક્ષત્રો, કાર્યારંભ અને વિદ્યાધારણાનાં નક્ષત્રો, મૃદુકાર્યસૂચક મૃદુનક્ષત્રો અને તે સંબંધી કાર્યો, તપ કરવા માટેનાં ઉગ્ર નક્ષત્રો અને તેનાં કાર્યો, ઉષ્ણુ નક્ષત્રો અને તેમાં કરવાનાં લિંપન—સીવન આદિ કાર્યો, અને ગુરુસેવા-ચૈત્યપૂજન આદિ કરવાનાં નક્ષત્રો જણાવેલ છે.
૪. કણજ્યોતિષશાસ્ત્રમાં પ્રસિદ્ધ અમુક પ્રકારના તિથિયોગને ‘કરણ' કહેવામાં આવે છે. અહીં કરણના ભેદ જણાવીને દીક્ષાપ્રદાન વ્રતસ્થાપન ગણિ–વાચકાનુના તથા અનશન કરવા માટેનાં કરણોનું નિરૂપણ છે.
૫. ગ્રદિવસ—અહીં દીક્ષાપ્રદાન, તોપસ્થાપન, ગણિ–વાચકાનુજ્ઞા, ચરકરણ, તપ અને અનશન માટેના દિવસો જણાવ્યા છે.
૬. મુહૂર્ત—અહીં દિવસ અને રાત્રીનાં મુહૂર્તો જણાવીને ઉપર જણાવેલ દીક્ષાપ્રદાન આદિનાં મુદ્દોં જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org