SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના મનથી ચારિત્ર પાળે છે તેમને મરણ સમયે ખેદ થતો નથી. જે મનુષ્યો દુર્લભ ચારિત્ર લઈને દુઃખમોચક માર્ગમાં આત્માને તથા પ્રકારે જેડતા નથી તે દુઃખી થાય છે. જે દબુદ્ધિવાળા મનુષ્યો અનન્યમનથી ભાવપૂર્વક પારલૌકિક હિતની દષ્ટિવાળા છે તે દુઃખોથી મુક્ત થાય છે. જે ઉદ્યમશીલ મનુષ્યો, ક્રોધ, માન, માયા, લોભ, અરતિ અને નિંદાથી રહિત છે તે પરમસુખ પામે છે. દુર્લભ મનુષ્યભવને પામીને જે લોકો વિરાધક બને છે તે સમુદ્રમાં જેમનું વહાણ તૂટી ગયું હોય તેવા દરિયાઈ મુસાફરોની માફક દુઃખી થાય છે. ચારિત્રપાલનમાં જે પુરુષો અપ્રમત્ત છે તેમને સુંદર વહાણના મુસાફરોની પેઠે કદાપિ ચિંતા થતી નથી. મનુષ્યભવ દુર્લભ છે, મનુષ્યભવ મળવા છતાં સમ્યગદર્શન દુર્લભ છે, અને સમ્યગદર્શન મળવા છતાં ચારિત્રગ્રહણ દુર્લભ છે, ચારિત્રપ્રાપ્તિ પછી જ્ઞાનપ્રાપ્તિ દુર્લભ છે અને જ્ઞાન મેળવ્યા પછી પણ ચારિત્રશુદ્ધિ સહેલી નથી. કેટલાક પુરુષો સમ્યગ્દર્શનની પ્રશંસા કરે છે તો કેટલાક પુરુષો ચારિત્રશુદ્ધિ અને જ્ઞાનની પ્રશંસા કરે છે. અહીં સમ્યકત્વ અને ચારિત્રના પ્રાધાન્યના સંબંધમાં આ પ્રમાણે જણાવ્યું છે—શ્રીકૃષ્ણ અને શ્રેણિક રાજાની પેઠે અચારિત્રીને પણ સમ્યગદર્શન હોય છે, જ્યારે જે ચારિત્રયુક્ત છે તેને સમ્યગ્દર્શન હોય જ છે. ચારિત્રથી ભ્રષ્ટ થયેલ વ્યક્તિએ સારી રીતે સમ્યગ્રદર્શનનું ગ્રહણ કરવું જોઈએ, કારણ કે ચારિત્રરહિતની મુક્તિ હોય છે, પણ સમ્યગ્દર્શન રહિતની મુક્તિ થતી નથી. ઉત્કૃષ્ટ ચારિત્રભાવવાળાનું પણ મિથ્યાત્વભાવથી પતન થાય છે, તો જે સમ્યગ્દષ્ટિ રાગી હોય તેનું તો શું કહેવું? જે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનમાં અપ્રમત્ત છે અને જે રાગ-દ્વેષથી પર છે તેનું ચારિત્ર શુદ્ધ થાય છે. છેવટે ઉપસંહારમાં જણાવ્યું છે કેશુભકાર્યમાં પ્રયત્નપૂર્વક ઉદ્યમ કરવો અને સમ્યગ્દર્શન ચારિત્ર તથા જ્ઞાનના વિષયમાં અપ્રમાદી થવું. ૭. મરણગુણ (ગા. ૧૧૭-૭૩)–અનિયમિત–બેકાબૂ ઘોડા ઉપર આરૂઢ થઈને સંપૂર્ણ તૈયારી વિના જે કોઈ શત્રુસૈન્યનો પ્રતિકાર કરે તો તે યોદ્ધો અને અશ્વ બન્ને સંગ્રામમાં પરાજિત થાય છે. આ પ્રમાણે મૃત્યુસમયે પૂર્વતૈયારી વિના સમ્યભાવે પરીસહી સહી શકાતા નથી, માટે જ સમાધિ ઈચ્છનાર, પૂર્વ તૈયારીરૂપે વિષયાદિ સુખથી પર રહીને નિશ્ચયરૂપ કુહાડાથી પરીસહને છેદે છે – સમ્યગુભાવે સહી શકે છે. આ સંબંધમાં અહીં પૂર્વસાધના માટે વિસ્તારથી પ્રરૂપણ છે. ત્યારબાદ “ધનુર્વિદ્યામાં નિષ્ણાત પુરુષ, બરાબર શરસંધાન કરીને, અભ્યસ્ત ધનુવિદ્યાને સમુચિત ધ્યાનમાં રાખીને ચંદ્રાધ્યક (બહુ ઊંચાઈએ સ્તંભ ઉપર ફરતી પૂતળીની આંખનો વધ) કરે છે. આમાં જે અન્યમનસ્ક થઈને થોડો પણ પ્રમાદ કરે તો તે ચંદ્રાધ્યકમાં નિષ્ફળ થાય છે. આ ઉદાહરણથી મોક્ષમાર્ગમાં અપ્રમત્તપણે આત્માને જોડવો જોઈએ.” આમ જણાવીને પ્રસ્તુત પ્રકીર્ણકના ચંદ્રાવેલ્સ-વનદ્રાધ્ય” નામને ઘટમાન કર્યું છે. આગળ કષાયત્યાગ માટે વિસ્તારથી હૃદયંગમ અને આત્મોપકારક પ્રેરણા તથા થયેલા દોષોની આલોચના માટે વિસ્તારથી નિરૂપણ કરીને તયોગીના સ્વરૂપનું વિસ્તારથી વિવેચન છે. અહીં એક પ્રેરક હકીક્ત આ પ્રમાણે જણાવી છે–“પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું બરાબર પાલન કરવાપૂર્વક દીર્ધકાલપર્યત વિહાર કરીને જે કોઈ મુનિથી મરણ સમયે ધર્મની વિરાધના થાય તો તે આરાધક નથી અને જો કોઈ બહુમતવાળો મુનિ દીર્ધ સમય સુધી વિચરીને ઉત્તરાવસ્થામાં સમ્યભાવે કષાય અને ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવે તો તેને શ્રીજિનોએ આરાધક કહેલ છે.” અહીં અશરણભાવ આદિને લગતી વિવિધ ઉપદેશ પણ છે. મેં પૂર્વે જણાવ્યું તેમ ડૉ. મૈયાએ પ્રસ્તુત પ્રકીર્ણકને અનેક પ્રત્યંતરોથી મેળવીને ખૂબ જ પરિશ્રમથી સુસંપાદિત કરીને પ્રકાશિત કરેલ છે. આ આવૃત્તિની અને અમારી પ્રસ્તુત આવૃત્તિની મૂલવાચનામાં કોઈક સ્થળે ફરક છે, તે સંશોધન કાર્યમાં ઉત્સાહી અભ્યાસીવર્ગને પ્રાચીન પ્રત્યંતરો મેળવવા તથા તેના પાઠભેદને સ્વતંત્ર રીતે વિચારવા માટે અહીં નોંધું છું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy