________________
પ્રસ્તાવના
૩. શિષ્યગુણ (ગા. ૩૭-૫૩)–સુશિષ્યના સ્વરૂપને જણાવવા માટે અહીં તેનું સ્વરૂપ આ પ્રમાણે જણાવ્યું છે– નીચેત્તિ એટલે પોતાના માટે લઘુતાવાળો, વિનીત, મમત્વવાળો, ગુણા, સુજન, આચાર્યના અભિપ્રાયને જાણનાર, શીત-ઉષ્ણ-વાત-સુધા-તૃષા અરતિને સહન કરનાર, પૃથ્વીની પેઠે સર્વને સહન કરનાર, લાભ અને અલાભના પ્રસંગમાં પ્રસન્નમુખ, અભેચ્છાવાળો, સંતુષ્ટ, છ પ્રકારના વિનયને જાણનાર અને આર્જવયુક્ત અર્થાત વિનીત, ઋદ્ધિગારવરહિત, દસ પ્રકારના વૈયાવૃત્યમાં તત્પર, રવાધ્યાયમાં ઉઘત, સર્વ આવશ્યક ક્રિયા કરનાર, આચાર્યની પ્રશંસા કરનાર, ગુણસેવી, કીર્તિવર્ધક, ધીર, બુદ્ધિમાન, જાતિ કુલ-રૂપચૌવન બલવીર્ય-સમસ્તસત્વસંપન્ન, મૃદુશબ્દ બોલનાર, પૈશુન્યરહિત, અવિકલહાથ-પગવાળો, અનુલોમ, સ્નિગ્ધ અને ભરાવદાર શરીરવાળો, ગંભીર અને ઊંચી નાસિકાવાળો, ઉદાર દષ્ટિવાળો, વિશાળ આંખવાળો, જિનશાસનાનુરાગી, ગુરુવર્ગ પ્રત્યે આદરયુક્ત, ધીર, શ્રદ્ધાયુક્ત, વિકારરહિત, વિનયવાન, કાલ-દેશ-સમય-શીલ-રૂપ-વિનયજ્ઞ, લોભ-ભય-મોહરહિત, નિદ્રા અને પરીસહને જીતનાર, અલ્પપ્રાપ્તિથી પણ સંતુષ્ટ, વિનયશીલ, પંચમહાગ્રતયુક્ત, ગુપ્ત, આરાધક, વિજ્ઞપુરુષો આવા શિષ્યની પ્રશંસા કરે છે. અહીં ગા. ૪૩-૪૪માં આ પ્રમાણે ઉપકારક પ્રેરણા છે –“તું સર્વ પ્રકારના માનને છોડીને શિક્ષા લે. જે સાચા અર્થમાં શિષ્ય થાય છે તેને શિષ્યો મળે છે. અશિષ્યને - શિષ્યો મળતા નથી અર્થાત્ અશિષ્ય ગુરુ થઈ શક્તો નથી. કડવાં અને મમતારહિત વચનોને સમ્યક પ્રકારે સહન કરવાં” વગેરે.
૪. વિનયનિગ્રહગુણ (ગા. ૫૪-૬૭)–અહીં આ પ્રમાણે નિરૂપણ છે–મોક્ષનું દ્વાર વિનય છે. વિનયને કદાપિ છોડવો નહીં. પુરુષ ભલે અલ્પ અભ્યાસવાળો હોય, પણ જે તે વિનયી હોય તો તેનાં કર્મોનો ક્ષય થાય છે. જે અવિનીતને વિનયથી જીતે છે, નિશીલને શીલથી જીવે છે તે ત્રણ લોકને જીતે છે અને તે અપાપથી પાપને પણ જીતે છે. શ્રુતજ્ઞાનમાં કુશળ હોવા છતાં જે અવિનીત અને ગર્વિષ્ઠ છે તેની જ્ઞાની પુરુષો પ્રશંસા કરતા નથી. જે પુરુષ ગુણહીન અને વિનયહીન છે તે ભલે બહુત હોય છતાં તાવિક દષ્ટિએ તેની ગણના અપમૃત પુરુષમાં થાય છે. તપ નિયમ અને શીલથી યુક્ત તથા જ્ઞાન-દર્શન–ચારિત્રમાં ઉક્ત એવા અલ્પશ્રુત પુરુષની ગણના બહુશ્રુત પુરુષમાં થાય છે. અહીં વિસ્તારથી વિનયનું પ્રાધાન્ય જણાવ્યા પછી છાસઠમી ગાથામાં આ પ્રમાણે જણાવ્યું છે—જેમ અંધ જનની આગળ પ્રકટાવેલા લાખ કે કોડ દીવા નિરર્થક છે તેમ વિનયહીન વ્યક્તિએ ભણેલું વિપુલ શ્રુત પણ નિરર્થક છે.
૫. જ્ઞાનગુણ (ગા. ૬૮-૯૯)–પ્રારંભમાં “જ્ઞાન અને ચારિત્રયુક્ત પુરુષો ધન્ય છે એમ પ્રરૂપીને જણાવ્યું છે કે–ત્રણ લોક, બંધ, મોક્ષ, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર અને નિર્જરા, આ સર્વે જ્ઞાનથી જાણી શકાય છે. દોષ અને ગુણનું જ્ઞાન હોય તો જ અનુક્રમે તેનું વર્જન અને સેવન થઈ શકે. અહીં જ્ઞાન અને ક્રિયા–બન્નેનું પ્રાધાન્ય, જ્ઞાનોપાસના અને જ્ઞાનથી ચારિત્રશુદ્ધિ જણાવીને સ્વાધ્યાયના મહિમાનું નિરૂપણ કર્યું છે. છેવટે અંતમાં આ પ્રમાણે જણાવ્યું છે—“જે કોઈને, જે એક પદના જ્ઞાનથી નિરંતર સંવેગ અનુભવાય તે એક પદ તેનું સાચું જ્ઞાન છે, કારણ કે ઉપકારક એક પદના જ્ઞાનથી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને જીવની મોહજાળ તૂટે છે. આવા પરમોપકારક એક પદને મરણતે પણ છોડવું નહીં. મરણસમયે સમગ્ર દ્વાદશાંગીનું ચિંતન થવું મુશ્કેલ છે, તેથી ઉપકારક એક પદનું નિરંતર ચિંતન કરનારને જિનેશ્વર ભગવંતોએ આરાધક કહ્યો છે. આવા આરાધકની ત્રણ ભવ પછી તો મોક્ષ થાય જ છે.”
૬. ચરણગુણ (ગા. ૧૦૦-૧૧૬)–પ્રારંભમાં “ગૃહપાશના બંધનથી મુક્ત થઈને જે પુરુષો પ્રયત્નપૂર્વક ચારિત્ર સેવે છે તે ધન્ય છે એમ પ્રરૂપીને આગળ આ પ્રમાણે જણાવ્યું છે જે અનન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org