SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રસ્તાવના ગર્ભના ચાર પ્રકાર, ગર્ભનિષ્ક્રમણ, ગર્ભવાસનું સ્વરૂપ, વર્ષશતાયુષ્યની દસ દશાઓનું વર્ણન, જીવનની દસ દશાઓમાં સુખ-દુઃખના વિવેકપૂર્વક ધર્મસાધનાનો ઉપદેશ, વર્તમાન સમયના મનુષ્યોના દેહની તથા સંહનનની હાનિનું નિરૂપણુ તથા ધાર્મિક જનની પ્રશંસા આદિનું વિસ્તારથી નિરૂપણુ છે. પૃ૦ ૪૭–૪૮માં સો વર્ષના આયુષ્યવાળી વ્યક્તિ જેટલા તંદુલ ખાય તેની સંખ્યાનું નિરૂપણ કરીને, તે વ્યક્તિના સ્નિગ્ધદ્રવ્ય અને લવણુના આહારનું માન તથા પરિધાનીય વસ્ત્રોનું પ્રમાણ જણાવ્યું છે. પૃ૦ ૪૯-૧૦માં સમય, આવલિકા આદિ કાલમાન તથા કાલમાનદર્શક ઘડીને જાણવા માટેના ઘટિકાયંત્રને બનાવવાની રીત જણાવી છે. પચાસમા પૃષ્ઠમાં એક વર્ષના માસ, પક્ષ અને અહોરાત્રનું પ્રમાણ તથા અહોરાત્ર, માસ, વર્ષ અને સો વર્ષના ઉચ્છ્વાસની સંખ્યા જણાવી છે. પૃ૦ ૫૧ થી ૫૪ સુધીમાં અનિત્યતાનું સ્વરૂપ, શરીરનું સ્વરૂપ તથા શરીરનું અસુંદરત્વ અને અશુભત્વ વર્ણવ્યું છે. પૃ॰ ૫૪ થી ૬૦ માં સ્ત્રીનાં અંગોપાંગના વર્ણનપૂર્વક ઉપદેશ, ધર્મોપદેશ માટે અયોગ્ય જીવની ઓળખ, અશરણ્યભાવના અને ધર્મનું માહાત્મ્ય જણાવીને પ્રસ્તુત પ્રકીર્ણનો ઉપસંહાર કર્યો છે. રૂ. ચંદ્રાવાય વળચં—ચંદ્રાવેષ્ટક પૂર્ણકના કુલ ગાથા ૧૭૫ છે. નંદિસૂત્ર અને પાક્ષિકસૂત્રમાં આનો ઉલ્લેખ છે. નદિસૂત્રની ચૂર્ણિ અને વૃત્તિમાં આનો પરિચય આપ્યો નથી જ્યારે પાક્ષિકસૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે પરિચય છે—“ અંવાવેશ્ચયંતિ હૈં ચન્દ્રઃ યન્ત્રપુત્રિાણિયોનો गृह्यते, तथा आ-मर्यादया विध्यत इति आवेध्यम्, तदेवावेध्यकम्, चन्द्रलक्षणमावेध्यकं चन्द्रावेध्यकम्, રાધાવેધ ફત્યર્થઃ। તરુપમાનમરનારાધનાપ્રતિપાવો પ્રસ્થવિરોષઃ ચન્દ્રાવેષ્યવૃમિતિ।” (પત્ર ૬૩) જેમ સ્વયંવરમંડપમાં ઊંચા સ્તંભના અગ્રભાગના ઉપર ફરતી પૂતળીની આંખને વેધવામાં તથાપ્રકારની સાવધાની અને અપ્રમત્તતાનું પ્રાધાન્ય છે તેમ મણસમયની આરાધનામાં આત્મકલ્યાણમાટે સાવધાની અને અપ્રમત્તતા હોવી જોઈએ. આ અર્થવાળી ચંદ્રાવષ્યકની એટલે રાધાવેધની ઉપમાથી પ્રસ્તુત પ્રકીર્ણકની રચના કરવામાં આવી છે, તેથી આ પ્રકીર્ણકનું નામ ચંદ્રાવેષ્યક છે. ૧. વિનયગુણ, ૨. આચાર્યગુણ, ૩. શિષ્યગુણુ, ૪. વિનયનિગ્રહગુણ, ૫. જ્ઞાનગુણુ, ૬. ચારિત્રગુણુ અને છ. મરણગુણુ, આ સાત મુખ્ય વિષયોનું આ પ્રકીર્ણકમાં વિસ્તારથી વર્ણન છે. તે આ પ્રમાણે~~ ૧. વિનયગુણ (ગા૦ ૪–૨૧)—જેમની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી હોય તે ગુરુનો અનાદર કરનાર અવિનીત શિષ્યે કથી મેળવેલી વિદ્યા નિષ્ફળ થાય છે. આવો અભ્રંભી વિનયહીન કુશિષ્ય પોતાના ભારે કર્મથી લોકોમાં અકીર્તિ અને અપયશ પામે છે. અહીં અન્યાન્ય ગાથાઓમાં આવા અવિનીત શિષ્યના દોષો જણાવ્યા છે. આની સામે વિનીત શિષ્યના ગુણો અને વિશિષ્ટ લાભોનું પણ અહીં હૃદયંગમ નિરૂપણ છે. ઋષિધાતકની જે ગતિ હોય તે ગતિ અહીં વિદ્યાગુરુ પ્રત્યે અવિનય કરનારની જણાવી છે. ૨. આચાર્યગુણુ (ગા૦ ૨૨-૩૬)— પૃથ્વી જેવા સહનશીલ, મેરુ જેવા અકંપ્ય, ધર્મમાં સ્થિત, ચંદ્ર જેવા સૌમ્ય’ આદિ આચાર્ય ભગવંતનાં વિશેષણો જણાવ્યાં છે. અહીં વિવિધ કાર્યો તથા શિલ્પાદિ વિવિધ કળામાં પારંગત આચાર્યની સામે સંસાર અને મોક્ષમાર્ગનું તથાભૂત નિરૂપણ કરનાર આચાર્યનું પ્રાધાન્ય જણાવીને પરમાર્થપ્રરૂપક આચાર્ય ભગવંત પ્રત્યે ભકિત-બહુમાન આદિથી થતા લાભોનું રૂપણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy