________________
પ્રસ્તાવના
સફ
૨. વેવિં′′મો—આ દેવેન્દ્રસ્તવની કુલ ગાથા ૩૧૧ છે. આનો નિર્દેશ નંદિસૂત્ર અને પાક્ષિકસૂત્રમાં મળે છે. નંદિસૂત્રની ચૂર્ણિ અને વ્રુત્તિમાં આનો પરિચય આપ્યો નથી, જ્યારે સંવત્ ૧૧૮૦ માં રચાયેલી આચાર્યશ્રી યશોદેવસૂરિકૃત પાક્ષિકસૂત્રવૃત્તિમાં આ પ્રમાણે પરિચય છે— ' देविंदत्थओ त्ति देवेन्द्राणां चमरवैरोचनादीनाम्, स्तवनं भवन स्थित्यादिस्वरूपादिवर्णनं यत्रासौ વેન્દ્રસ્તવ કૃતિ । ’’
C(
શ્રમણ ભગવાન શ્રી વીર વર્ધમાનસ્વામિના સત્તાસમયમાં, શાસ્ત્રોનો જ્ઞાતા કોઇક શ્રાવક, પોતાના ઘરમાં પ્રભાતના પૂર્વસમયમાં સ્તવના કરે છે અને તેની પત્ની હાથ જોડીને તે સાંભળે છે અહીં શ્રાવકના વક્તવ્યમાં (ગા૦ ૬) દેવેન્દ્રોની બત્રીસ સંખ્યા આવે છે, આને લક્ષમાં લઈ ને શ્રાવકપત્ની, “ ૧. દેવેન્દ્રોનાં—નામ, ર. સ્થાન, ૩. સ્થિતિ, ૪. ભવનપરિગ્રહ, પ. વિમાનસઁખ્યા, ૬. ભવનસંખ્યા, ૭. નગરસંખ્યા, ૮. પૃથ્વીમાહત્ય, ૯. ભવનાદિની ઊંચાઈ, ૧૦. વિમાનોનો વર્ણ, ૧૧. આહારગ્રહણ, ૧૨. ઉચ્છ્વાસ-નિઃશ્વાસ, અને ૧૩. અવધિવિષય ”ને લગતા તેર પ્રશ્નો પૂછે છે (ગા॰ ૭–૧૧), આના પ્રત્યુત્તરરૂપ શ્રાવકના વક્તવ્યમાં વિસ્તારથી વર્ણન છે (ગા૰૧૨–૨૭૬). ત્યાર બાદ ગા॰ ૨૭ થી ૨૮૨ માં ષિષ્ઠાભારપૃથ્વીનું વર્ણન છે. ૨૮૩ થી ૨૯૫ સુધીની ગાથાઓમાં સિદ્ધ ભગવંતોના સ્થાન-સંસ્થાનાદિનું નિરૂપણ છે. ૨૯૬-૨૯૭ ગાથામાં સિદ્ધ ભગવંતોના ઉપયોગનું, અને ૨૯૮ થી ૩૦૯ સુધીની ગાથાઓમાં સિદ્ધ ભગવંતોના સુખનું તથા જિનેશ્વરોની ઋદ્ધિનું સ્વરૂપ જણાવ્યું છે. ગા૦ ૩૧૦-૧૧માં ઉપસંહાર તથા પ્રસ્તુત પ્રકીર્ણકના કર્તા સિવાર્િ—ઋષિપાલિત વિરના નામનો ઉલ્લેખ છે.
૨. તંતુવેયાયિવાય—આ તંદુલવૈચારિકપ્રકીર્ણકની રચના પદ્ય અને ગદ્યમાં છે. આમાંના મોટા ભાગના ગદ્યસંદર્ભો અક્ષરશઃ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર-ભગવતીસૂત્રના છે. આનો ઉલ્લેખ નંદિસૂત્ર તથા પાક્ષિકસૂત્રમાં છે. નંદિસૂત્રની ચૂર્ણિ અને વૃત્તિમાં આનો પરિચય આપ્યો નથી, જ્યારે પાક્ષિકસૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે પરિચય આપ્યો છે—“ તંતુનેયાજિયંતિ તદ્ગુરુાનાં વર્ષાતાયુપુરુષપ્રતિનિમોવ્યાનાં સંન્યાવિચારેનોવરુક્ષિતો પ્રસ્થવિરોષઃ સન્ધુજીવૈવારિમિતિ ।” (પત્ર ૬૩).
આમાં પ્રારંભથી (એટલે પૃ૦ ૩૫ થી) ૪૭મા પત્રની છઠ્ઠી પંક્તિ સુધીમાં, ગર્ભવાસના સમયનું પ્રમાણ, ગૌત્પત્તિયોગ્ય યોનિનું સ્વરૂપ, સ્ત્રીયોનિ તથા પુરુષવીર્યનો પ્રમ્હાનકાળ, પિતૃસંખ્યા, ગર્ભવાસનો ઉત્કૃષ્ટ સમય, ગર્ભગત જીવની પુરુષ-સ્ત્રી આદિ જાતિનું નિરૂપણુ, ગૌત્પત્તિ અને ગર્ભગત જીવનો વિકાસક્રમ, ગર્ભગત જીવનો આહારપરિણામ અને આહાર, ગર્ભગત જીવનાં માતા –પિતાને સંબંધિત અંગો, ગર્ભાવસ્થામાં મૃત્યુ પામનાર જીવતી નરક-દેવતમાં ઉત્પત્તિને લગતી વિચારા,
સિમાલિયાડું અને ત્તિસ્થોપાછીપાય, આ ત્રણ મુદ્રિત પ્રકીર્ણસૂત્રોની વાચનાના સંબંધમાં નોંધ, તે તે પ્રકીર્ણસૂત્રના પરિચયમાં આપી છે, કારણ કે આ ત્રણ પ્રકીણુંસૂત્રો મૌલિક વાચના આપવાના આશયથી પ્રકાશિત થયેલાં છે. અહીં હું નમ્રતાપૂર્વક જણાવું છું કે, સૂચિત નોંધ અભ્યાસી, ઉત્સાહી અને નવોદિત સંશોધન કરનાર વર્ગને ઉપયોગી દિશાસૂચન કરવા પૂરતી હોઈને કોઈ પણ વિદ્વાનના લાધવ માટે નથી લખી. આમ છતાં ય આ સંબંધમાં જો કોઈ ને અનુચિત લાગે તો તે બદલ હું અંતઃકરણથી ક્ષમા માગું છું.
1.
આ પાક્ષિકસૂત્ર વૃત્તિ, સન ૧૯૧૧માં પૂજ્યપાદ ગણિવર્યે શ્રી આનંદસાગરજી (આગમોદ્ધાર આચાર્ય ભગવંત શ્રી સાગાનંદસૂરિજી) દ્વારા સંપાદિત અને શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોહાર–સુરત દ્વારા પ્રકાશિત થયેલી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org