SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ફર પ્રસ્તાવના મોટા ધનિક કકુર ફૂદ્દા, કકુર ઠંકુશ અને ઠકકર પદમસીહ, આ ત્રણ ભાઈઓએ, પોતાના પિતા સા॰ રાજ્યોના કલ્યાણ માટે, અનુયોગદ્દારચૂર્ણિ, ષોડશકત્તિ અને તિર્થંોગાલી (આ ત્રણ ગ્રંથો) તાડપત્ર ઉપર, તથા બાર હજાર શ્લોક પ્રમાણ શ્રી ઋષભદેવચરિત્ર કાગળ ઉપર, એમ કુલ ચાર ગ્રંથો, તપાગચ્છનાયક આચાર્ય શ્રી દેવસુંદરસૂરિના ઉપદેશથી, સંવત ૧૪૫રમાં પાટણ (ગુજરાત)માં લખાવ્યા.” જી॰ સંજ્ઞક પ્રતિ—લા ૬૦ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદમાં સુરક્ષિત પરમ પૂજ્ય મુનિવર શ્રી કાંતમુનિજીના શાસ્ત્રસંગ્રહની આ પ્રતિ કાગળ ઉપર લખાયેલી છે. સૂચીમાં આનો ક્રમાંક ૧૦૦૩૭ છે. ૨૯ પત્રાત્મક આ પ્રતિના પ્રથમ પત્રની પ્રથમ સૃષ્ઠિ કોરી છે, અને ર૯મા પત્રની પ્રથમ પૃષ્ટિની પાંચમી પંક્તિમાં પ્રસ્તુત પ્રકીર્ણક પૂર્ણ થાય છે. પ્રતિની લિપિ સુંદર અને સુવાચ્ચ છે, લંબાઈ-પહોળાઈ ૧૧૫ × ૪ ઇંચપ્રમાણ છે. અંતમાં આપેલી પુષ્પિકામાં સંવત નથી લખ્યો, છતાં લિપિના આકાર–પ્રકારના આધારે · આ પ્રતિ વિક્રમના પંદરમાં શતકમાં લખાયેલી હોવી જોઈ એ એમ કહી શકાય. લેખકની પુષ્પિકા આ પ્રકીર્ણકના અંતે ટિપ્પણીમાં આપી છે, જુઓ ૫૦ ૫૨૩ ટિ॰ ૧. આ પુષ્પિકાથી જાણી શકાય છે કે, પાતાલ નામના સંધવી અને તેમની ભાર્યા ગૂના પુત્ર સુશ્રાવક ગાંગા નામના સંધવીએ જ્ઞાનારાધનાનું ફળ સાંભળીને આ પ્રતિ પોતાના કલ્યાણ માટે લખાવી છે. હા॰ સઁજ્ઞક પ્રતિ—લા ૬૦ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદ–માં સુરક્ષિત શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ ગ્રંથસંગ્રહની આ પ્રતિ છે, આનો ક્રમાંક ૪૦૦ છે. આ પ્રતિએ કોઈ કોઈ સ્થાનમાં શુદ્ધ પાઠ આપેલ છે, તેમ જ આની વાચના સં॰ સંજ્ઞક પ્રતિની સાથે વિશેષ મળતી છે. કુલ ૫૧ પત્રમાં લખાયેલી આ પ્રતિનાં ૧૪ થી ૨૧ સુધીનાં આઠે પત્ર અપ્રાપ્ય છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ઠિમાં ૧૩ પંક્તિઓ છે, અને પ્રત્યેક પંક્તિમાં ૨૯ થી ૪૨ સુધી અક્ષરો છે. પ્રત્યેક પૃષ્ટિના મધ્ય ભાગમાં લેખકે રિક્તાક્ષર શોભન કરેલું છે. આ પ્રતિની લંબાઈ-પહોળાઈ ૧૦ × ૪૫ ઈંચપ્રમાણ છે. અંતમાં લેખકની પુષ્પિકા છે તે, પ્રસ્તુત પ્રકીર્ણકના અંતે ટિપ્પણીમાં આપી છે, જુઓ પૃ૦ ૫૨૩ ટિ॰ ૧. આ પુષ્પિકા ઉપરથી જાણી શકાય છે કે, વિક્રમ સંવત ૧૬૬૦માં શ્રીતપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વરના સત્તાસમયમાં શ્રી જગવિમલગણી અને શ્રી પ્રેમવિમલગણીને વાંચવા માટે ૨હ્યુથંભોર દુર્ગના વતની શ્રીમાલજ્ઞાતીય જયતદાસે આ પ્રતિ લખાવી છે, અને તે કોરેંદ્રગચ્છીય રત્ના નામના મુનિએ લખી છે. પ્રસ્તુત ગ્રંથમાં આવેલાં વીસ પ્રકીર્ણકસૂત્રોનો ઠીક ઠીક પરિચય આપવામાં આવે તો પ્રત્યેક પ્રકીર્ણકસૂત્ર માટે, એક નાનો મોટો નિબંધ લખી શકાય. મારી સીત્તેર વર્ષની વયના લીધે કાર્યશક્તિ અને આંખની શક્તિ પણ અતિ મર્યાદિત થઈ છે, આથી આ વીસTM પ્રકીર્ણકસૂત્રોનો ટૂંકમાં પરિચય આપું છું— ૧. આ વીસ પ્રકીર્ણસૂત્રો પૈકી જે પ્રકીર્ણેસૂત્રો મુદ્રિત થયેલાં છે તેમાંનાં મોટા ભાગનાં પ્રાય: ધર્મ અને આત્મકલ્યાણની ભાવનાવાળા વર્ગને સરળતાથી ઉપયોગી થાય તે માટે શક્ય શુદ્ધ વાચના આપવાના આશયથી પ્રકાશિત થયેલાં હોઈને, તે, પ્રત્યંતરાદિ મેળવીને શાસ્ત્રીય સંશોધનની પદ્ધતિથી સંપાદિત ન થયાં હોય, તે સ્વાભાવિક છે. આથી આવાં મુદ્રિત પ્રકીર્ણેસૂત્રોની વાચનાના સંબંધમાં લખવું ઉચિત માન્યું નથી. પણ શાસ્ત્રીય સંશોધનના અભ્યાસીઓને સંશોધન કાર્યમાં ઉપયોગી થાય, તે શુભાશયથી ફક્ત અંવવેચવાથ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy