________________
૩૦
પ્રસ્તાવના
૪ ૨ સંજ્ઞક પ્રતિ–૧૪ પત્રમાં લખાયેલી અને ઉપર્યુક્ત ગ્રંથસંગ્રહની પ૬૨૮ ક્રમાંકવાળી, આ પ્રતિ છે. પ્રથમ પત્રની પ્રથમ પૃષ્ટિ કરી છે. પ્રત્યેક પૃષ્ટિમાં સાત પંક્તિઓ છે. કોઈક પૃષ્ટિમાં આઠ પંકિત પણ છે. પ્રત્યેક પંકિતમાં ૨૪ કે ૨૫ અક્ષરો છે. પ્રત્યેક પૃષ્ટિની મધ્યની ત્રણ પંક્તિઓના મધ્યભાગને કોરો રાખીને લેખકે રિક્તાક્ષર શોભન કર્યું છે. ચૌદમા પત્રની બીજી પૃષ્ટિમાં આ પ્રકીર્ણક પૂર્ણ થયા પછી “રુતિ શ્રી રવીવીffÉ સમાä | ત્રિવિર્ત ર સૌમાણસા રળના || સા. શ્રીવૃદ્ધિા [] નાર્થ | “આવી ટૂંકી પુષ્પિકા લેખકે લખી છે. આમાં સંવત લખ્યો નથી, છતાં લિપિના આકાર-પ્રકારથી જાણી શકાય છે કે, આ પ્રતિ વિક્રમના સત્તરમા શતકમાં લખાયેલી હોવી જોઈએ. આની લંબાઈ-પહોળાઈ ૧૦ ૪૪ ઇંચ પ્રમાણ છે.
go સંજ્ઞક પ્રતિ–પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજને, આ પ્રકીર્ણકની કોઈ હસ્તલિખિત પ્રતિ ઉપરથી કરેલી નકલ મળેલી, આ નકલની પ્રત્યંતર તરીકે મેં ઉપયોગ કર્યો છે, તેથી આને B૦ સંજ્ઞા આપી છે.
૨૧. નોસમાં વરૂou–જ્યોતિષ્ઠસંડક પ્રકીર્ણકનું સંશોધન, , , , , વિ અને મુ સંજ્ઞક (કુલ ૭) પ્રતિઓના આધારે કર્યું છે. આ પ્રતિઓનો પરિચય આ પ્રમાણે છે–
અહીં પ્રતિપરિચયના પ્રારંભમાં જણાવ્યું છે તેમ પુ. સંસક પ્રતિની માહિતી મળી શકી નથી.
ને સંજ્ઞક પ્રતિ–અહીં પહેલાં જણાવેલા જેસલમેરના શ્રી જિનભદ્રસૂરિજ્ઞાન ભંડારની આ તાડપત્ર ઉપર લખાયેલી પ્રતિ છે. પૂર્વે જણાવેલ જેસલમેરના ભંડારોની મુદ્રિત સૂચિમાં આનો ક્રમાંક ૩૪ છે. આ પ્રતિમાં કુલ ચાર ગ્રંથ લખેલા છે, તે આ પ્રમાણે–૨. સૂર્યપ્રાપ્તિસૂત્ર (પત્ર ૧-૧૦૧), ૨. જ્યોતિwsફૂત્ર વૃત્તિવાહિત (પત્ર ૧૦૨-૧૬૫), રૂ. ૩યોતિ સૂત્ર (પત્ર ૧૬૬-૧૭૯), અને ૪. રાજ્ઞલિસૂત્ર (પત્ર ૧૮૦-૨૫૬). આ પ્રતિની લંબાઈ-પહોળાઈ ૨૩ xરા ઇચપ્રમાણ છે, લિપિ સુવાચ્ય અને સ્થિતિ સારી છે. સમગ્ર પ્રતિના અંતમાં આ પ્રમાણે પ્રશસ્તિ છે – "संवत् १४८९ वर्षे मार्गशीर्ष शुदि पंचम्यां तिथौ गुरुदिने श्रीमति श्रीस्तंभतीर्थे अविचलत्रिकालज्ञाssज्ञापालनपटुतरे विजयिनि श्रीमत्खरतरगच्छे श्रीजिनराजसूरिपट्टे लब्धिलीलानिलयबंधुरबहुबुद्धिबोधितभूवलयकृतपापपूरप्रलयचारुचारित्रचंदनतरुमलययुगप्रवरोपममिथ्यात्वतिमिरनिकरदिनकरप्रसरसमश्रीमत् (द)गच्छेशभट्टारकश्रीजिनभद्रसूरीश्वराणामुपदेशेन परीक्ष सा. गुजरसुतेन रेषाप्राप्तसुश्रावकेण परीक्ष्य(क्ष)धरणाकेन पुत्र सा. साईयासहितेन श्रीसिद्धांतकोशे सूर्यपन्नत्तीसूत्रं टिप्पनकं चन्द्रप्रशप्तिसूत्रं लिखापित। पु. हरीવાવેન સ્ટિવિત છે !
વં સંશક પ્રતિ–અહીં પ્રતિપરિચયના પ્રારંભમાં જણુવ્યું છે તે મુજબ, આ પ્રતિ ખંભાતના કોઈ ભંડારની હોવી જોઈએ. આની વિશેષ માહિતી મને મળી નથી.
૧.
જ્યોતિષ્કરંડકની આ વૃત્તિ નોંધ્યા પછી વર્ષો બાદ મુંબઈમાં પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ આ જ્યોતિષ્કરંડકમૂલ અને અહીં જણાવેલી આ વૃત્તિનું સંશોધન કાર્ય કર્યું ત્યારે તેઓશ્રીએ આ વૃત્તિ નહીં પણ ટિપ્પન છે, એમ નિર્ણિત કર્યું છે. એટલું જ નહીં, જ્યોતિષ્ઠપંડની મૂલવાચનાની સાથે પ્રસ્તુત શ્રી શિવનંદિવાચકૃત જ્યોતિષ્કરડકટિપ્પનકને પણ સંપૂર્ણ સંશોધિત કરીને, તેની મુદ્રણયોગ્ય પ્રેસકૉપી પણ તેમણે સ્વહસ્તે લખી છે. આ ટિપ્પનકને, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનદ મંત્રીશ્રીઓએ વિદ્યાલય તરફથી પ્રકાશિત કરવા વિચાર્યું છે, અને તેનું મુદ્રણકાર્ય ટુંક સમયમાં શરૂ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org