________________
પ્રસ્તાવના
૨૨. માકરણચવા [૨]–આ આતુરપ્રત્યાખ્યાન, જેસલમેરના ગ્રંથભંડારોમાંની કોઈ એક પ્રતિના આધારે લીધેલું હોય એમ જણાય છે. આની કુલ ૩૪ ગાથાઓ છે, અને જેસલમેરના ભંડારોની પૂર્વે જણાવેલી મુદ્રિત સૂચીમાં આ નામવાળા પ્રકીર્ણકની પ્રતિઓ પૈકીની કેટલીક પ્રતિઓની નોંધમાં ગાથાસંખ્યા આપી નથી, તેથી આનો નિશ્ચિત નિર્ણય થઈ શક્યો નથી.
૨૪. વડસરળવળ–આ ચતુ શરણપ્રકીર્ણક, જેસલમેરના શ્રી જિનભદ્રસૂરિ જૈન જ્ઞાનભંડારની ક્રમાંક ૧૫૧ વાળી તાડપત્રીય પ્રતિના આધારે લીધેલું હોય એમ જણાય છે. આ તાડપત્રીય પ્રતિમાં કુલ ૨૪ કૃતિઓનો સંગ્રહ છે, તેમાં જે પત્ર ૨૯થી ૩૩માં પિટાક્રમાંક ત્રીજામાં આવેલ “વાસન જાથા ૨૭” છે, તે જ આ પ્રકીર્ણક હોવું જોઈએ. જુઓ પહેલાં જણાવેલ જેસલમેરના ભંડારોની મુદ્રિત સૂચીનું પૃ. ૪૮ મું. આ પ્રતિમાં આવેલ અન્ય કૃતિઓની વિગત માટે પણ સૂચિત સૂચીનાં પૃ૦ ૪૭ થી ૫૧ જેવાની ભલામણ કરું છું.
૨. મરિબાન્નય–ભક્તપરિજ્ઞા પ્રકીર્ણકનું સંશોધન, દં, સા૦, ૦, ૧, અને g૦ (પુ. સંજ્ઞક પહેલી પ્રતિ), એમ કુલ છ પ્રતિઓના આધારે કરેલું છે. આમાં સ્ત્રી સંજ્ઞક પ્રતિ, લા. દ. વિદ્યામંદિર-અમદાવાદમાં સુરક્ષિત શ્રી લાલભાઈ દલપતભાઈના ગ્રંથસંગ્રહની પ્રતિ પૈકીની હોવી જોઈએ. આ પ્રકીર્ણકની ટિપણીગત . સંજ્ઞા, પ્રતિમાં સંશોધિત પાઠની છે, છે, એમ સમજવું. શેષ પ્રતિઓનો પરિચય પહેલાં આપ્યો છે.
૨૧. નિરિવીરમદાર વિર્ય મારવાનવયં–આ આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણકનું સંશોધન, દું, , , , ઢા, ઘ૦ અને પુત્ર (પુ. સંસક પહેલી પ્રતિ), એમ કુલ સાત પ્રતિઓના આધારે કર્યું છે. આમાંની રા૦ પ્રતિ, લા. દ. વિદ્યામંદિર–અમદાવાદમાં સુરક્ષિત શ્રી લાલભાઈ દલપતભાઈના સંગ્રહની હોવી જોઈએ અને પ્ર૦ પ્રતિ પૂજ્યપાદ પ્રવર્તકજી શ્રી કાંતિવિજયજી મહારાજના, પહેલાં જણાવેલા ત્રણ ગ્રંથભંડારો પૈકીના કોઈ એક ગ્રંથભંડારની હોવી જોઈએ. શેષ પ્રતિઓનો પરિચય પહેલાં આપેલો છે.
૨૭. છાયા પરૂowાય-ગચ્છાચારપ્રકીર્ણકના સંશોધન માટે ઉપયોગમાં લીધેલી છે, જે, છે અને પુ. (પુ. સંસક પહેલી પ્રતિ), એમ કુલ ચાર પ્રતિઓનો પરિચય પહેલાં આપેલો છે અહીં ટિપ્પણીમાં જે વૃ૦ સંજ્ઞા છે તે શ્રી વિજ્યવિમલગણિત ગચ્છાચારપ્રકીર્ણકવૃત્તિની છે. આ વૃત્તિ શ્રીમદ્દાનવિજ્યગણિ (આચાર્યભગવંત શ્રી વિજયદાનસૂરીશ્વરજી) એ સંપાદિત કરેલ અને સન ૧૯૭૯માં શ્રી દયાવિમલગ્રંથમાલા-અમદાવાદ તરફથી પ્રકાશિત થયેલી છે.
૨૮. રાજવીdgomય–સારાવલી પ્રકીર્ણકનું સંશોધન, દં, પુ , પુ૨, અને પ્ર૦ સંજ્ઞક, કુલ ચાર પ્રતિઓના આધારે કર્યું છે. આમાંની દૃ સંસક પ્રતિનો પરિચય પહેલાં આપ્યો છે. શેષ પ્રતિઓનો પરિચય આ પ્રમાણે છે–
g? સંડક પ્રતિ–લાદ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ-માં સુરક્ષિત પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિભગવંત શ્રી પુણ્યવિજ્યજી મહારાજના ગ્રંથસંગ્રહની, ક્રમાંક ૧૪૭૧ વાળી આ પ્રતિ છે. આનાં ચાર પત્ર છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃદ્ધિમાં તેર પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં ૫૫થી ૧૮ અક્ષરો છે. પ્રત્યેક પૃષ્ઠિના મધ્યભાગમાં લેખકે કોરો ભાગ રાખીને રિક્તાક્ષર શોભન કર્યું છે. અંતમાં પ્રશસ્તિ-પુષ્પિકા નથી, છતાં લિપિના આકાર–પ્રકારથી કહી શકાય કે, આ પ્રતિ વિક્રમના સોળમા શતકમાં લખાયેલી હોવી જોઈએ. આની લંબાઈ-પહોળાઈ ૧૧ ૪૪ ઇંચ પ્રમાણ છે. પ્રસ્તુત પ્રકીર્ણની ટિપ્પણીમાં જે “પુર સં' સંજ્ઞા છે તે આ પ્રતિમાં સંશોધિત પાઠની છે, એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org