________________
પ્રસ્તાવના
૨૭.
શાસ્ત્રો લખાવીને ગ્રંથભંડાર બનાવ્યો. આમાં ૫૦ શ્રી ગુણસાગર ગણી અને પંશ્રી ચારિત્રવલ્લભ ગણીનો સહકારરૂપ પ્રયત્ન છે. આવો આ ગ્રંથભંડાર દીર્ઘ સમય સુધી આબાદ રહો.” પ્રસ્તુત ૪૦ સંજ્ઞક પ્રતિમાં જે વધારાની ઘણી ગાથાઓ છે તે ચંદ્રાધ્યકપ્રકીર્ણકની કોઈ પણ હસ્તલિખિત પ્રતિમાં નથી, પણ મળસમાધિ આદિ તથાવિધ કૃતિઓની છે. આ વધારાની ગાથાઓને પરમ પૂજ્ય મુનિશ્રી ચતુરવિજ્યજી મહારાજે, તે તે સ્થાનમાં ઉપયોગી જાણીને, જુદા કાગળમાં લખીને, તેમણે લખેલી કોપીમાં ઉમેરેલી છે. અહીં વિશેષમાં એટલું જણાવવાનું કે આ ઉમેરેલી ગાથાઓ અનેક સ્થળે અશુદ્ધ છે તેથી પ. પૂ. મુનિશ્રી ચતુરવિજ્યજીએ કોઈ હસ્તલિખિત ગ્રંથમાંથી લખી હશે. ૪૦ સંજ્ઞાવાળી પ્રતિ તે ડૉ. કાયા દ્વારા સંપાદિત અને સન ૧૯૭૧માં ઇન્સ્ટિટયૂટ ડિ સિવિલિજેશન ઈન્ડિયન– પેરિસ દ્વારા પ્રકાશિત મુદ્રિત આવૃત્તિની છે. પા. સંજ્ઞા, સંજ્ઞક મુદ્રિત આવૃત્તિમાં નોંધેલ પાઠભેદની છે.
૪. પાળિવિજ્ઞાવરૂomગણિવિદ્યાપ્રકીર્ણકના સંશોધનમાં ઉપયોગમાં લીધેલી તા૦, , જે, પુ, અને હૃ૦ સંજ્ઞાવાળી પાંચે ય પ્રતિઓનો પરિચય પહેલાં જણાવ્યો છે. અહીં નોંધેલી પુત્ર સંજ્ઞક પ્રતિ તે “સંતક પહેલી પ્રતિ” સમજવી.
નળવિમવિરૂonય-મરણવિભક્તિપ્રકીર્ણકના સંશોધન માટે ઉપયોગમાં લીધેલી , ને, સા૦ અને રૂ૦ (પુ. સંતક પહેલી પ્રતિ) સંજ્ઞાવાળી ચારે ય પ્રતિઓનો પરિચય પહેલાં જણાવેલો છે. આ પ્રકીર્ણકના પાઠભેદોની નોંધમાં પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ નોંધ્યું છે કે “નો, હૃતિ અને જોતિ જેવા પાઠના સ્થાને મુવ, હૃતિ અને ક્રાંતિ જેવા પાઠભેદોની નોંધ લીધી નથી.”
૬. મારવા [3]–આતુરપ્રત્યાખ્યાનપ્રકીર્ણકની મુદ્રણાર્ડ કોપીમાં એક સ્થળે પાઠભેદ નોંધીને પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ “ર” સંજ્ઞા આપી છે, જુઓ પૃ૦ ૧૬૦ ટિ. ૧. આથી આ પ્રતિ જેસલમેરના ભંડારની હોવી જોઈએ. પહેલાં જે જે સંજ્ઞક પ્રતિનો પરિચય આપ્યો છે તેમાં આકરવાના પ્રકીર્ણક છે તેની ૬૩ ગાથાઓ છે, જ્યારે પ્રસ્તુત કરવાના સંક્ષિપ્ત છે. આથી ગાથા સંખ્યાનો મેળ જોતાં આ પ્રકીર્ણકના ઉપયોગમાં લીધેલી જેસલમેરની પ્રતિ તે જેસલમેર ભંડારની ક્રમાંક ૧૩૨૬(૪૭) વાળી પ્રતિ હોવી જોઈએ, જુઓ લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ તરફથી પ્રકાશિત “સત્રમેહુથદસ્તપ્રતિસાદપતાનાં પ્રસ્થાનાં નૂતના રમૂવી” ગ્રંથનું પૃ. ૨૯૦ મું. આ ઉપરાંત સૂચિત મુદ્રણાર્ડ કોપીમાં પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ નોંધ્યું છે કે “જૈન આત્માનંદસભા, હા. રતિભાઈ.” આથી જાણી શકાય છે કે આ પ્રકીર્ણકની એક પ્રતિ જૈન આત્માનંદસભા, ભાવનગરની હોવી જોઈએ, અને તે શ્રી રતિલાલભાઈ દીપચંદ દેસાઈ દ્વારા પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ મંગાવેલી હશે. આ બે પ્રતિઓ સિવાય અન્ય કોઈ પ્રતિની નોંધ મળી નથી.
૭. માપવૈવાપuTય–મહાપ્રત્યાખ્યાનપ્રકીર્ણકના સંશોધનમાં ઉપયોગમાં લીધેલી . પુ. (પુ. સંતાક પહેલી પ્રતિ), સાઅને હું સંસક પ્રતિઓનો પરિચય પહેલાં જણાવ્યો છે.
૮. ફરિમાણિયારું—આ ઋષિભાષિતસૂત્રને, અર્ધમાગધી ભાષાના અધિકારી વિદ્વાન ડૉ. વાઘેર શુલ્કીંગે અનેક હસ્તલિખિત પ્રતિઓના આધારે જર્મનમાં રિંજિનો દ્વારા પ્રથમ અંડરૂપે સન ૧૯૪રમાં પ્રકાશિત કરેલું છે. આનો બીજો ખંડ છે. વાલ્ડસ્મીડર દ્વારા સંપાદિત-પ્રકાશિત થયેલો છે. આ બીજા ખંડમાં પ્રસ્તુત સૂત્રની ટીકા આપી છે. પહેલા અને બીજા ખંડમાં અનુક્રમે આવેલ મૂળસૂત્ર અને ટીકા રોમન લિપિમાં આપેલ છે. આ મૂળસૂત્ર અને ટીકાનું રોમન લિપિની સાથે નાગરી લિપિમાં પ્રકાશન, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ-તરફથી સન ૧૯૭૪માં થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org