SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ર પ્રતિઓનો પરિચય પ્રસ્તુત ગ્રંથમાં આવેલાં વીસ પ્રકીર્ણસૂત્રોની અચાન્ય ગ્રંથભંડારોમાંથી હસ્તલિખિત પ્રતિઓ મેળવીને, તેમાંની કેટલીક પ્રતિઓ પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ તે તે ગ્રંથભંડારોને પરત પણ કરેલી. અલબત્ત, પ્રત્યેક પ્રતિની સંજ્ઞા, તેના પાઠભેદની સાથે નોંધી છે. આ સમગ્ર પ્રતિઓમાંથી કોઈ કોઈ પ્રતિની સંજ્ઞાના આધારે તે ક્યા ભંડારની હશે ?” તે હું કલ્પી શક્યો નથી. આમ છતાં મોટા ભાગની પ્રતિઓનો પરિચય હું સ્પષ્ટ જાણી શક્યો છું. ફક્ત વોરૂડાં વરૂog/ના સંશોધનમાં ઉપયોગમાં લીધેલી á. અને વંદિ. સંજ્ઞાવાળી પ્રતિ ખંભાતના ક્યા ભંડારની છે? તે સ્પષ્ટ થઈ શકયું નથી, કારણ કે “શ્રી શાંતિનાથજી જૈન તાડપત્રીય જ્ઞાનભંડાર'ના મુદ્રિત સૂચિપત્રમાં પ્રસ્તુત ગ્રંથ જ નથી. ખંભાતમાં શાસનસમ્રાટ આચાર્યભગવંત શ્રી વિજ્યનેમિસૂરીશ્વરજીનો, જૈનશાળાની અને પાયચંદગચ્છનો, એમ જે બીજા ત્રણ ભંડારો મારી જાણમાં છે, તે ભંડારોની અથવા મારી જાણમાં ન હોય તેવા ખંભાતના કોઈ જ્ઞાનભંડારની આ બે વં૦ અને વંદિ. પ્રતિ હોવી જોઈએ એ હકીકત બન્ને પ્રતિઓની સંજ્ઞાના આધારે સ્પષ્ટ છે જ. વધારે આશ્ચર્ય તો એ છે કે–વોસમાં પusi”ના સંશોધનમાં સ્વીકારેલી પુ. સંતક પ્રતિ (એટલે પૂજ્યપાદ આગમપ્રભાકરજી શ્રી પુણ્યવિજ્યજી મહારાજના સંગ્રહની પ્રતિ) અહીં તેઓશ્રીના સંગ્રહમાં નથી. આથી અનુમાન કરવું પડે છે કે, કોઈ મહાનુભાવે આપેલી આ પ્રતિ અર્પિત છે એમ માનીને તેની સંજ્ઞા અપાઈ હોય અને પાછળથી તે પ્રતિ તેના આપનારને પરત કરવી પડી હોય. આ સિવાય પણ કોઈ કોઈ પ્રતિઓની માહિતી મને મળી નથી. અસ્તુ. જે પ્રતિઓ વિવિધ પ્રકીર્ણકોના સંગ્રહરૂપે લખાયેલી છે તેમનો પરિચય અહીં પ્રથમ આપીને તે પછી શેષ પ્રતિઓનો પરિચય આપ્યો છે – સં. સંજ્ઞક પ્રતિ :—શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર-પાટણમાં સુરક્ષિત અનેક હસ્તલિખિત જ્ઞાનભંડારોમાંના “સંઘવીપાડા જૈન જ્ઞાનભંડાર ની આ પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી છે. ભંડારની નવી સૂચીમાં આ પ્રતિનો ક્રમાંક ૬૫ છે, વડોદરા પ્રાચ્યવિદ્યામંદિર તરફથી પ્રકાશિત થયેલા “વત્તનથનમાહાયપ્રસૂ”િ ગ્રંથમાં આનો ક્રમાંક ૮૨ છે, જુઓ પૃ. ૬૦ મું. આ પ્રતિમાં પ્રસ્તુત વરૂomયમુનારૂં ગ્રંથમાં આવેલા કુલ ૨૦ પ્રકીર્ણકસૂત્રો પૈકીનાં ૧૨ પ્રકીર્ણકો લખાયેલાં છે. આ ઉપરાંત નીવો નામની કૃતિ પણ આમાં લખેલી છે, જે પ્રાયઃ કોઈ મોટા ભાષ્યગ્રંથગત ગાથાઓનો સંદર્ભ છે. આ પ્રતિમાં આવેલી કૃતિઓ અનુક્રમે આ પ્રમાણે છે . સાધુવંધિકયા (વંડરવરૂપાય), ૨. માલપચવવા (પ્રસ્તુત ગ્રંથમાં ૧૬ મા ક્રમાંકમાં છે તે), ३. भक्तपरिज्ञा, ४. संस्तारकप्रकीर्णक, ५. तंदुलवेयालिय, ६. चंदाविज्झय, ७. देवेन्द्रस्तव, ૮. વિદ્યાર્થિવશ, .મહાવચેવાળ, ૨૦, વીરસ્તા, ૨. વીવેજs, ૨. રીવાર અને ૨૩. મળસમાધિ. કુલ ૧૩૦ પત્રમાં લખાયેલી આ પ્રતિમાં પહેલું, બીજું અને સાતમું, એમ ત્રણ પત્ર નથી. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં વધુમાં વધુ આઠ અને ઓછામાં ઓછી પાંચ પંક્તિઓ છે. આ પ્રતિની સ્થિતિ અતિ કોમળ સ્પર્શથી પણ પાનાનો અભ્યાધિક ભાગ ખરી પડે તેવી છે અને લિપિ સુવાચ્ય છે, લંબાઈ-પહોળાઈ ૧૨ા xરા ઈચપ્રમાણ છે. આ પ્રતિનાં ૧૧૩ થી ૧૩૦ સુધીના પત્રો ૧. પ્રસ્તુત ગ્રંથમાં જે જે હસ્તલિખિત પ્રતિઓની સંજ્ઞા આપી છે તે તે પ્રતિઓનો પરિચય અહીં આપ્યો છે. આ પ્રતિઓ સિવાય પણ પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ જુદાં જુદાં પ્રકીર્ણ કસૂત્રોની ભિન્ન ભિન્ન હસ્તલિખિત પ્રતિઓ એકત્રિત કરીને તેનો ઉપયોગ વિશિષ્ટ સ્થાનો માટે કરેલો હોવો જોઈએ, એમ મારું અનુમાન છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy