SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વિચારણા કરી. પૂજ્યપાદ આગમપ્રભાકરજી સુરતમાં રહ્યા તે દિવસોમાં રાત્રે સુવાની વ્યવસ્થા પણ સાથે જ રહી, જેથી નિદ્રા પહેલાના સમયનો પણ ઉપયોગ થતો. આ પ્રસંગે પણ અન્ય વિચારણીય બાબતોની સાથે, દસ પ્રકીર્ણકોની સંખ્યાની સંગતિ માટે વિચારણા થયેલી તેમાં પણ આધારભૂત માહિતી મળી ન હતી. ૨૨ જૈન સાહિત્યના અન્વેષણમાટે આજીવન અથક પરિશ્રમ કરી જેમણે મહત્ત્વની માહિતીસભર વિપુલ સામગ્રી પ્રકાશિત કરી છે તે સ્વનામધન્ય દિવંગત શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ એ સંકલિત કરેલ અને જૈન કૉન્ફરન્સદ્વારા પ્રકાશિત થયેલ “ જૈન ગ્રંથાવલી' ગ્રંથમાં પ્રકીર્ણકસૂત્રોની દસની સંખ્યા ત્રણ પ્રકારે જણાવી છે. ટૂંકમાં શ્રી દેશાઈ જેવા ખંતીલા અન્વેષકને પણ દસ પ્રકીર્ણકોનાં નિશ્રિત નામ મળ્યાં ન હતાં. પ્રકીર્ણકસૂત્રોના સંબંધમાં ઉપર્યુક્ત પરિસ્થિતિ હોવાથી, દિવંગત પૂજ્યપાદ આગમપ્રભાકરછ મહારાજે, વિવિધ જ્ઞાનભંડારોમાં જેમની પ્રાચીન-પ્રાચીનતર હસ્તલિખિત પ્રતિઓ મળે છે તેવાં વીસ પ્રકીર્ણકસૂત્રો પ્રકાશિત કરવા નિર્ણય કરેલો. આ પ્રકીર્ણકસૂત્રોની મુદ્રણયોગ્ય નકલોની વિગત આ પ્રમાણે છે— પૂજ્યપાદ આગમપ્રભાકરએ સ્વહસ્તે લખેલ અને સંપૂર્ણ સંશોધિત કરેલ કૃતિઓ--—ગ્રંથના પ્રારંભમાં આવેલ ‘ત્તામિંગમુત્ત' (પૃ॰ ૧), ‘સિમાસિયાળ સંગળી’ (પૃ૦ ૧૭૯), ‘સિમાસિતઅત્યાસિંગફળી ’ (પૃ॰ ૧૮૦), તથા ‘વીરહ્યો' (પૃ૦ ૨૯૨-૯૭). પરમપૂજ્ય સાધ્વીજી શ્રી કારશ્રીજી મહારાજે નકલ કરેલી કૃતિઓ... માસવચવાળું [૨]' (પૃ૦ ૧૬૦-૬૩), ‘વીવકારવળત્તિસંગફળીનાહામો' (પૃ૦ ૨૫૭૭૯) તથા ૨૩સરળવફાÄ' (પૃ૦ ૩૦૯-૧૧), આ ત્રણેય પ્રકીર્ણકસૂત્રોને પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ સંપૂર્ણ સંશોધિત કર્યો છે. ‘સિમાસિયાન્' (પૃ૦ ૧૯૨૨૫૬)ની નકલ પરમપૂજ્ય સાધ્વીજી શ્રી ઓંકારશ્રી મહારાજે કરી છે અને મેં (અમૃતલાલ ભોજકે) તેને યથાશક્તિ સંશોધિત કરેલ છે. મેં જેની નકલ કરી છે તે કૃતિઓ— ચંદ્રાવાયવફળયં (પૃ૦ ૬૩-૮૯), વુસાળુવંધિગાય' (પૃ૦ ૨૯૮-૩૦૪), ‘મારવચવાળું [૨] ' (૪૦ ૩૦૫–૮), ‘સિરિવીરમાયરિયનિયં આવરધવલાળવફળë' (પૃ૦ ૩૨૯-૩૬), ‘સારાવહીપાળ્યું (પૃ૦ ૩૫૦-૬૦) અને ‘તિથ્થો માટીવાળયં' (પૃ૦ ૪૦૯-૫૨૩). આ પ્રકીર્ણકસૂત્રોને પાભેદો નોંધીને મેં સંશોધિત કરેલ છે. આમાં પ્રથમ ચાર પ્રાકસૂત્રોના કેટલાક પાઠભેદો પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ નોંધેલા હતા. ‘સોશ્યલ વયં' (પૃ૦ ૩૬૧૪૦૮) સૂત્રની, પ્રાચીનતમવ્યાપ્યાસહિતની સંપર્ણ સંશોધિત નકલ પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ સ્વહસ્તે કરેલી, તેમાંથી મૂળવાચના અને તેના પાઠભેદોની મેં માત્ર નકલ કરેલી છે. ' : ઉપર્યુક્ત સિવાયનાં નવ પ્રકીર્ણકસૂત્રો (ક્રમાંક-૧, ૨, ૩, ૪, ૫, ૭, ૧૦, ૧૫ અને ૧૭)ની કોપી શ્રી નગીનદાસ કેવળથી શાહે કરેલી છે. આમાંનાં ૧, ૨, ૩ અને ૪ ક્રમાંકવાળાં પ્રકીર્ણકસૂત્રોનું સંપૂર્ણ સંશોધન પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ કરેલું છે. જ્યારે ૫, ૭, ૧૦, ૧૫ અને ૧૭ ક્રમાંકવાળાં પ્રકીર્ણકસૂત્રોના કાચા પાઠભેદો નોંધેલા હતા તે ચકાસીને મેં યથામતિ નોંધ્યા છે, તથા આ નવ પ્રકીર્ણકસૂત્રોમાં અંતરે અંતરે આપેલાં વિષયનિરૂપક શીર્ષકો મેં લખ્યાં છે. ઉપર જણાવેલ સમગ્ર પ્રકીર્ણકસૂત્રો ઉપરાંત, પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ કેટલાંક આરાધનાપ્રકરણો અને કુલકો આદિની નકલ કરાવીને કેટલાકના પામ્ભેદ નોંધેલા હતા, જે તેઓશ્રીની અંતરેચ્છા મુજબ પ્રસ્તુત ‘પફ્ળયસુન્નારૂં મા-૬ ગ્રંથના પરિશિષ્ટોની સાથે બીજા ભાગરૂપે થોડા સમયમાં પ્રકાશિત થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy