________________
પ્રસ્તાવના
છે, શેષ રૂમનીવો , સિદ્ધપાદુ અને જીવવિત્તિ, આ ત્રણ પ્રકીર્ણકોને પ્રસ્તુત ગ્રંથમાં લીધાં નથી.
જ્યારે “સાકરચવાઈi [૧]” (પૃ ૧૬ ૦-૧૬૬), “મારપરવાઈi [૨]” (પૃ. ૩૦૫-૩૦૮) તથા “વફસરળવાય” (પૃ. ૩૦૯-૩૧૧), આ ત્રણ પ્રકીર્ણકસૂત્રો સ્વીકારીને, કુલ ૨૦ પ્રકીર્ણકસૂત્રો પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત કર્યો છે. મેં પહેલાં જણાવ્યું તે મુજબ આ પ્રકાશનમાં પ્રકીર્ણસૂત્રોની સંખ્યા અને ક્રમ પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ નિર્ણત કરીને સ્વહસ્તે નોંધેલ, તે એક હકીકત છે. તેથી અહીં જે ફરક છે તેનો હેતુ પણ તેમના મનમાં સ્પષ્ટ હશે જ, પણ તેની નોંધ મળી નથી તેથી વિશેષ સ્પષ્ટીકરણ કરવું મારા માટે મુશ્કેલ છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરાને માન્ય છે ૪૫ આગમસૂત્ર છે તેમાં અંગ-ઉપાંગાદિ પાંત્રીસ અને દસ પ્રકીર્ણકસૂત્રો મળીને પીસ્તાલીસની સંખ્યા થાય છે. અહીં પહેલાં જણાવ્યા મુજબ દસ પ્રકીર્ણકસૂત્રોનાં નિશ્ચિત નામની કોઈ પરંપરા નથી મળતી. આમ છતાં પીસ્તાલીસ આગમોની સંખ્યાની સંગતિ માટે, સમગ્ર આગમોના તેમના સમયના અદ્વિતીય અભ્યાસી આગમોદ્ધારક પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે દસ પ્રકીર્ણકસૂત્રોની સંખ્યા નિશ્ચિત કરીને, તે આગમોદય-સમિતિ-સુરત–દ્વારા સન ૧૯૨૭માં પ્રકાશિત કર્યો છે. આ સંખ્યામેળ માટે અનિવાર્ય હોવાથી જરૂરી હતું. બાકી ઉપર જણાવ્યા પ્રમાણે દસ પ્રકીર્ણકોનાં નામનો કોઈ નિશ્ચિત આધાર આજ સુધી મળ્યો નથી એ એક હકીકત છે. આ સંબંધમાં જ નહીં પણ સમગ્ર આગમોના સંબંધમાં સ્વર્ગસ્થ પૂજ્યપાદ આગમપ્રભાકરછ મુનિભગવંત શ્રી પુણ્યવિજ્યજી મહારાજને તેમના દીર્ધકાલીન સંશોધન કાર્યમાં કેટલીક બાબતોમાં શંકા અને વિમાસણ પણ થયેલી અને તે સંબંધમાં જૈન આગમોના ગંભીર અભ્યાસી અને અધિકારી સ્થવિર આચાર્યભગવંત પૂજ્યપાદ આગમ દ્વારકજી મહારાજને અનુકૂળતાએ પ્રત્યક્ષ મળવા વિચારેલું. દરમિયાનમાં સુરતમાં બિરાજમાન પૂજ્યપાદ આગમોઠારજીને અંતિમ બિમારી આવી. આથી પૂજ્યપાદ આગમપ્રભાકરજી વડોદરાથી સુરત ગયા અને ત્યાં પ્રાયઃ પંદર દિવસ રહ્યા. ત્યાં તેમણે આગમ ગ્રંથોનાં વિચારણય સ્થાનોની સંપૂર્ણ ચર્ચા–
૧. વિક્રમના ચૌદમાં શતમાં થયેલા આચાર્ય શ્રી પ્રદ્યુમ્રસૂરીશ્વરજીએ રચેલા વિચારસરવરણમાં :
આગમોનાં પિસ્તાલીસ નામ જણાવ્યાં છે, તેમાં પણ દસ પ્રકીર્ણસૂત્રોનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. મુનિશ્રી મણિયસાગરજીએ સંપાદિત કરેલ અને સન ૧૯૨૩માં આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત વિવારસા પ્રવરણમાં પિસ્તાલીસ આગમોનો ઉલ્લેખ આ પ્રમાણે છે – आयारो १ सूयगडे २ ठाणं ३ समवाय ४ भगवईअंगं५। नायाधम्मकहाओ ६ उवासगदसाओ७ सतमयं ॥३४४॥ अंतगडाणं च दसा ८ अणुत्तरुववाइया दसा९ तत्तो। पण्हावागरणं तह १०. इक्कारसमं विवागसुयं ११ ॥३४५॥ अट्ठारसहस्साई पयाण इह होइ पढममंगं तु। सेसाई अंगाई हवंति इह दुगुणदुगुणाई ॥३४६ ॥ ओवइ १२ रायपसेणिय १३ जीवाभिगमो १४ तहेव पन्नवणा १५। चंदस्स १६ य-सूरस्स १७ य-जंबुद्दीवस्स १८-पन्नत्ती ॥३४७॥ निरयावलिया १९ कप्पिय २० पुफिय २१ तह पुप्फचूलिओवंगं २२ । वहिदसा २३ दीवसागरपण्णत्ती २४ मयविसेसेणं ॥ ३४८ ॥ कप्प २५ निसीह २६ दसासुय २७ ववहारो २८ उत्तरज्झयणसुत्तं २९ । रिसिभासिय ३० दसयालिय ३१ आवस्सय ३२ मंगवज्जाइं ॥ ३४९ ॥ तंदुलवेयालियया ३३ चंदाविज्झय ३४ तहेव गणिविजा ३५। निरयविभत्ती ३६ आउरपञ्चक्खाणा ३७ इय पयन्ना ॥ ३५० ॥ गणहरवलयं ३८ देविंदनरिंदा ३९ मरण ४०-झाण ४१-भत्तीओ। पक्खिय ४२ नंदी ४३ अणुओगदार ४४ देविंदसंथवणं ४५ ॥ ३५१ ॥ इय पणयाली सुत्ता, उद्धारा पंचकप्प १ जियकप्पा २ । पिंडे-ओह-निजुत्ती, निज्जुत्ती भास-चुण्णीओ ॥ ३५२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org