________________
કષાયો અને વિષયો આરાની અપેક્ષાએ અનાદિ અનંત કહેવાય. આ પ્રમાણે કાળથી આરો અને તેનાથી થતું જ્ઞાન સમજવું અને મહાવિદેહની અપેક્ષાએ તે શ્રુતજ્ઞાનને અનાદિ અનંત વિભાગ જ સંભવે. સમ્યકત્વ પામે ત્યારે શ્રુતજ્ઞાન થાય, તે સાદિકૃત કહેવાય અને તે ભાવની અપેક્ષાએ થાય છે. આ રીતે સાદિ અને અનાદિ તથા પર્યાવસિત શ્રત અને અપર્યાવસિતશ્રત એમ સાતથી દશ પ્રકાર થયા..
એક સરખા પાઠ કે ગીતિ-આર્યા (આદિ), તેને ગમિકશ્રત કહેવામાં આવે છે. દષ્ટિવાદ નામનું બારણું અંગ એકસરખા પાઠનું હોવાથી તે ગમિકશ્રુત કહેવાય છે. જેના એકસરખા પાઠ ન હોય તે અગમિકશ્રુત કહેવાય છે. તે ગમિકશ્રતનું પ્રતિપક્ષી છે. આ રીતે શ્રુતજ્ઞાનને અગિયારમે અને બારમે પ્રકાર થયું. તેરમા પ્રકારમાં અંગપ્રવિણ શ્રત આવે છે. ભગવતીસૂત્ર પ્રમુખ બાર અંગ તે અંગનું શ્રુત અને તેમાં બારે અંગના જ્ઞાનને સમાવેશ થાય છે. અંગબાહાકૃત તે ચૌદમે પ્રકાર છે. તેમાં અંગ બહારના સર્વપ્રથે, કર્મગ્રંથ, પ્રકરણો વગેરેને સમાવેશ થાય છે. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન એ સર્વ અંગબાહ્ય શ્રુતમાં આવે છે. આવા પ્રકારના ચૌદ વિભાગને શ્રુતજ્ઞાનનું આવરણ કરેલું તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ છે. એમાં ચૌદ પ્રકારમાંથી ગમે તે પ્રકારનું આવરણ થઈ શકે છે, તે ત્યાં સમજી લેવું.
કર્મગ્રંથના શ્રુતજ્ઞાનના વિશે પ્રકાર પણ સાતમી ગાથામાં બતાવ્યા છે, તે આ પ્રમાણે- .
નિગોદનો અપર્યાપ્ત જીવ પ્રથમ સમયે એટલે જઘન્ય કુશ્રત, તેને એક અંશ વધે, તે પ્રથમ પર્યાયશ્રત અને તેમાં બે-ચાર કુશ્રુતપર્યાયનું જ્ઞાન વધે, તે પર્યાયસમાસશ્રત. હવે ત્રીજા અક્ષરકૃતની વાત કરીએ. અમારાદિ લધ્યક્ષરમાંથી એક અક્ષરને વ્યંજનપર્યાય સહિત જાણો, તે અક્ષરશ્રુત કહેવાય છે. આમાં સ્વર કે વ્યંજન ચાલે, પણ તેમાંથી એકનું જ જ્ઞાન અક્ષરગ્રુત કહેવાય છે. તેમાં તેને હસ્વ ઇ, ઉ વગેરે લાગે, તે પણ અક્ષરધૃતના એક અક્ષરના જ્ઞાનમાં આવે છે. અક્ષરસંગે બે-ત્રણ-ચાર કે વધારે અક્ષર થાય તે અક્ષરસમાસશ્રત. તેમાં એકથી વધારે અક્ષરનું જ્ઞાન થાય છે. પાંચમું પદકૃત આવે છે. ઘણા અક્ષરે મળવાથી એક પદ થાય છે. એમાં અર્થનું જ્ઞાન પણ આવે છે, પદનું માત્ર જ્ઞાન થાય, પણ તેના અર્થને ભાસ થાય તે પદભ્રતમાં આવે છે. આવા એકથી વધારે પદનું જ્ઞાન થાય, તે પદસમાસ શ્રુતજ્ઞાન છડું જ્ઞાન કહેવાય છે. પદને અર્થ આમાં બરાબર સમજાય છે. અને એકથી વધારે પદમાં એકથી વધારે પદને અર્થ સમજાય છે, તે પદસમાસકૃત નામને છઠ્ઠો પ્રકાર થાય છે. એક માર્ગણાનું સંપૂર્ણજ્ઞાન થાય, તે સાતમું સંઘાતકૃત કહેવાય છે અને ચૌદ માગણા પૈકી એકથી વધારે માગણનું સંપૂર્ણ જ્ઞાન થાય તે આઠમું સંઘાતસમાસશ્રુતજ્ઞાન કહેવાય છે. આમાં જીવાદિકને અવતરવાનું જ્ઞાન પણ માર્ગણજ્ઞાનમાં સમાય છે. એ માર્ગણાનું એક વિષયી પૂર્ણજ્ઞાન છે. આના સમાસકૃતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org