________________
પ્રશમરતિ વિવેચન સહિત અક્ષરગ્રુત—અક્ષર ને તેના ત્રણ પ્રકાર છે. અ થી માંડીને હ સુધી ઉચ્ચાર કરવામાં આવે, તેને વ્યંજનાક્ષર કહેવામાં આવે છે. વ્યંજન બીજાને પિતાને આશય જણાવે છે, માટે તેને વ્યંજન અક્ષર કહ્યા છે. આને બોલવામાં ઉપયોગ થાય છે. એટલે તેને વ્યંજનાક્ષર સંજ્ઞા યોગ્ય રીતે આપવામાં આવી છે. શબ્દ જાણતાં જ તેના અર્થનું ભાન થાય તે લધ્યક્ષર કહેવાય છે. અને અક્ષરની સંજ્ઞા જોતાં તે અમુક અક્ષર છે એમ કહેવાય તે સંજ્ઞાક્ષર. આમાં સંજ્ઞા અને વ્યંજન અક્ષરને દ્રવ્યકૃત અને લધ્યક્ષરને ભાવશ્રુત કહે છે.
બીજુ અનક્ષરદ્યુત છે–પદ્રિય જીને સંજ્ઞા હોય છે. તે સંજ્ઞાથી જાણે તે અક્ષરધૃતનું પ્રતિપક્ષી અક્ષરશ્રત છે. એટલે ઓડકાર, છીંક કે ખાંસીથી કોઈ પદાર્થ કે - વસ્તુનું કે માણસની હાજરીનું જ્ઞાન થાય તે, અનક્ષર શ્રુતના વિભાગમાં આવે છે.
ત્રીજ સંશ્રિત કહેવાય છે—હેતૃપદેશ, દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદેપદેશિકી એમ ત્રણ સંજ્ઞા હેાય છે. દીર્ઘકાલિકી સંજ્ઞાથી જીવન મને ગત ભાવ જણાય, તેને સંજ્ઞિકૃતજ્ઞાન કહેવામાં આવે છે. અને જે કંઈ કામ કરી ચૂકેલે હોય અથવા અમુક કામ કરું છું અને અમુક કાર્ય હું ભવિષ્યકાળમાં કરીશ, તે હેતૂપદેશ સંજ્ઞિકૃત. આ પ્રમાણે ચૌદ પૂર્વધર મુનિને જે જ્ઞાન થાય તે દષ્ટિવાદી પ્રાદેશિકી સંજ્ઞા કહેવાય છે.
- મન વગરના છ અસંશી કહેવાય છે. તેને ઇન્સ્ટીટ’–જાતિબળથી જે જ્ઞાન થાય, તેને સંક્ષિશ્રતનું પ્રતિપક્ષી અસંજ્ઞિકૃત કહેવામાં આવે છે. આવાને મન વગર માત્ર ઇદ્રિયથી જ્ઞાન થાય છે. એ શ્રુતજ્ઞાનને જે પ્રકાર છે. - સમકિત દષ્ટિ જીવને જે જ્ઞાન થાય, તે પાંચમુ સભ્ય શ્રુત કહેવાય છે. અને તેનું પ્રતિપક્ષી છઠું મિથ્યાશ્રુત કહેવાય છે. એમાં ખેટાનું ખરા તરીકે અને ખરાનું બેટા તરીકે જ્ઞાન થાય છે. આ શ્રુતજ્ઞાનને છઠ્ઠો વિભાગ થયે.
સાતમું જે જ્ઞાનની આદિ હોય છે, તેને સાતમું સાદિકૃત કહેવામાં આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ આના (સાહિશ્રુતના) ચાર વિભાગ છે. દ્રવ્યની અપેક્ષાએ શ્રતજ્ઞાન સાદિ અને સંપર્યાવસિત છે, સમ્યકત્વ વમતી વખતે અથવા કેવળજ્ઞાન પામતી વખતે શ્રતજ્ઞાન જાય તે સપર્યવસિત જ્ઞાન કહેવાય છે. સર્વ જીવેને ખ્યાલમાં રાખતાં, શ્રુતજ્ઞાન અનાદિ અને અપર્યવસિત છે, કારણ કે કઈને કઈ જીવને શ્રુતજ્ઞાન સદા હોય છે એમ કહી શકાય, એ બન્ને પ્રકારે દ્રવ્યથી સમજવા, ભરત–રવતમાં પ્રથમ તીર્થ પ્રવતે તે દિવસથી શ્રુતજ્ઞાનની આદિ થઈ, એટલે ક્ષેત્રની અપેક્ષાએ સાદિકૃત કહેવાય અને તીર્થ વિચ્છેદ થાય ત્યારે શ્રુતજ્ઞાનને પણ વિચ્છેદ થાય, આ કારણે એને સાંતકૃત કહેવાય. એ શ્રુતજ્ઞાનને છઠ્ઠો ભેદ થયા. એ ક્ષેત્રની અપેક્ષાએ વાત થઈ. કાળની અપેક્ષાએ જોઈએ. ચોથા અને પાંચમા અવસર્પિણ આરામાં તે હોવાથી સાદિસાત કહેવાય, અને છઠ્ઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org