________________
પ્રશમરતિ વિવેચન સહિત પ્રામાણિકપણાથી ઓછું તે ન જ હોય. કોઈ તમને કહે કે હાઈકોટના જજે લાંચ લીધી તે માનશે નહિ. એથી એ જૈનનું પ્રામાણિકપણું ન હેાય, એટલું જ નહિ પણ એની પ્રતિષ્ઠા પણ એવી જ હોય. એ શ્રાવક છે તેથી જૂહુ' ખાલે નહિ, કોઈને છેતરે નહિ, ખોટા તેલમાપ રાખે નહિ અને વિશુદ્ધ હાય અને તેની આબરૂ પણ એવી જ હેાય. આ હાઇકોર્ટ જજના પ્રામાણિકપણા સાથે ગૃહસ્થનું પ્રામાણિકપણું સરખાવવું અને અત્યારના કાળા બજારમાં જૈનએ જે નામના મેળવી છે તેની સાથે મેળ ખાય તેવું નથી એમ લાગે તે આ દુનિયામાં અનેક રત્ના પડેલાં છે એ ખીજા' હશે, ખીજે હશે; પણ અત્ર જે ગૃહથનું વર્ણન કર્યું છે તે કાળા બજાર તે ન જ કરે અને એ કાળા બજાર કરે એવું એને માટે કલ્પાય એ પશુ અત્યંત બેહુદી વાત છે.
૭૧૬
છતાં જેઓ સસારના ત્યાગ કરી શકયા ન હાય, પ્રપ ́ચમાં ગૂ ́ચવાઇ ગયા હોય, તેઓ પણ જો અત્ર કહેવામાં આવ્યું છે તે રીતે ચાલે તે તેમના મેક્ષ અંતે થવાના છે. અને ઘણે ભાગે એના નિસ્તાર નિયમસર થાય છે. આ કાંઈ જેવી તેવી વાત નથી.
બને ત્યાં સુધી સંસાર અને પૌદ્ગલિક પ્રેમના ત્યાગનો વિચાર કરવા યેગ્ય છે, પણ જેનાથી તે ન બની શકે તેવું હોય તેને માટે પણ માગ છે. એટલી દિલાસાની હકીકત છે. એટલે ગૃહસ્થ માટે પણ જો તે આ શ્ર્લોકમાં વર્ણવ્યું છે તેવું જીવન જીવે અને વન કરે તો તેને માટે પણ રસ્તા છે અને તેણે બનતા સુધી સ્વીકારી લઈ ઝડપી લેવા જોઈએ.
છતાં મુખ્ય માર્ગ તે સર્વત્યાગના જ છે અને અને ત્યાં સુધી તે જ સ્વીકારવા ચેગ્ય છે, પણ જેનાથી તે બને તેવું ન હોય તેને માટે પણ રસ્તો છે. આ રસ્તામાં વન ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે, તે ખાસ ધ્યાનમાં રાખવા ચેગ્ય છે. બાહ્ય ક્રિયા કરતાં પણ વધારે ભાર જીવનના વન ઉપર અને ભાવ ઉપર મૂકવામાં આવેલ છે. તે તરફ ખાસ ધ્યાન ખેચવામાં આવે છે.
॥इति गृहस्थप्रकरणम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org