________________
પ્રાક્ષ
ચાકડે થડા વખત સુધી પૂર્વે મળેલા વેગના બળે ચાલે છે, ચાલ્યા જ કરે છે, તેમ કર્મમુક્ત જીવ પણ પૂર્વકર્મથી આવેલ આવેશને લીધે પિતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિ કરે છે. આ ચાકડાનું દૃષ્ટાંત બરાબર બંધબેસતું છે. આ પહેલું કારણ થયું.
બંધ છેદ-અંડવામાં રહેલું એરંડબીજ કેશ તૂટતાં જ ઊડે છે, તેમ કર્મબંધન સર્વથા તૂટતાં જીવ ઊર્ધ્વગતિ કરે છે. આ બીજું કારણ થયું.
અસંગભાવ--સબત ન હોવાથી. તુંબડાને લેપ કર્યો હોય પછી તેને પાણીમાં નાંખતાં તે પાણીમાં ડૂબી જાય છે. પણ લેપ દૂર થતાં ઊર્ધ્વગતિ કરી પાણી ઉપર આવી જાય છે. તેવી રીતે આત્માને લાગેલાં કર્મને સર્વથા સંબંધ છૂટતાં તે અસંગી થઈ જાય છે અને અસંગભાવને પરિણામે તે ઊર્ધ્વ જ જાય. આ ત્રીજું કારણ થયું.
ગતિપરિણામધુમાડા માફક એની ઊંચે જ ગતિ થાય છે. જેમ ધુમાડો ઉપર જાય છે તેમ કર્મયુક્તની ગતિ ઊર્ધ્વ જ થાય છે. આ ચોથું કારણ થયું.
આ સર્વ કર્મને ભારથી મુક્ત થવાનું પરિણામ છે અને હળ થયેલ પ્રાણુ ઊર્ધ્વ ગમન કરે અને આડેઅવળે ન જાય કે નીચે ન જાય તે તેને સ્વભાવ છે, નૈસર્ગિક વાત છે. (૨૫) સિદ્ધનું સુખ
देहमनोवृत्तिभ्यां भवतः शारीरमानसे दुःखे ।
तदभावस्तदभावे सिद्ध सिद्धस्य सिद्धिसुखम् ॥२९६॥ ... અથ–પિતાનું શરીર અને પિતાના મનથી શારીરિક અને માનસિક દુઃખ થાય છે. એ બને ચીજને અભાવ હતાં સિદ્ધોને તે બે પ્રકારનાં દુખેને અભાવ હોય છે એ સિદ્ધ થાય છે. દુઃખાભાવે સ્વાભાવિક મોક્ષનું સુખ થાય છે. (૨૬)
વિવેચન–મેક્ષમાં એકલું સુખ જ છે, તે આ ગાથામાં તેના કારણ સાથે બતાવે છે.
દેહ-શરીર, તને. દુઃખ ઘણે ભાગે શરીર અને મનથી થાય છે. દુઃખ થવાનું પ્રથમ કારણ શરીર છે. શરીરને લઈને દુઃખ થાય છે. શારીરિક દુઃખનું કારણ શરીર છે.
મને વૃત્તિ—અને માનસિક દુઃખનું કારણ મને વૃત્તિ છે. મનની વૃત્તિ અપ્તરંગી છે. એ જરામાં ગમે ત્યાં જઈ આવે છે અને ચોતરફ ભટકે છે.
દુખ—બે પ્રકારનાં છે–શારીરિક અને માનસિક તેમનું કારણ જવાથી, તે ગ પર અંકુશ આવી જવાથી એ દુઃખ નાશ પામે છે.
તદભાવે–દેહ અને મનવૃત્તિને અભાવ થતાં, મન પર અને શરીર પર અંકુશ આવી જાય છે અને છેવટે મગ અને શરીરને અભાવ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org