________________
પ્રશમરતિ વિવેચન સહિત તદભાવ-દુઃખઅભાવે. જ્યારે મૂળને નાશ થઈ જાય ત્યારે તેના સંતાન દુઃખને પણ નાશ થાય છે. કારણનાશે કાર્યનાશ એ તે સ્વતઃસિદ્ધ સમજાઈ જાય તે નિયમ છે.
સિદ–પ્રતીત, સાબિત થઈ જાય છે.
આવી રીતે દુઃખનું કાંઈપણ કારણ ન હોવાથી સિદ્ધને એકાંતસુખ છે તે સાબિત થાય છે, સ્થાપિત થાય છે. દુઃખનું કારણ ન રહે એટલે સુખ જ થાય. ત્યાં નિજગુણરમણ એ સુખ છે અને શરીર કે મન ન હોવાથી દુઃખનું કાંઈ કારણ નથી. અને દુઃખાભાવ પણ એક રીતે સુખ જ છે. (૨૬)
એવું આ મેક્ષ નામનું નાનું પ્રકરણ પૂરું થયું. આપણું પ્રયત્ન અનંતકાળ સુધીના સુખ માટેના છે. એટલે મેક્ષમાં હંમેશને માટે સુખ અને સુખ છે અને એ સુખની આદિ પ્રત્યેક જીવની અપેક્ષાએ હોય છે પણ એને અનંતકાળે પણ છેડે આવતું નથી. તેથી મોક્ષમાં સાચું સુખ મળે છે એમ જણાય છે. જે સુખની પાછળ દુઃખ આવે તેને ખરેખરું વાસ્તવિક સુખ કહેવાય જ નહિ અને મોક્ષનું જે આત્મિક સુખ મળે છે તે નિરવધિક છે અને એ સુખને જ ખરું સુખ કહી શકાય.
- સાંસારિક સુખ વસ્તુતઃ સુખ જ નથી. સંસારના પૌગલિક સુખમાં રચેલપલને એ મોક્ષસુખને ખરે ખ્યાલ આવો મુશ્કેલ છે, કારણ કે આપણે આત્મિક સુખ શું છે? કયાં મળે ? તેમાં રમતા થાય ત્યારે કે આનંદ થાય ? તે કલ્પી શકતા નથી. બાકી જેએને મન વચન કાયા પર કાંઈક અંકુશ આવી ગયું હોય છે તે યોગીએ એ સુખને સમજી શકે છે, અને તેમના કહેવા પ્રમાણે લખીએ છીએ કે આપણે સર્વ પ્રયને તે સુખ પ્રાપ્ત કરવા માટેના છે. તેવા અનંતકાળના સુખ માટે તે પ્રયત્ન કરવા જેવો છે. અહીં એક બાબત કહી દેવા જેવી છે. કેટલાક પ્રાણીઓ માને છે કે “જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય અને અધર્મ ઊઠે ત્યારે ઈશ્વર પિતે સાધુના રક્ષણ અને મુશ્કેલીમાં પડેલાને બચાવ માટે દરેક યુગમાં અવતાર લે છે.” આ વાત સારી લાગે છે, પણ જરૂર બેટી છે. જે કર્મને પરિણામે દેહ, આકૃતિ, શરીર, સ્વર વગેરે થાય છે તે કર્મને સર્વથા નાશ થયા પછી પ્રાણી આ સંસારમાં કેમ આવે ? અને કારણ વગર તે કાર્ય બનતું નથી. કર્મ વગર તેટલા માટે અવતાર લઈ પ્રભુ નીચે ઊતરે અને સંસારી પ્રાણી થાય તે વાત કાગળ ઉપર શેભે તેવી લાગે, પણ અશક્ય હેઈ મનમાંથી દૂર કરવા યોગ્ય છે. પરિણામે વસ્તુતઃ અવતારને આ વિચાર જ તર્કના નિયમથી વિરુદ્ધ છે. અને ન્યાયવિરુદ્ધ હાઈ કોઈપણ રીતે બેસે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org