SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૭ મું : શૈલેશીકરણ આ પ્રકરણમાં ગ્રંથકાર શૈલેશીકરણની વાત કરે છે. શૈલ એટલે પર્વત, પર્વત ઊભે જ રહે છે, નિષ્કપ રહે છે, પોતાના સ્થાનેથી જરાએ ચસકો નથી, તે જ રીતે કેવળી જ્યારે મોક્ષ જવાને માટે બે સમયને કાળ બાકી રહે અને જે વખતે તેઓના મન, વચન અને કાયાના ગે ગયા હોય ત્યારે છેવટના બે સમયમાં તદ્દન હલે ચાલે નહિ તેવા નિષ્ઠપ થઈ જાય છે, જરા પણું હાલતા ચાલતા નથી. આ શૈલેશી એટલે પર્વત જેવું ત્રીજું અને છેલ્લું કારણ તે કરે છે ત્યારે તેમને સર્વ ગ ગયેલા હોય છે. પંચેન્દ્રિય તરીકે પ્રાપ્ત કરેલી શરીર અને મનપર્યાપ્તિ પણ તદન ક્ષય પામી ગયેલ હોય છે. અને ધીર, વીર તદ્દન અડેલ થઈ આત્મજય કરે છે. એ વિશેની પરિસ્થિતિનો વિશેષ ખ્યાલ ગ્રંથકર્તા જ આપે છે. ગમાં આ રીતે જ્ઞાન અને ક્રિયાની ખાસ આવશ્યકતા રહે છે. અગાઉના લેખકે લખી ગયા છે કે ગપ્રવૃત્તિમાં જ્ઞાન અને ક્રિયા બન્નેની આવશ્યક્તા છે અને આ શૈલેશીકરણ નામનું છેલ્લું કરણ વેગને સર્વથી મહત્વને વિભાગ હોઈ ઘણી અગત્યની પરિસ્થિતિ પૂરી પાડે છે. સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિ થઈ ગયા પછી આ શૈલેશી દશા ઉત્પન્ન થાય છે. બાકી હઠગને તે જૈનેગમાં સ્થાન જ નથી. હગથી તંદુરસ્તી પર અસર જરૂર થાય છે, પણ મુક્તિની પ્રાપ્તિમાં એ કોઈપણ રીતે મદદગાર ન હોવાથી અને રેનની નજરે તે મોક્ષપ્રાપ્તિ એ જ ધ્યેય હોવાથી તેમણે વિચાર કરીને હઠગને વેગ કરીકે સ્વીકાર કર્યો નથી. રાશી આસન કરવાં કે અમુક રીતે બેસીને કે સૂઈને તપસ્યા કરવી અને સૂર્યની આતાપના લેવી તે બધી વાત મોક્ષપ્રાપ્તિને ઉપયેગી ન હોવાથી તેને રાજ ગથી બહાર ગણી છે અને તંદુરસ્તીની પ્રાપ્તિ એ તે પૌગલિક હોઈ આ ભવ પૂરતી જ છે, માટે એમાં પડી જવા જેવું નથી. હઠાગી કેવી કેવી જાતના હઠે-કદાગ્રહ કરે છે તે વાંચીએ ત્યારે શરીરકષ્ટને અંગે આશ્ચર્ય થાય છે. ચાબખાના માર ખાય, ભૂખ્યા રહે વગેરે. અભ્યાસ અને સાંપ્રદાયિક જ્ઞાન સાથે અભ્યાસ થાય તે વધારે ઈચ્છવા ગ છે, પણ તેવું ન બને તે પુસ્તકથી પણ આ રહસ્યજ્ઞાન મેળવવા યોગ્ય છે. એમાં એકવાર સમજણું આવશે અને સમજણ સાથે ક્રિયા થશે ત્યારે જે મજા આવશે તે ઓર છે, ખરેખર ભવ્ય છે. માટે જ્ઞાનપૂર્વકની ક્રિયા કરવાની ભાવના રાખવી. સમજણપૂર્વક ક્રિયા થાય તે વધારે બળવતી અને પરિણામદર્શક થાય તેમાં જરા પણ આશ્ચર્ય નથી. માટે ગતાનુગતિક્તા છેડી જ્ઞાનપૂર્વકની ક્રિયા કરવાનું વિચાર રાખવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy