SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ فی શેલેશીકરણ આ શેલેશીકરણ ઉત્કૃષ્ટ ગક્રિયા છે, અનેક કર્મોને નાશ કરનાર છે અને સમાધિગ પછી પ્રાપ્તવ્ય છે. એની સમજણ માટે શિલ જેવા થવાની અને પિતે શેલેશીકરણ કરે તેવી ભાવના કરવાની જરૂર છે અને તે ભાવના અત્ર થશે તે પણ પરંપરાએ કલ્યાણ જ છે. હવે આપણે ગ્રંથકર્તાના મતે શેલેશીકરણ કેવું છે તે તેમના જ શબ્દોમાં જોઈએ અને જૈન ગ સમજીને આપણા આદશે પહોંચવા ભાવના કરીએ. શૈલેશીકરણને સમય– ईषद्रस्वाक्षरपञ्चकोगिरणमात्रतुल्यकालीयाम् । संयमवीर्याप्तबलः शैलेशीमेति स गतलेश्यः ॥२८४॥ અર્થ–પાંચ હસ્વાક્ષર બેલતાં એટલે જરાક સમય લાગે તેટલા વખતમાં, સંયમથી પ્રાપ્ત કરેલ શક્તિને જે તે લેશ્યા વગરને થઈ શિલેશીકરણની દશાને પામે છે. (૨૮૪). વિવરણ–આ ગાથામા શૈલેશીકરણ, જે ભવને અંતે મિક્ષ જતાં પહેલાં કેવળી કરે છે તે, કેવું હોય છે અને તેમાં કેટલે વખત લાગે છે તે વાત કરે છે. હસ્તાક્ષર–પાંચ હસ્વ અક્ષરે બેલતાં જેટલે જરાક નામમાત્ર વખત લાગે તેટલે કાળ. અ, ઈ, , , લ એ પાંચ હસ્વ સ્વરે છે. તે સૌથી ઓછા જરાક સમયમાં બોલાય છે. તે બોલતાં જેટલો સમય લાગે, જરાક વખત લાગે તે વખત આ શૈલેશીકરણમાં અને ત્યારપછી તુરત મોક્ષ જવામાં લાગે છે. સ્વરની મદદ વગર વ્યંજન તે બોલાતા જ નથી. તેમને બેલવા જતાં એ તે વધારો જ પડે છે. હસ્વાક્ષર ઘણો ઓછો વખત બોલતાં લે છે. દીર્ઘ સ્વર તેથી ઘણે વધારે લગભગ બેવડો સમય લે છે. આ પાંચ હસ્વાક્ષર બોલતાં જે નામને વખત લાગે તેટલે વખત મોક્ષ જતાં પહેલાં આ પંચસ્વાશ્ચરકાળમાં કેવળી શૈલેશીકરણ કરે છે. ઉદ્દગિરણ–બોલવું, ભણવું. એટલે પાંચે હસ્વસ્વરે બેલતાં એટલે વખત લાગે તેટલે આ શૈલેશીકરણને કાળ હોય છે. કાલીયામ–કાલભવા', કાળમાં થતી શૈલેશીદશાનું વિશેષણ છે. આપ્ત–સંયમને લઈને શક્તિ જેણે વધારે મેળવેલ હોય છે તે થઈને. સામાન્ય લેકેને લાગે છે કે સંયમથી પ્રાણશક્તિ ગુમાવે છે, પણ વસ્તુતઃ તેમ નથી. સંયમ કે તપથી તે ઊલટું બળ વધે છે. અને એ બળના પ્રભાવે જ પ્રાણી આ શૈલેશીકરણ કરે છે. સામાન્ય જનતાને ખ્યાલ છોડી આ અનુભવીની વાણું ધ્યાન પર લેવી, આદરવી, સ્વીકારવી. ગતલેશ્ય–જેની છએ કૃષ્ણાદિ લેશ્યાએ ગઈ છે તે તે પ્રાણી. મોક્ષ સન્મુખ થનારને લેડ્યા ક્ષય પામી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy