________________
પ્રશમરતિ વિવેચન સહિત આ સમુહુઘાત કરતી વખતે કેવળી કયા યુગમાં વર્તતા હોય છે તે જાણવું આ સમૃદુલાતના વિષયને અંગે પ્રસ્તુત છે, તેથી હવે તે સમજાવે છે. ગ્રંથકર્તા પિતે જ તે
કહે છે. (૨૭૫)
કેવળ સમુદ્વઘાત વખતે ગ–
औदारिकप्रयोक्ता प्रथमाष्टमसमययोरसाविष्टः ।
मिश्रौदारिकयोक्ता सप्तमषष्ठद्वितीयेषु ॥२७६॥ અથ–પ્રથમ અને આઠમા સમયમાં જે પ્રાણી પેઠે હોય તેને ઔદારિયેળ હોય છે. અને સાતમા અને છઠ્ઠા તથા બીજા સમયે ઔદારિકમિશ્રકાગવાળા જ (કેવળીએ) હેય છે. (૨૭૬)
વિવેચન—એ સમુદ્દઘાત વખતે યોગ કેવા પ્રકારના હોય તેની વિગત આ ગાથામાં બતાવે છે.
' દારિક–પહેલા અને છેલ્લા (આઠમા) સમયમાં જ્યારે કેવળીસમુદ્યાત કરતાં કેવળજ્ઞાની આવે ત્યારે તે બે સમયે તેઓ ઔદારિક યોગમાં વર્તતા હોય છે.
મિશ્ર–સાતમા, છઠ્ઠા અને બીજા સમયમાં કેવળીઓ દારિક મિશ્ર એટલે દારિક કામણ વેગમાં હોય છે. એટલે એ ત્રણે સમયમાં કામણ વેગથી મિશ્ર ઔદારિક યુગમાં તેઓ વર્તતા હોય છે.
ઉક્તા–બીજા ગ્રંથમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે. ઉમાસ્વાતિજી કોઈ વાત પિતાથી કરતા નથી, પણ શાસ્ત્રાધારે કહે છે. આવા પ્રખર વિદ્વાનનું ભવભીરુપણું કેવું અનુકરણીય હતું તે આ વચન ઉપરથી સ્પષ્ટ થાય છે. તે સમજવા અને આદરવા ગ્ય છે.
બાકીના સમયમાં કયા યેગમાં સમુદ્રઘાત કરતી વખતે કેવળીઓ હોય છે, તે આવતી ગાથામાં બતાવશે. (૨૭૭) કેવળીના બાકીના સમયના યોગે–
कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीये च ।
समयत्रयेऽपि तस्मिन् भवत्यनाहारको नियमात् ॥२७७॥ અથ_એ સમુદ્રઘાતને થે, પાંચમે અને ત્રીજે સમયે એમ એ ત્રણે સમયે કેવળી ભગવાનને માત્ર કાર્મણ શરીરને ગ જ હોય છે. અને નિયમસર જરૂર એ ત્રણે સમયે તે અનાહારી હોય છે. (૨૭૭)
વિવરણ –એ જ કેવળીસમુદ્રઘાતને અને વધારે બાકીની છેવટની વાત આ ગાથામાં કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org