________________
પ્રદેશે એક એક આત્મપ્રદેશ મૂકી ચૌદ રાજલકમાં પસરી જાય છે. આ રીતે દંડ, દંડને કપાટ, કપાટને મન્થાન અને છેવટે ચોથા સમયે મન્થાનના આંતરા પૂરી લેકવ્યાપી થઈ જે વેદનીય, નામ અને ગોત્રકર્મ વધારે હોય તે આયુષ્યની સાથે સરખાં કરી ભેગવી લે છે.
આંખ મીંચીને ઉઘાડીએ એમાં અસંખ્ય સમય થઈ જાય છે એટલે આ ઘણી સૂમ વાત છે, તે ન સમજાય તે ગુરુ પાસેથી સમજી લેવી. કેવળી સમુદ્રવાતના ચાર સમયની આ અપૂર્ણ વાત કરી. બાકીની વાત હવે પછીની ગાથામાં કહેશે. (૨૭૪) સમ્રાઘાતના બાકીના સમયો–
संहरति पश्चमे त्वन्तराणि मन्थानमथ पुनः षष्ठे ।
सप्तमके तु कपाटं संहरति ततोऽष्टमे दण्डम् ॥२७५॥ અથ–પાંચમે સમયે આંતરાના પ્રદેશ સંકેચી મન્થાન બનાવે છે, છ સમયે મન્યાનના પ્રદેશને સંવરે છે અને કપાટ બનાવે છે, સાતમે સમયે કપાટના પ્રદેશને સંવરે છે અને દંડ બનાવે છે. આઠમે સમયે દંડના પ્રદેશને સંવરી અસલ સ્થિતિએ આવી જાય છે. (૨૭૫)
વિવેચન–સમુદ્રઘાતના બાકીના ચાર સમયમાં તે શું શું કરે છે તેનું આ ગાથામાં વિવેચન કરે છે. ઉપર આત્માને ચૌદે રાજકમાં ભરી દીધું હતું, તેટલે સુધી ચાર સમયમાં આવ્યા અને વધારાનાં કર્મોને એથે સમયે જોગવી લીધાં.
પંચમે—પાંચમે સમયે પહેલાં આંતરાને સંવરી લે છે, એટલે ત્યાં પોતાના આત્મપ્રદેશ સ્થાપન કર્યા હોય છે તે પાછા ખેંચી લે છે.
વહેં–છ સમયે જે ઝેરણીમાં આત્મપ્રદેશ ત્રીજે સમયે નાખેલા-મૂકેલા સ્થાપન કરેલા હોય છે તેને પાછા લઈ લે છે.
ઝેરણી કેવી હોય તે સ્પષ્ટ ખ્યાલ કરવા માટે નજરે જેવી એઈએ. અને એ રીતે છ સમયે ઝેરણને આકાર બે સામસામા કપાટ જેવા આકારને થઈ જાય છે.
સપ્તમકે–સાતમે સમયે પિતાના આત્મપ્રદેશને કપાટના આકારમાં ગોઠવ્યા હોય તે સંવરી લે છે. એટલે બેવડા દંડને બદલે એકવડે દંડ રહે છે. બેવડા દંડથી પાટ થાય છે, એ કપટથી સંવરી લેતા માત્ર એક સીધા પ્રદેશ ઉપર નીચે જતે દંડ જ થઈ જાય છે.
અમે–આઠમે સમયે પહેલા સમયે કરેલા દંડને પણ સંવરી લે છે અને આત્મા એના મૂળ સ્થાનક પર જે આઠ સમય પહેલાં હતું તે થઈ જાય છે. આ કેવળીસમૃદુલાત આઠ સમયમાં થાય છે. આંખ મીંચીને ઉઘાડતાં તે અસંખ્ય સમય થાય છે. એથી આ સમુહૂવાતને આંખ મીંચવા જેટલે કે ઉઘાડવા જેટલે પણ વખત લાગતું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org