________________
પ્રશમરતિ વિવેચન સહિત વિવેચન–હવે એ કેવળજ્ઞાની શું જાણે અને નજરે દેખે છે, તેનું આ ગાથામાં વર્ણન કરે છે. '
લોક–આ લેક જેમાં અઢી દ્વીપ, સાત નારકી, બાર દેવેક અને અસંખ્ય દ્વિીપ-સમુદ્રો તથા મુક્તિશિલા આવેલાં છે તેને આખાને એ કેવળજ્ઞાન જાણે અને દેખે છે.
અલક-ચૌદ રાજલકને સમાવેશ થયા પછી અનંત ગણે મોટો લાંબે અલેક આવે છે. એમાં છ દ્રવ્ય પૈકી માત્ર આકાશ જ એક દ્રવ્ય હોય છે. તે ઘણે મોટો પ્રદેશ છે. આ બંને વાત ક્ષેત્રની અપેક્ષાએ કરી..
વ્યતીત—કાળના એક રીતે ત્રણ ભાગ પાડી શકાય ગયેલે (past), વર્તમાન અને ભવિષ્યત્વ. આ પૈકી વ્યતીત એટલે ભૂતકાળ, ગયેલે કાળ, પસાર થઈ ગયેલે સમય.
સાંપ્રત-વર્તમાન, ચાલતે કાળ. અત્યારે જે વર્તે છે તે સમય એટલે વર્તમાનકાળ. ભવિષ્ય–આગળ ઉપર આવનારો કાળ એ ભવિષ્યકાળ. હવે પછી બનનારા બનાવે.
આ ત્રણે શબ્દ કાળને આશ્રયીને છે. ભૂત-ભવિષ્યને અને વર્તમાનને એ બરાબર જાણે છે અને દેખે છે એમ આ સૂત્રની મતલબ છે.
દ્રવ્ય–સર્વ ચીજોને, સર્વ વસ્તુને, સર્વ પ્રાણીઓને.
ગુણ–સહભાવી ધર્મો. ચીને કે પ્રાણીને જે સાથે લાગ્યા હોય તે ધર્મો. કેટલાક ધર્મી પ્રાણીની સાથે જ લાગેલા હોય છે. વસ્તુના ધર્મો જે સાથે હોય અને રહે તે સ્થાયી ધર્મોને ગુણ કહેવામાં આવે છે.
પર્યાય–કમભાવી ધર્મો. જાણવાની ચીજ અથવા પ્રાણીમાં એક પછી એક થાય તે ક્રમભાવી ધર્મોને પર્યાય કહેવાય છે.
જાણવાની સર્વ વસ્તુ જેમાં પ્રાણુને પણ સમાવેશ થાય છે તેને એ કેવળજ્ઞાની જાણે અને દેખે. આ દ્રવ્ય-ગુણ-પર્યાયને સમજાવતે એક ગુજરાતી રાસ શ્રીમદ્ યશવિજય ઉપાધ્યાયે રચે છે અને તેના પરથી દ્રવ્યાનુગતર્કણ ગ્રંથ સંસ્કૃતમાં લખાયેલ છે. ગુજરાતીમાં પહેલે ગ્રંથ લખાય અને તે ગુજરાતીનું સંસ્કૃત થાય એ આ રાસને એક જ દાખલ છે.
સર્વાર્થ–સર્વ પ્રકારે, એટલે કેવળી દરેક વસ્તુને સર્વ પ્રકારે જાણે અને દેખે છે, સર્વ પ્રકારે એટલે જેટલું અંદરના વિષયને જાણે તેટલું જ બાહ્ય વિષયને જાણે દેખે.
જ્ઞાતા–વિશેષ જ્ઞાન તે જ્ઞાન, વિગતવાર જાણપણું. . દ્રષ્ટા–સામાન્ય જ્ઞાન, આ કાંઈક છે એવું જ્ઞાન, વિગત વગરનું જ્ઞાન તે દર્શન.
આવી રીતે કેવળજ્ઞાની સર્વ ક્ષેત્રને, સર્વ કાળને અને સર્વ વસ્તુના દ્રવ્ય, ગુણ અને પર્યાયને સર્વ પ્રકારે દેખે છે અને વિગતવાર જાણે છે. આવું કેવળજ્ઞાન ક્ષપકશ્રેણી માંડનારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org