________________
૬૫૩
ક્ષપકશ્રેણી
અનતિશયએ સંપૂર્ણ જ્ઞાન એવું છે કે એનાથી ચઢે તેવું કેઈ જ્ઞાન નથી. જેનાથી કે વધારે સારું ન હોય તે અનતિશય કે નિરતિશય કહેવાય છે. આનાથી વધારે સુંદર જ્ઞાન કલ્પી પણ ન શકાય તેવું તે ઊંચામાં ઊંચા પ્રકારનું જ્ઞાન છે. એની હરિફાઈમાં કેઈ ઊભું રહી શકે તેવું જ્ઞાન જ નથી.
અનુપમ–આ દુનિયામાં કોઈપણ પદાર્થ નથી જેની ઉપમા તેને આપી શકાય. સરખામણી કરવા માટે કઈ પદાર્થની જ ગેરહાજરી છે. આ જ્ઞાન કોના જેવું છે એમ ઉપમાન કરવા માટે તેની સામે ધરી શકાય તે પદાર્થ જ નથી. એટલે, એ એટલું ઊંચા પ્રકારનું છે કે જેની સાથે સરખાવી શકાય તેવી ચીજ આ દુનિયામાં નથી. “જિસકે પટંતર કેઈ નહિ, ઉસકા ક્યા મેલા” એ આનંદઘનના પદના વિવેચનમાં મેં આ બાબત વિસ્તારથી જણાવી છે.
અનુત્તર–ઉત્કૃષ્ટતમ. જેના પછી વધારે સારું જ્ઞાન આવવાનું છે એમ છે જ નહિ. એ પોતે જ સર્વોત્કૃષ્ટ છે.
નિરવશેષ–બાકી કાંઈ ન રહે તેવું, પરિપૂર્ણ, સંપૂર્ણ. જરા બાકી રહે તે પછી આવશે એવું આ કેવળજ્ઞાનમાં નથી.
સંપૂર્ણ–બધું, પૂરેપૂરું, જરાપણ બાકી ન રહે તેવું. જાણી શકાય તેટલા સર્વ પદાર્થને તે ગ્રહણ કરતું હોવાથી તે જાતે જ સંપૂર્ણ છે. કઈ વાતે બાકી નથી.
અપ્રતિહત–એક ફટકો પડ્યા પછી સામે ફટકો પડે તે પ્રતિઘાત કહેવાય છે. અપ્રતિહત એટલે ન હણાય તેવું. આ કેવળજ્ઞાનમાં સામો ફટકો નથી, કારણ કે તેનાથી વધારે જ્ઞાન થવાનું જ નથી. આવું શુદ્ધ જ્ઞાન તે કેવળજ્ઞાન છે. ભૂત, ભાવિ અને વર્તમાન સર્વ પદાર્થ જાણે પછી બાકી શું રહે? આવું કેવળજ્ઞાન ક્ષપકશ્રેણીને અંતે થાય છે. એવી આ ક્ષપકશ્રેણી છે અને તે પેગની ઉત્કૃષ્ટ સ્થિતિ હોવાથી ખાસ સમજવા યોગ્ય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તે શું જાણે એ કર્તા પોતે જ આવતી ગાથામાં જણાવે છે. (૨૬૯) કેવળી શું શું જાણે તે બતાવે છે–
कृत्स्ने लोकालोके व्यतीतसाम्प्रतभविष्यतः कालान् ।
द्रव्यगुणपर्यायाणां ज्ञाता द्रष्टा च सार्थः ॥२७०।। અર્થ–આખા (પરિપૂર્ણ) લેક અને અલેકને તથા ગયેલા (પસાર થયેલ), ચાલુ (વર્તમાન અને ભવિષ્ય કાળને તથા સર્વ દ્રવ્ય, ગુણ અને પર્યાને જાણનાર અને દેખનાર સર્વ પ્રકારે એ થાય છે. (ર૭૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org