SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પ્રશમરતિ વિવેચન સહિત આવતા પ્રકરણમાં આવશે. તે માટે આ વૈરાગ્યની ભૂમિકા કરી. કષાયને અત્યંત અગત્યના વિષય આવતા પ્રકરણમાં આવનાર છે. એ કષાયના વિષય ઠપકાને પાત્ર છે એવા પણ અથ વક્તવ્યના ના થઈ શકે. (૨૩) * આ પ્રમાણે અહીં વૈરાગ્ય પ્રકરણ પૂરું થાય છે. એમાં આ સ`સારના કોઈ પણ પદાર્થ રાગ કરવા લાયક નથી, પછી તે ગમે તેવા દેખાવમાં સારા લાગતા હાય પણુ તે પૌદ્ગલિક હાઈ અંતે નાશ પામવાના છે, અને આપણી પ્રીતિને તે પાત્ર નથી. આપણે વૈરાગ્યની વાત પાતંજલની નજરે વિચારીએ. તેઓ કહે છે કે, દૃષ્ટાસુવિધવિષવિતૃળસ્ય વશીજાનંજ્ઞા વૈષમ્ – પ્રથમ અધ્યાયના પંદરમા સૂત્રમાં તૃષ્ણારહિત માણસના વૈરાગ્યની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે. તેટલા ઉપરથી દીઠેલ અને સાંભળેલ સર્વ માખતા ઉપર વશીકાર સ`જ્ઞા થાય, તે તૃષ્ણારહિત માણસમાં વૈરાગ્ય કહેવાય છે. દેખેલ વિષય, તે આપણી નજરની વાત છે અને દેવલેાક, સ્વર્ગ, અપવગ એ સાંભળેલ વાત છે. મને દીઠેલ અને સાંભળેલ વાત જેને ન હાય અથવા વશ થયેલી હાય, તૃષ્ણારહિત માણસમાં વૈરાગ્ય હાય છે. આવી વ્યાખ્યા ત્યાં વૈરાગ્યની કરવામાં આવી છે, તે ધ્યાન ખેંચનારી છે અને મુદ્દાસરની છે. સર્વ પ્રકારના ઈંદ્રિયભાગ તરફ્ રાગ કે ઇચ્છા જવી ન જોઈએ. આનું નામ ખરે વૈરાગ્યું છે અને તેવા વૈરાગ્ય પ્રાપ્ત કરવા આપણા પ્રયાસ છે. એમાં કોઈ દંભ નથી. એવા પ્રકારની ચિત્તવૃત્તિ ઉપર જ્યારે નિધ આવે, એટલે કોઈ પ્રકારની ઈચ્છા ન થાય, ત્યારે ત્યાં ખરા વૈરાગ્યની જમાવટ થઈ છે એમ સમજવું. રાગથી. કષાય ન થાય અને મનમાંથી તૃષ્ણા મરી જાય, ત્યારે પછી મન વશ આવે, તે મન ચિત્તવૃત્તિના સાચા નિધ કરે છે અને તેવા પ્રકારનું મન બનાવવું તે સાચા યાગ છે, એમ યાગની જે વ્યાખ્યા ભગવાન પતંજલિએ કરી છે, તે પરથી સહજ માલૂમ પડે છે. આ વૈરાગ્યની ખાખતમાં જૈન કવિએએ પણ ઘણું લખ્યું છે. આખા શાસ્ત્રના સાર આપતાં શ્રીમદ્ યશેાવિજય ઉપાધ્યાય કહે છે કે, ઉપશમસાર છે પ્રવચને, સુજસ વચન પ્રમાણેા રે,' એટલે ઉપશમ આખા જૈન શાસ્ત્રના સાર છે. એટલે કષાયા, જેના પર વિવેચન આવતા પ્રકરણમાં થવાનું છે, તે પર વિજય મેળવીને ઉપશમભાવને ખીલવવે એ આખા જૈન શાસનના સાર છે. સેામપ્રભાચાય ‘સિદૂરપ્રકર’માં વૈરાગ્યને અગે કહે છે કે, વૈરાગ્ય સઘળાં કર્માને ક્ષય કરે છે અને તેને નિમૂળ કરી નાખે છે : चण्डानिलस्फुरितमन्दघटां दवाचिवृक्षवजं तिमिरमण्डलमर्कबिंबम् । वज्रं महीभ्रनिवहं नयते यथान्तम्, वैराग्यमेकमपि कर्म तथा समग्रम् ॥ ९० ॥ સપાટામાં નાશ કરે છે, અથવા દવની સૂર્યનું નાનું સરખું ખબ અંધારાને —પ્રચંડ પવનનું સ્ફુરણ મેઘઘટા જેમ આકરી જ્વાળા વૃક્ષસમૂહને નાશ પમાડે છે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy