________________
૪૧
વૈરાગ્ય
એ ભારે દયાને પાત્ર છે. અને કેટલીક વાર નિકાચિત બંધન ખાંધતા અને જ્યાં ત્યાં ગમે તે ગતિમાં ભમી ભમીને થાકી ગયેલે આ ચેતન દયા ઉપજાવે તેવી સ્થિતિમાં હાય છે. એમાં એની સ્થિતિ પર વૈરાગ્ય લાવવા આ ગાથામાં વધારો કરે છે. એણે નરકગતિમાં હજારો દુઃખા સહન કર્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહે છે કે——
न सा जाई, न सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया, न मुआ जत्थ सव्वे जीवाणंतसो ॥
(એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યાનિ નથી, એ યાનિમાં એવું કોઈ સ્થાન નથી અને એવું કોઈ કુલ નથી, જ્યાં પ્રત્યેક પ્રાણી અનંત વાર જન્મમરણુ ન પામ્યા હોય.) મતલમ, આ જીવ સામાન્ય રીતે બધી ગતિમાં જઈ આવ્યા છે અને એક કરતાં વધારે વાર પણ ગયા છે. આવી રખડપટ્ટીના ભારથી એ હેરાન હેરાન થઈ ગયા છે, કારણ કે દરેક ગતિમાં તે અનેક દુઃખ પામ્યા છે અને જેમ બળદ ઉપર ભાર લાદવામાં આવે તે તેના ભારથી તે હેરાન થઈ જાય છે, તેમ આકરા જન્મ-મરણનાં દુ:ખાથી આ જીવ હેરાન-પરેશાન થઇ ગયા છે. પ્રાણી આવાં અનેક દુઃખથી ભરેલા છે, તેથી તેના ઉપર કરુણા-દયા ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. એવે આ જીવ છે. એના તરફ નજર કરતાં, એને ઇતિહાસ વિચારતાં, એ સર્વ સ્થાનકે અનંત વાર જઈ આવ્યા હાઈ એ કરુણાપાત્ર છે. અને વિષયસુખની એની તરસ જોઈએ તે એ કદી છિપાતી જ નથી. એટલે એની તરફ વધારે કરુણા ઉત્પન્ન થાય છે. પણ એ તે પૌલિક વિષયા અને ઇંદ્રિયના સુખની પછવાડે દોટ મૂકીને વગર સમજ્યે મૂઢ માનસવાળા થઈ દોડ્યા જ કરે છે; એની વિષયસુખની લાલસા કી તૃપ્ત થતી નથી, અને એ દોટ મૂકીને દોડ્યા કરે છે. એમાં વસ્તુતઃ સુખ ન હેાવાથી એ નકામે અટવાયા કરે છે અને સાચું સુખ-આત્મિક સુખ–તેનામાં છે, તેની પાસે છે, તેને તે મૂઢ હાઈ જાણતો નથી. અને આવી રીતે હેરાન થયા કરે છે. એની પાંચ ઇંદ્રિયનાં સુખ મેળવવાની તરસ જોઈ હોય તે તે કદી છિપાતી જ નથી અને જન્મમરણમાં જીવ પાણી માટે વલખાં મારે અને સુખ મેળવવા ઇચ્છા કરે, પણ ત્યાં એની તરસ કદી છિપાતી નથી, કારણ કે જેને તે પાણી ધારે છે, તે આંઝવાનાં ખાટાં જળ છે, તેમ વિષયમાંથી હવે શાંતિ મળશે, એવી ઇચ્છાથી એ વિષયા તરફ દોડે છે, પણ એનું એમાં કાંઈ વળતું નથી. જેમ રણમાં મૃગજળ છે, જળ હાય જ નહિ, તેમ ઇંદ્રિયના વિષયમાં સુખ હોય જ નહિ, એ મૂળ પ્રાણી જાણતા નથી, અને સુખ અહીંથી મળશે, પણેથી મળશે, ત્યાંથી મળશે, એવી આશામાં દોડ્યા કરે છે.
એટલા માટે કષાય પ્રાણીને કેટલેા આપણે આવતા પ્રકરણમાં કષાયને
...
Jain Education International
હેરાન કરે છે, તે વાત જાણવી ઉચિત હાઈ ખરાબર સમજી લઈએ, કષાય પર સ્વતંત્ર ઉલ્લેખ
For Private & Personal Use Only
www.jainelibrary.org