SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત ક્ષેત્ર–જબૂદ્વીપ, અઢીદ્વીપ, મત્સ્યલેક, ઊર્થક, પાતાળલેક એ વગેરે ક્ષેત્રની આકૃતિ વિચારવી તે આ ધર્મધ્યાનના ચેથા પ્રકારમાં આવે છે. ભૂગોળને વિષય કેટલે મહત્ત્વનું છે તે આ ઉપરથી સમજાશે. અત્યારે એની બિલકુલ શેખેળ થતી નથી એ ખેદને વિષય છે. પણ એની ચોખવટ ઉપર આ ધર્મધ્યાનને જે પ્રકાર આધાર રાખે છે, તે સમજવા જેવું છે. અત્યારે ભૂગોળ સંબંધમાં આપણે ક્યાં છીએ તે જાણવું મુશ્કેલ છે, પણ ક્ષેત્ર કૃતિનું ધ્યાન એ અતિ અગત્યનો વિષય છે. આ ધર્મધ્યાનને પ્રકાર થશે. આજ્ઞાવિય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિય એમ ચાર ધર્મધ્યાનના ભેદ આપણે વિચાર્યા. હવે આપણે આ ચારે ભેદના વ્યક્તિગત લાભે જોઈએ. (૨૪૯) ધર્મયાનના ચાર પ્રકારનું નિરૂપણ– जिनवरवचनगुणगणं संचिन्तयतो वधाद्यपायांश्च । कर्मविपाकान् विविधान् संस्थानविधीननेकांश्च ॥२५०॥ અર્થ–તીર્થકર મહારાજનાં કહેલાં વચનના ગુણસમૂહને વિચાર કરે, તેમ જ વધ વગેરે અપાને વિચાર કરે, અને જુદા જુદા પ્રકારના કર્મના ફળને વિચારવા તથા અનેક પ્રકારની આકૃતિ રચનાને વિચારવી. (૨૫૦) વિવેચન–આ કલેકમાં વૈયક્તિક રીતે ધર્મધ્યાનના ચાર પ્રકારે બતાવી તેનાથી શું લાભ થાય તે આગળ ઉપર કહેશે. જિનવર–તીર્થકરદેવે વસ્તુતત્વ ઓળખાવેલ છે, તેને તે પ્રકાર જાણવું, સ્વીકારવું અને સહવું એ પ્રથમ આજ્ઞાવિચય નામને વિભાગ છે. આ આજ્ઞાના વિષયેને મનમાં વારંવાર એકાગ્રતાથી વિચારતાં પ્રથમ પ્રકારનું ધર્મધ્યાન થાય છે. એ એકધ્યાનથી એકાગ્રપણે વિચારણા કરવાથી ઘણે લાભ થાય તે આગળ બતાવશે. વૈયક્તિક રીતે આ ધર્મધ્યાનને પ્રથમ પ્રકાર થયે. વધ–જીવને મારે ત્યારે પ્રાણીને સારું લાગે, પણ તેના પરિણામે અન્ય ભવમાં જ્યારે કોઈ એનું માથું ઉડાવી ખૂન કરે ત્યારે કડવો અનુભવ થાય છે. જુદાં જુદાં કર્મો એવી રીતે વધ વગેરે અડચણ કરે છે તે બરાબર વિચારવી અને સહવી તે બીજે અપાયવિય નામને ધર્મધ્યાનને વિભાગ છે. વિપાક-કર્મની ૧૨૦, ૧૨૨, ૧૫૮ પ્રકૃતિ આપણે આગળ ઉપર જોઈ ગયા. એ કર્મો જ્યારે ઉદયમાં આવે ત્યારે સારા માઠાં ફળો તે કેવા આપે છે એ અને કર્મને જરાપણ શરમ નથી પણ રીતસર તે પિતાનું ફળ જુદાજુદા પ્રકારનું આપી રહેલ છે એ આખા વિશ્વની ઘટના વિચારવી. તે ધર્મધ્યાનને કર્મવિપાક નામને ત્રીજો વિભાગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy