________________
ધ્યાન
પરિષહ–તત્વના નવમા પ્રકરણમાં બાવીશ પરિષહેની આપણે વિચારણા કરી. એ અનુકૂળ અને ખાસ કરીને પ્રતિકૂળ પરિષહ પ્રાણીને અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે. તે પર વિચાર કરે તે પણ આ બીજા પ્રકારના ધર્મધ્યાનને વિષય છે.
આવી રીતે ભવિષ્યમાં થવાની મુસીબતોને વિચાર કરે તે અપાયરિચય નામના બીજા ધર્મધ્યાનને પ્રકાર છે.
આ ગાથામાં આપણે ધર્મધ્યાનના પ્રથમ બે પ્રકારે વિચાર્યા, આવતી ગાથામાં-ધર્મધ્યાનના બાકીના બે પ્રકાર વિચારવામાં આવશે.
એની વિશેષ વિગત માટે જુઓ જૈન દષ્ટિએ ગ. (ભાગ ૧ લે) પૃ. ૧૪૬. (૨૪૮) ધર્મધ્યાનના બાકીના બે પ્રકારે
. અશુમમર્મગુન્તના વિપાવવાઃ હું !
द्रव्यक्षेत्राकृत्यनुगमनं संस्थानविचयस्तु ॥२४९॥ અથ–ખરાબ અને સારું કર્મનું પાકવું તેની વિચારણું તે વિપાકવિચય' નામના પ્રકારમાં હોય અને દ્રશ્ય, ક્ષેત્ર તથા આકૃતિ સંબંધી વિચારણા કરવી તે છેલલા ચોથા સંસ્થાનવિચય નામના ધર્મધ્યાનના પ્રકારમાં આવે છે. (૨૪૯)
વિવરણ–આ ગાથામાં ધર્મધ્યાનના છેલ્લા ત્રીજા તથા ચોથા પ્રકારનું વર્ણન કરવામાં આવશે.
અશુભ-૮૨ પ્રકારનાં પાપકર્મો. જે અશુભને–અસુખને અનુભવ કરાવે તે પાપ. આપણે તત્ત્વના આઠમા પ્રકરણમાં કર્મની ૮૨ પાપ પ્રકૃતિઓ જોઈ ગયા.
શુભ-૪૨ પ્રકારનાં પુણ્યકર્મો. જે શુભને સુખને અનુભવ કરાવે તે પુણ્યકર્મની ૪૨ પુણ્ય પ્રકૃતિએ આપણે જોઈ ગયા છીએ. પુણ્યકર્મો પણ સોનાની બેડી જ છે. તેથી તેમને વિપાક પણ ચિંતવે અને તે કેવી રીતે બંધન છે તે ચિંતવવું.
શુભ અને અશુભ સર્વ કર્મો કેવાં ફળ આપે છે તેને વિચાર-ચિંતવન આ ધર્મધ્યાનના ત્રીજા વિભાગમાં આવે છે. (જુઓ જૈન દષ્ટિએ ગ, પૃ. ૧૪૭-૧૫૦)
પાક–વિપાક, અનુભવ, ફળ. જેવાં વાવે તેવા કર્મો ઊગે છે. તે વિપાકનું ચિંતવન કરવું તે ધર્મધ્યાનને ત્રીજો પ્રકાર છે.
અનચિતન–વારંવાર વિચાર કરે છે. ધર્મધ્યાનના આ પ્રકારમાં ત્રીજા પુણ્ય અને ચોથા પાપતત્વનું સવિગત અનુચિંતન થાય છે.
-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે એ દ્રવ્યની આકૃતિઓ કેવી હોય તેની વિચારણા-ચિંતવન કરવું તે દ્રવ્ય આકૃતિ ચિંતન–સંસ્થાનવિચય નામને ધર્મધ્યાન થે પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org