________________
શોલાંગ
૬૦૫
વગેરે અનેક વ્યવસાયે અથવા યેગા બતાવ્યા છે; તે સમજી જાણી, વિચારી, પ્રાણી એવા યાગમાં પ્રવૃત્ત રહી શીલાંગ સાધે છે.
શીલાંગ—અઢાર હજાર શીલાંગાને આ સાધના વડે એ ધારણ કરે છે. એ શીલાંગે કેવા છે તે જાણ્યા પછી તેનું ઉપાદેયત્વ વિચારીશું. અહીં તેા કેવાં સાધના વાપરી પ્રાણી શીલાંગમાં તત્પર રહે છે તે બતાવે છે.
યત્ન શીલાંગે પ્રયત્ન કર્યા સિવાય સાધી શકાતાં નથી, એને માટે યત્ન કરવા. પડે, એ સર્વ પ્રકારના યત્ન કરે અને યત્નપૂર્વક શીલાંગને સાધે. શીલાંગને શિયળ સાથે ન ગૂચવવા, એ તરફ ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. (૨૪૪)
અઢાર હજાર શીલાંગા—
धर्माद् भूम्यादीन्द्रियसंज्ञाभ्यः करणतश्च योगाच्च । शीलाङ्गसहस्राणामष्टादशकस्य निष्पत्तिः ॥ २४५ ॥
અર્થ—દશપ્રકારના યતિધર્માને, ભૂમિ (પૃથ્વી) વગેરે દશપ્રકારની હિંસાથી અટકવુંવિરમણુ તેને, પાંચ ઇંદ્રિયા સાથે અને તે પ્રત્યેકને ચાર સંજ્ઞા સાથે મેળવતાં અને તેને મન, વચન, કાયાથી કરણ કરાવણ અને અનુમાઇન સાથે મેળવતાં અઢાર હુજાર શીલાંગાની ઉત્પત્તિ થાય છે. (૨૪૫)
વિવેચન—અઢાર હજાર શીલાંગેા કેવી રીતે કરવા તેની વિધિ વિગતવાર આ પ્રકરણમાં રજૂ કરે છે. પછી કેટલાંક ટાંચણેાથી આપણે તેને વધારે મજબૂત કરીશું.
ધ - —દશ યતિધર્માં. આપણે આ દશ યતિધર્મનું વન પ્રકરણ સાતમાં જોઈ ગયા છીએ. તેઓનાં નામે આ પ્રમાણે છે. ૧. ક્ષમાધર્મ. ૨. મા વધર્મ. ૩. આવ. ૪. લેભત્યાગ (મુક્તિધર્મ). ૫. તપધર્મ. ૬. સંયમધર્મ. ૭. સત્યધર્મ. ૮. શૌચધર્મ. ૯. અકિંચનતાધર્મ. ૧૦. બ્રહ્મચર્યધર્મ.
ભૂખ્યાદિ—પૃથ્વીકાયાદિ દશ પ્રકારના આર'ભના ત્યાગ, તે દશ આ પ્રમાણે ૧. પૃથ્વીકાય આરંભ, ૨. અકાય આરભ, ૩. તેજસ્કાય આરભ, ૪. વાયુકાય આરંભ ૫. વનસ્પતિકાય આરંભ, ૬. બેઇંદ્રિય આરંભ, છ. તેઈંદ્રિય આરંભ, ૮. ચરિંદ્રિય આરંભ, ૯. ૫'ચે દ્રિય આરંભ અને ૧૦મે અજીવ આરંભ.
ઇંદ્રિય-પાંચ ઇંદ્રિયા છે. ૧. સ્પશે દ્રિય, ૨. રસેન્દ્રિય, ૩. ઘ્રાણે ંદ્રિય, ૪. ચક્ષુરિંદ્રિય અને ૫. શ્રોત્રે દ્રિય.
સજ્ઞા—ચાર છે. તે સર્વ જીવને સામાન્ય છે. તે આ પ્રમાણે ઃ ૧. આહારસંજ્ઞા, ૨. ભયસંજ્ઞા, ૩. પરિગ્રહસંજ્ઞા, ૪. મૈથુનસંજ્ઞા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org