________________
૬૦૪
પ્રશમરતિ વિવેચન સહિત - વિવેચન—આ નવીન નાના પ્રકરણનો વિષય શીલાંગને છે. આ પ્રકરણમાં ગ્રંથકાર શીલાંગોની સાથે પરિચય (introduction) કરાવે છે. એની વિગત આગલી આવતી ગાથામાં કહેવામાં આવશે. અહીં તે તે વાતને દાખલ કરવા પ્રાથમિક ઓળખાણ માત્ર કરાવે છે. - સમ્યગદષ્ટિ–જે સાચી શ્રદ્ધાવાળા હોય તે આ શીલાંગને પાળવાને લાયક થાય છે. આ કાંઈ જેના તેના ખેલ નથી. આ શિલાંગના અધિકારી પણ કેવા પવિત્ર પ્રાણીઓ હોય છે તે સ્પષ્ટ થાય છે. એની શ્રદ્ધા સમ્યફ પ્રકારની હોવી જોઈએ. એ સમ્યગદષ્ટિ પ્રાણ આ શીલાંગને અધિકારી છે.
જ્ઞાની–એક્લી શ્રદ્ધા નહિ, પણ તેમાં જ્ઞાન પણ હોવું જોઈએ. સારાને તારવી લેવાની તેમાં વાચનને લીધે આવડત હોવી ઘટે. આવા પ્રકારના જ આ શીલાંગ ધારી શકે, એ વાત હજી સ્પષ્ટ નીચે થશે અને ખાતરી થશે કે શીલા આવા પ્રાણીથી જ સાધી શકાય છે. એ હામજી ભામના કે લેભાગુના ખેલ નથી. જેના દર્શન અને જ્ઞાન સમ્યક પ્રકારનાં હોય તે જ એને સાધી શકે છે. એ કેવાં સાધનોથી એને સાધે તે આપણે હવે આ જ ગાથામાં નીચે જોઈશું. સમ્યક પ્રકારને તત્ત્વાવધ જ્ઞાનીને હેય. તે માણસ શું કરે તે કહેશે. વળી તે સાધને કેવાં વાપરે છે તે આ ગાથામાં આડકતરી રીતે ? બતાવે છે.
વિરતિ–વિરામ પામવું તે, ત્યાગ, છોડવું તે. વિરતિ એટલે ત્યાગ. એનું જીવન ભેગ ભેગવવા માટે ન હોય, પણ તજવા, બને તેટલે ત્યાગ કરવાને અંગે હોય. આ ત્યાગને એ હથિયાર–સાધન તરીકે વાપરે છે. જે પચ્ચખાણ લેવામાં આવે છે તે સારા વખતને લીધે લાભ છે અને તે વખતે કરેલ સારા ભવિષ્યના નિશ્ચય છે. આ વિરતિને એ સદુપયોગ કરે છે.
તા–બાહ્ય અને આત્યંતર તપ અગાઉ આપણે નવમા સંવર તત્વના પ્રકરણમાં વર્ણવી ગયા છીએ. એ તપ કર્યા કરે છે. એ બાહ્ય અને આત્યંતર તપમાં રાચે છે. અને એ તપને શીલાંગને અંગે સાધન તરીકે ઉપયોગ કરે છે.
ધ્યાન–એ જ નવમા સંવર તત્વના પ્રકરણમાં ધર્મધ્યાન અને શુકલધ્યાનના ભેદે આપણે વિચારી ગયા છીએ. એ બન્ને પ્રકારના ધ્યાને પણ આવા શીલાંગધારી પ્રાણી સાધન તરીકે વાપરી તેમને લાભ લે છે.
ભાવના–અનિત્ય વગેરે બાર અથવા સેળ ભાવના. આપણે એ નવમા પ્રકરણમાં વિસ્તારથી જોઈ ગયા. એ અવકાશને વખતે સળમાંથી કેઈપણ ભાવના ભાવે છે. અને એ રીતે ભાવનાને શીલાંગનું સાધન બનાવે છે.
ગ–મન, વચન, કાયાના વેગને સાધન તરીકે વાપરવા આવશ્યક પડિલેહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org