SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૬ પ્રશમરતિ વિવેચન સહિત કરણ--ત્રણ છે. ૧. કરવું, ૨. કરાવવું અને ૩. અનુમોદવું. યોગ-ત્રણ છે. ૧. મનગ, ૨. વચનગ, ૩. કાગ. નિપત્તિ–તેને ગોઠવવાથી તેની પ્રાપ્તિ થાય છે. તે નીચે વર્ણવેલ છે. આ વાત જરા વિગતવાર સમજવા યોગ્ય છે. ટાંણા --પ્રવચનસારે દ્ધારના ૧૨૩મા દ્વારમાં (પ્રકરણરત્નાકર, ભાગ ત્રીને પૃ. ૩૩૭ માં લખે છે કે કોઇ વાતને સરના ફૅરિય મોના સમાધા ચા પીઢraહાળે ગદ્દારHIક્ષ નિવૃત્તી || એટલે ત્રણ યુગ, ત્રણ કરણ, ચાર સંજ્ઞા, ઇંદ્રિય પાંચ, પૃથવીકાયાદિક દશ તથા દશ યતિધર્મ એ રીતે શીલાંગના જે અઢાર હજાર ભેદ, તેની નિષ્પત્તિ એટલે નીપજવું થાય. પ્રથમગ પછી તેના ત્રણ કરણ તથા આહારદિક ચાર સંજ્ઞા કરવી. પ્રથમ શાળારૂ મૂકવું. મોમારૂ એટલે પૃથ્વીકાય વગેરે નવ જીવ અને દસમે અજીવ. શ્રમણધર્મ તે ક્ષમા (ખાંતિ) વગેરે દશ ધર્મ જાણવા. એ રીતે યંત્ર પટાદિક ઉપર લખો. તે હવે બતાવે છે. न करेइ मणेण, आहारसन्नविप्पजढगो उ निअमेण । सोइंदियसंवरणे, पुढविजिओ खंतिसंजुत्तो । અહીં “ન કરેઈ ઇત્યાદિમાં “કતિ” એ લક્ષણવાળું પ્રથમ કરણું સ્વીકાર્યું છે, “મનસા” એ પ્રથમ ગ છે. આહાર સંજ્ઞા પ્રથમ સંજ્ઞા છે. તથા અવશ્યપણે નિરોધ કર્યો છે રાગાદિક ગુણ જેને એવી શ્રોત્રેદ્રિયની પ્રવૃત્તિ, તેથી પ્રથમેટ્રિય કહેલી છે. એવી રીતે શું ન કરે? તે કહે છે. પૃથ્વીકાયજીવારંભ કરે નહિ, એવું તાત્પર્ય છે. પ્રથમ જીવસ્થાન ક્ષમાયુક્ત એટલે શાંતિસંપન્ન, એણે કરી પ્રથમ શ્રમણધર્મભેદ જાણુ. એ પ્રકારે કરી એક શીલાંગ આવિર્ભત છે. એટલે “મને કરી આહાર સંજ્ઞાહિત થકે શ્રોત્રંદ્રિયને સંવર કરી ક્ષમાયુક્ત પૃથ્વીકાય જીવારંભ કરે નહિ.” એ શીલનું પ્રથમ અંગ આવિર્ભાવ પામે છે, એટલે પ્રગટે છે. હવે શેષ છે તે પણ અતિદેશે કરી દેખાડે છે. એ જ પ્રકારના પૂર્વ અભિલાષ કરી માર્દવાદિ ગાત કહેતાં માદેવ આર્જવાદિ દશપદ સંયોગે કરી, એટલે પૂવે જેમ ક્ષમાયુક્ત એક ભેદ થયે, તેમ માર્દવને સંગે બીજે ભેદ, તેમ જ આર્જવને સંગે ત્રીજો ભેદ. એ રીતે પૃથ્વીકાયને આશ્રય કરી એટલે પૃથવીકાયારંભ એવા અભિલાષે કરી, દશ યતિધર્મ કરી દશ ભેદ તે દશ શીલવિકલ્પ થાય છે. તે વળી અપકાયાદિ નવસ્થાનકને વિશે પણ અપિ શબ્દ કરી દશમા સ્થાનની પેઠે આક્રમણ કરીએ, તે વારે સર્વ ભેદ પ્રકૃતપણે કરી એકત્ર કર્યાથી એક સંખ્યા થાય છે. તે માત્ર શ્રોત્રેઢિયના સો ભેદ થાય છે, તેમ જ બાકીની ચક્ષુરાદિક ઇદ્રિયના પણ પૂર્વોક્ત ગતિએ સે ભેદ થાય છે. એમ એ સર્વ સંખ્યા એકઠી કરીએ તે વારે પાંચ થાય છે, કેમ કે ઇદ્રિના પાંચ પ્રકાર છે, માટે પાંચ થાય. તે માત્ર એક આહાર સંજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy