SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમતિ વિવેચન સહિત મદ—અહ‘કાર. હું તે ઘણા જ ખરે છું, મારી સાથે કોઈ ટક્કર ઝીલી શકે નહિ, અમે ઊંચા ખાનદાનના, અમારા બાપદાદાએ દેશતેડાં, નાતતેડાં કર્યાં હતાં, એવા કે એને મળતા કોઈ પણ પ્રકારના અભિમાન-મેટાઇના આવિર્ભાવ તે પ્રાણીને સંસારમાં રખડવાનું કારણ થાય છે. . દુનિયામાં શેરને માથે સવાશેર જરૂર હાય છે, પણ અભિમાનમાં ઠાલે ઘડો જરૂર છલકાય છે અને તે અભિમાન પર વિજય મેળવવા તે ઘણું મુશ્કેલ કામ છે. નવરાશના વખતમાં પોતાનાં અણુગાં ફૂંકવા અને પેાતાની મોટાઈ કે મહત્તા બતાવવી એનું નામ સંસાર છે, કારણ કે અભિમાન સાચી કે ખાટી પૌદ્ગલિક ખામતનું થાય છે. પ૪ મદન—રૂપાળી સ્ત્રી તરફ આકર્ષાવું. તેનાં અંગોપાંગેા નીરખવાં અને તેની સામે કામેચ્છાથી નજર કરવી. એ સર્વના દેખીતા કે પ્રચ્છન્ન આશય કામભોગની ઇચ્છા જ છે. આ મદ અને મદન અન્નેને જેણે જીત્યા છે તે સારા માણુસ છે, પ્રશમસુખને ઇચ્છુક છે. પ્રશમરસના ઇચ્છુક પ્રાણી આવેા હેાય છે. મનુષ્યસ્વભાવના અભ્યાસી મહાપુરુષનાં આ વચન છે. વિકાર~મન, વચન અને કાયાના વિકાર વગરના પ્રશમના ઇચ્છુક કે પ્રશમસ્થિત પ્રાણી હેાય છે. મનને ગમે ત્યાં રખડાવવું, કેાઈનું અશુભ ચિંતવું અને કોઈને ખાડામાં ઉતારવે તે મનયેાગનાં વિકાર છે. કોઈને ગાળા દેવી, નકામી વાતે કરવી, કોઈની નિંદા કરવી (અવર્ણવાદ) તે સર્વને વચનવિકારમાં સમાવેશ થાય છે. કાયા એટલે શરીરને અજયણાએ પ્રવર્તાવવું, તેનાથી અનેક પ્રાણીની હિંસા થાય; દોડાદોડ કરવી કે કોઇને ભેટવું તે સર્વ કાયાના વિકાર છે. આવા પ્રકારના મન વચન કાયાના વિકારથી રહિત પ્રશમસ્થિત વ્યક્તિ હાય છે. એના ત્રણે યાગે વિકાર કે વિકૃતિ વગરના હેાય છે. એને પેાતાના શરીરને જરામાં ગરમીથી બચાવવાની, જરામાં ઠંડીથી બચાવવાની વૃત્તિ હાતી નથી. પઆશા-એવા માણસને પારકી કે પારકાની જરા પણ આશા હાતી નથી. એ શેઠ શું આપશે તેની કલ્પના પણ ન દોડાવે અને બીજો કાંઈ આપી દેશે કે ખરચશે એવે વિચાર પણ ન કરે. પારકા માણુસ કોઈ પ્રકારના પેાતાના લાભ કરી આપશે એવી આશા ન રાખે. પારકા ઉપર તાગડધિન્ના ન કરે. સસરા કાંઇ આપી જશે કે સાસુ તેડશે એવે વિચાર પણ એ ન કરે. આવા પ્રશમસુખમાં મગ્ન માણસ હેાય. આ ગાથામાં ત્રણ વાત કરી. (૧) પ્રશમવાળા પ્રાણી અભિમાન અને કામદેવ પર વિજય કરનારા હાય. (૨) એના વચન, મન અને કાયાના યોગામાં જરા સરખા વિકાર ન હાય, (૩) એ કોઇ પણ પરમાણુસની જરા પણ આશા ન કરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy