________________
પ્રથમ
૫૯૩ પ્રત્યક્ષ-પ્રશમનું સુખ તે નજરે દેખાય તેવું છે. માણસ પ્રશમને લાભ લે, તેનાથી અંદર અને વાતાવરણમાં જે સુખ થાય છે તે તે નજરે જોવાય તેવું છે. પ્રથમ સુખ પાછળ પ્રયત્ન કરવાનું આ પ્રથમ કારણ થયું.
પરવશ–પારકાને વશ, આધીન એ સુખ નથી. આપણે શેકીયા પાસે, સગાં પાસે કે મિત્ર પાસેથી સુખ માગીએ છીએ. પણ એ તે પારકાં છે. એમનું આખું સુખ લેવાય, પણ એ કોઈ કારણે વિફર્યા હોય તે સુખ પડયું રહે છે. પણ આ પ્રશમસુખ તે પરવશ જરાયે નથી. એ તે પિતે પિતાને ગોળ ખાવાને છે. આ પ્રશમસુખને આદરવાનું બીજુ કારણું કહ્યું.
વ્યયપ્રાપ્ત-પૈસાના વપરાશથી મળે તેવું. બીજાં સુખ તે પૈસા આપીને ખરીદવા પડે છે. ઉનાળામાં પ્રર્વતપ્રદેશે હવા ખાવા જવું હોય તે ટિકિટ લેવી પડે, રસોયાની ગેઠવણ કરવી પડે અને ઘરે કોઈ ચીજ જોઈતી હોય તે બજારમાંથી ધન ખચીને લાવવી પડે. આ પ્રશમસુખ એ તે પિતા પર જ આધાર રાખે છે. એ કઈ પ્રકારની બજાર ચીજ નથી. એ તે અંતરને વિષય છે. પ્રશમસુખને અંગે આ ત્રીજી વાત કહી. પ્રશમ - સુખને માટે પ્રયત્ન કરવાનાં ત્રણ કારણ?
(૧) એ પ્રત્યક્ષ સુખ છે. (૨) એ પરવશ સુખ નથી. (૩) એ બજારુ ચીજ નથી. પૈસા ખરચવાથી મળે તેમ નથી.
આ ત્રણે કારણેને લઈને પ્રશમસુખ તમારાં પિતામાં જ જાગ્રત કરે. એ પ્રત્યક્ષ સ્વાશ્રયી સુખ છે. એ બજારુ ચીજ ન હોવાથી વેચાતું મળે તેવું તે સુખ નથી. પ્રશમસુખના આદરને અંગે મુખ્ય ત્રણ કારણે આ ગાથામાં બતાવ્યાં, તે પ્રત્યેક ઊંડી વિચારણા માગે છે. અને એ ત્રણે અનુભસિદ્ધ હોઈ આત્મપ્રયત્ન માગે છે. (૨૩૭). મોક્ષસુખ અહી જ--
निजितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् ।
विनिवृत्तपराशानामिहेव मोक्षः सुविहितानाम् ॥२३८॥ અથ–જેમણે અભિમાન અને કામદેવને જીત્યા છે, જેઓ મન વચન કાયાને અંગે કોઈપણ પ્રકારે વિકાર રહિત છે અને જેઓ પારકી આશાથી નિવૃત્ત થયેલા છે તેવા સારા માણસોને અહીં જ મોક્ષ છે. (૨૩૮)
વિવેચન–પ્રશમસુખમાં રાચી રહેલા મનુષ્ય કેવા હોય છે તેનું વર્ણન આ ગાથામાં છે. પ્ર. ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org