________________
સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્ર
પ૮૫ રહી જાય છે અને પરાણે છોડવી પડે છે, છેડ્યા સિવાય છૂટકો જ નથી અને છેડતી વખતે મનમાં કચવાટ થાય છે. કેટલાક માણસને જીવ જ નથી અને એ ડચકા ખાય છે પણ પૌગલિક વાંછાઓ યાદ કરી પિતાની ઈચ્છા જણાવે છે. અનેક માણસ વસિયતનામું કરી પિતાની મિલક્તના અમુક ભાગ પાડે છે અને અમુક પ્રિયજનને વધારે મિલકત કે આખી મિલકત આપી જાય છે. ન્યાયમંદિરમાં ઘણું ઝઘડાઓ આવા પ્રકારના વારસાને અંગે આવે છે અને માણસ વકીલને ફી વગેરે આપવામાં એસ્ટેટને મોટો ભાગ વેડફી નાંખતા જોવાય છે. આ જાતને ખ્યાલ અણસમજમાંથી ઉત્પન્ન થાય છે.
એને બદલે મૂળ ગુણ પ્રાપ્ત કરવા જીવનમાં પ્રયાસ કર્યો હોય તે તે ફળ આપે છે. આ જીવનની કોઈ ચીજ સાથે આવતી નથી. ચાર કે એક નાળિયેર પણ અંતે અહીં જ રહી જાય છે, પણ આ મૂળગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો હોય તે તે સાથે આવે છે અને વહેલે કે મોડે એ દિવસ તે જરૂર આવવાને છે.
દરરોજ સવારે ઊઠીને તારિખીઆની તારીખ ફેરવતાં મનમાં વિચાર કરવાને છે કે એક દિવસ અહીં રહેવાનું એ છે કે, તે દિવસને લાભ પોતે શું લીધું અને આ મૂળ ગુણ પ્રકટ કરવા આગલા દિવસમાં શું કર્યું. આવી રીતે જે આત્મનિરીક્ષણ કરે છે તે પિતાના મૂળ ગુણ આખરે જરૂર મેળવે છે, માટે સીધા તે પ્રાપ્ત કરવાની આવી તક ગુમાવવા જેવી નથી.
અને તક વારંવાર મળતી નથી. એ જ્યારે ચાલી જાય, ત્યારે જ પ્રાણીને એની કિમત થાય છે. પછી એને આટલાં વર્ષો નકામાં ગયાં અને પિતે મૂળ ગુણની પ્રાપ્તિને અંગે કાંઈ કર્યું નહિ એવો મેડ મેડે પસ્તાવો થાય છે, પણ શરીરની ઇન્દ્રિય અને બળ શિથિલ પડ્યા પછી ડહાપણ આવે કે ખાલી ખેદ થાય એ તે રડયા પછીનું ડહાપણ છે. મારા પતિ જીવતા હોત તે હું આમ કરત ને તેમ કરત એ તે ખાલી ભામાં છે અને અર્થ વગરનાં રેણું છે. એવું ડહાપણ તે પ્રાણીને અનેકવાર આવે છે, પણ તેનું મૂલ્ય નથી અને તેનાથી કંઈ અર્થ સરતે પણ નથી. ડહાપણ તે તક આવે તે પહેલાં તેને માટે તૈયાર થવામાં છે. ઘણુ માણસને આપણે ખાલી હાથે જતા જોઈએ છીએ, તેનું કારણ આવી પૂર્વતૈયારીની ગેરહાજરીમાં છે
આપણું સદ્ભાગ્યે આપણને આ જીવનની નશ્વરતા બતાવનાર જ્ઞાનીઓ મળ્યા છે, તે તકને બરાબર સમજી લઈ તેને સદુપયોગ કરે. દરેક તક પ્રથમથી વિચારીને લઈ તે આવે ત્યારે કેમ વર્તવું તેની ડહાપણથી લક્ષપૂર્વક તૈયારી કરી રાખવી ઘટે.
દર્શન, જ્ઞાન કે ચારિત્ર એ જેવીતેવી ચીજ નથી. અનંત સંસારમાં એ તે પ્રાપ્ત થયેલ કે પ્રાપ્ત થવાનાં રત્ન છે, મહામૂલ્યવાન છે અને ખૂબ અપનાવવા ગ્ય છે. આવી પ્ર. ૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org